'ફન્ને ખાન'માં રિયલ લુક માટે ચોરબજારમાંથી ખરીદવામાં આવ્યા હતાં અનિલ કપૂરના કપડાં, ફેરિયાઓનાં પહેરેલા શર્ટ ઉતારીને પણ પહેર્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અનિલ કપૂરે ફિલ્મ 'ફન્ને ખાન'માં ટેક્સી ડ્રાઈવરનું પાત્ર ભજવ્યું છે. આ પહેલાં 1988માં રાજકુમાર કોહલીની ફિલ્મ 'ઈન્તેકામ'માં અનિલ કપૂર ટેક્સી ડ્રાઈવર રહ્યો છે. ફિલ્મમાં અનિલ કપૂર એક ગરીબ પરિવારમાંથી આવતો હોય અને ચાલીમાં રહેતો તેમ બતાવવામાં આવ્યો છે. રિયલ લાઈફમાં સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળતો અનિલ કપૂર આ ફિલ્મે ટેક્સી ડ્રાઈવર પહેરે એવા કપડાં પહેર્યાં છે. અનિલ કપૂરના કપડાં ચોરબજાર તથા રસ્તા પરથી ખરીદવામાં આવ્યા છે.


અનિલ કપૂરનાં કપડાંમાં લાવવામાં આવ્યો રિયલ ટચઃ
કોસ્ચ્યુમ ડિઝાઈનર એકા લાખાણીએ કહ્યું હતું, ''અનિલ કપૂર પોતાના કપડાંને લઈને ઘણો જ ચોક્કસ છે. ફિલ્મમાં રિયલ લુક લાગે તેવા જ કપડાં પસંદ કરે છે. અનિલ કપૂરે મને મોહમ્મદ અલી રોડ તથા ચોર બજારમાંથી કેટલાંક શર્ટ લાવવાનું કહ્યું હતું. સામાન્ય રીતે ચાલીમાં રહેતી વ્યક્તિ અહીંથી ખરીદી કરતી હોય છે.''


પહેરેલાં કપડાં ઉતારાવ્યાઃ
વધુમાં એકાએ કહ્યું હતું, ''એક સમય એવો પણ હતો કે હું અને મારી ટીમ મહોમ્મદ અલી રોડ તથા ચોરબઝારમાં ઉભા રહેતા લોકોને પહેરેલાં શર્ટ ઉતારાવ્યાં હતાં અને બ્રાન્ડ ન્યૂ શર્ટ્સ તેમને આપ્યાં હતાં. અનિલ કપૂરે પછી આ શર્ટ્સને ધોઈ નાખીને ફિલ્મમાં પહેર્યાં હતાં.''


અનિલ કપૂર માટે ખરીદ્યા લાલ-પીળાં ને કેસરી શર્ટઃ
એકાની ટીમે અનિલ કપૂર માટે લાલ, પીળાં અને કેસરી રંગના મોટા કોલર્સ વાળા શર્ટ અનિલ કપૂર માટે પસંદ કર્યાં હતાં. આટલું જ નહીં અનિલ કપૂરને આમાંથી કેટલાંક શર્ટ્સ ઘણાં જ પસંદ આવ્યા હતાં અને તેમણે આ શર્ટ્સ પ્રોડક્શન હાઉસને પરત આપવાની ના પાડી હતી અને યાદગીરી રૂપે પોતાના અંગત વોર્ડરોબમાં સાચવીને રાખ્યા છે.


અલગ-અલગ કપડાંમાં મળે છે જોવાઃ
ખાસ પ્રસંગોએ અનિલ કપૂર રંગબેરંગી શર્ટ પહેરે છે, ટેક્સી ચલાવતા સમયે ટેક્સીમેનનો યુનિફોર્મ પહેરે છે. જ્યારે ઘરમાં લુંગી અને ટી-શર્ટમાં જોવા મળે છે. આ સિવાય અનિલ કપૂર ફિલ્મમાં તેના આઈડોલ શમ્મી કપૂરના જેકેટમાં જોવા મળે છે અને 'બદન પે સિતારે ગીત..' ગાય છે. ફિલ્મમાં અનિલ કપૂર ગોલ્ડન બ્લેઝર જેકેટમાં ટ્રમ્પિટ(એક જાતનું વાદ્ય) વગાડતાં 'બદન પે સિતારે..' ગાતા ગાતા એન્ટ્રી કરે છે. અનિલ કપૂર ચાલીના કોઈ ફંક્શનમાં પર્ફોમ કરતો હોય છે.

 

તમામ તસવીરોઃ અજીત રેડેકર

 

એક સમયે Realમાં ચાલીમાં રહેતો હતો અનિલ કપૂર, 'ફન્ને ખાન'માં ચોલમાં શૂટિંગ કરીને ભાવુક બન્યો