અક્ષય કુમારના ગેરેજમાં ઉભી રહે છે આવી લક્ઝૂરિયસ કાર્સ, કિંમત છે 14 કરોડથી પણ વધુ

akshay kumar has rolls royace to Range Rover Vogue, luxurious cars

divyabhaskar.com

Sep 12, 2018, 05:01 PM IST

મુંબઈઃ અક્ષય કુમારની ફિલ્મ '2.0'નું ટિઝર 13 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. અક્ષય કુમારે એક પછી એક હિટ ફિલ્મ આપી છે. છેલ્લે રીલિઝ થયેલી ફિલ્મ 'ગોલ્ડ' પણ બોક્સ-ઓફિસ પર સફળ રહી હતી. અક્ષય કુમારને લક્ઝૂરિયસ કાર્સ ઘણી જ પસંદ છે. અક્ષય કુમારના ગેરેજમાં રોલ્સ રોય્સથી બેન્ટલે જેવી અનેક લક્ઝૂરિયસ કાર્સ છે.


Rolls Royce Phantom
આમાં 6.8 લીટરનો V-12 પેટ્રોલ એન્જિન છે. જે 453 બીએચપીની પાવર જનરેટ કરે છે. પાંચ સીટરવાળી આ કાર 9.8 કિમી પ્રિત લીટર માઈલેજ આપે છે. 6 સ્પિડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. આ કારની કિંમત પાંચ કરોડ રૂપિયા છે.


Range Rover Vogue
આ SUV માં પાંચ લીટરનું V-8 સુપરચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે. જે 544 બીએચપી પાવર જનરેટ કરે છે. આ લક્ઝૂરિયસ કારની એક્સ શોરૂમ કિંમત 2.7 કરોડ રૂપિયા છે.

Bentley Continental Flying Spur
આમાં 6.0 લિટરનું V 8 એન્જિન છે, જે 616 બીએચપીના પાવર તથા 800 એનએમનું ટાર્ક જનરેટ કરે છે. પાંચ સીટરવાળી આ કાર 12.5 પ્રતિ લીટરનું માઈલેજ આપે છે. આ કારની એક્સ શોરૂમ પ્રાઈસ 3.4 કરોડ રૂપિયા છે.

Porsche Cayenne
આમાં 4.8 લીટરનું V 8 ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 500 બીએચપી પાવર તથા 700 એનએમનું ટાર્ક જનરેટ કરે છે. આ કારની કિંમત 1 કરોડ રૂપિયા છે.


Mercedes GLS
આ કારમાં 5461cc નું એન્જિન છે. સાત સીટર કાર ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે આવે છે. માઈલેજ 11kmpl છે. ઈન્ડિયન માર્કેટમાં આ કારની કિંમત 1 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.


આ સિવાય તેની પાસે 77 લાખ રૂપિયાની Mercedes GL350 CDI અને 28 લાખની Honda CR-V છે. અક્ષય પાસે 14 કરોડ રૂપિયા કરતાં પણ વધારે મોંઘી કાર્સનું કલેક્શન છે.

આઠ વર્ષમાં 28 ફિલ્મ્સ અને 2259 કરોડનો બિઝનેસ, આથી જ અક્ષય કુમારને કહેવામાં આવે છે બોલિવૂડનું હિટ મશીન

X
akshay kumar has rolls royace to Range Rover Vogue, luxurious cars
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી