'સંજુ'એ કમાયા 500 કરોડ રૂપિયા, કિંગ ખાન શાહરૂખની તમામ ફિલ્મ્સનો તોડ્યો રેકોર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણબિર કપૂરની ફિલ્મ 'સંજુ'નો દબદબો બોક્સ-ઓફિસ પર કાયમ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી છે કે ફિલ્મે વર્લ્ડ વાઈડ 500 કરોડની કમાણી કરી છે. ભારતમાં આ ફિલ્મ 300 કરોડની કમાણીની નજીક છે. ભારતમાં આ ફિલ્મે 295.18 કરોડની કમાણી કરી છે. જો રણબિર કપૂરની તુલના બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ સાથે કરવામાં આવે તો શાહરૂખ ખાનની એક પણ ફિલ્મે વર્લ્ડવાઈડ 500 કરોડની કમાણી કરી નથી. 2013માં આવેલી શાહરૂખની ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ'એ વર્લ્ડવાઈડ 422 કરોડની કમાણી કરી હતી.


'સંજુ'એ પહેલાં વીકે કમાયા 202.51 કરોડઃ
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મતે, 'સંજુ'એ પહેલાં વીકમાં 202.51 કરોડની કમાણી કરી હતી. તો બીજા વીકમાં 92.67 કરોડની કમાણી કરી હતી. 15 દિવસમાં આ ફિલ્મે 295.18 કરોડની કમાણી કરી હતી. રાજકુમાર હિરાનીની આ ફિલ્મે ત્રીજા દિવસે 100 કરોડની કમાણી કરી લીધી હતી. એક અઠવાડિયાની અંદર જ 200 કરોડની કમાણી કરી હતી.


5300 સ્ક્રિન્સમાં રીલિઝઃ
5300 સ્ક્રિન્સ(4000 ભારતમાં તથા 1300 વિદેશમાં) પર રીલિઝ થયેલી આ ફિલ્મને રાજકુમાર હિરાણીએ ડિરેક્ટ કરી છે. રણબિર કપૂર સિવાય આ ફિલ્મમાં પરેશ રાવલ, મનિષા કોઈરાલા, કરિશ્મા તન્ના, વિકી કૌશલ, સોનમ કપૂર તથા અનુષ્કા શર્મા લીડ રોલમાં છે.


300 કરોડના ક્લબમાં સામેલ ફિલ્મઃ
દંગલઃ 387.38 કરોડ રૂ.
પીકેઃ 340.80 કરોડ રૂ.
ટાઈગર જિંદા હૈં: 339.16 કરોડ રૂ.
બજરંગી ભાઈજાનઃ 320.34 કરોડ રૂ.
પદ્માવત 302. 15 કરોડ રૂ.
સુલ્તાનઃ 300.45 કરોડ રૂ.

 

#Sanju continues its DREAM RUN... Crosses ₹ 500 cr mark worldwide [Gross BOC] after Week 2... Breakup:
India Nett BOC: ₹ 295.18 cr
India Gross BOC: ₹ 378.43 cr
Overseas Gross BOC: ₹ 122 cr
Worldwide Gross total: ₹ 500.43 cr

— taran adarsh (@taran_adarsh) July 13, 2018

 

 

સંજુબાબાના જીવનના 18 કિસ્સાઓ જે તેને 'હીરો' નહીં બનાવે છે 'વિલન'