ઓસ્ટ્રેલિયામાં રણબિર કપૂરની 'સંજુ'એ તોડ્યો પ્રભાસની 'બાહુબલી 2'નો રેકોર્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણબિર કપૂરની ફિલ્મ 'સંજુ' 28 જૂનના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ હિટ ગઈ છે. રીલિઝના એક મહિના બાદ આ ફિલ્મે એક રેકોર્ડ બનાવ્યો છે. રણબિરની આ ફિલ્મે ઓસ્ટ્રેલિયામાં કમાણીના મામલે પ્રભાસની ફિલ્મ 'બાહુબલી 2'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઓસ્ટ્રેલિયામાં 'સંજુ' ત્રીજી હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ બની ગઈ છે. ભારતમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં 341.22 કરોડની કમાણી કરી છે. જ્યારે વર્લ્ડ વાઈડ કલેક્શન 570 કરોડ રૂપિયા છે.


ઓસ્ટ્રેલિયામાં બની હાઈએસ્ટ ગ્રોસરઃ
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે કરેલી ટ્વિટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં રણબિરની 'સંજુ'એ પ્રભાસની 'બાહુબલી 2'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઓસ્ટ્રેલિયામાં હિંદી ફિલ્મ્સમાં કમાણીના મામલે 'પદ્માવત' એક નંબર પર, 'દંગલ' બે નંબર પર તથા હવે 'સંજુ' ત્રીજા સ્થાને છે. 'બાહુબલી 2' ચોથા તથા 'પીકે' પાંચમા નંબરે છે. એવી ચર્ચા છે કે ચીનમાં પણ 'સંજુ' ઈતિહાસ સર્જશે.

 

This is MASSIVE... #Sanju crosses *lifetime biz* of #Baahubali2 [Hindi] in AUSTRALIA... Now THIRD HIGHEST GROSSING *Hindi* film...
1 #Padmaavat A$ 3,163,107
[IMAX, 3D, 2D]
2 #Dangal A$ 2,623,780
3 #Sanju A$ 2,409,125
4 #Baahubali2 *Hindi* A$ 2,407,933
5 #PK A$ 2,110,841@comScore

— taran adarsh (@taran_adarsh) August 6, 2018

 

 

તોડ્યા આ રેકોર્ડ્સઃ
1. '3 ઈડિયટ્સ'ના કલેક્શનને આપી માતઃ
રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજુ'એ ફર્સ્ટ વીક કલેક્શનમાં '3 ઈડિયટ્સ'ના લાઈફ ટાઈમ બોક્સ-ઓફસ ક્લેક્શન 202.47ને માત આપી છે. આમિર ખાનની આ ફિલ્મે બોક્સ-ઓફિસ પર 200 કરોડ ક્લબનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. હવે, રાજુની જ ફિલ્મે આ રેકોર્ડ તોડ્યો છે.


2. રણબિરની પહેલી ફિલ્મે કમાયા 200 કરોડઃ
'સંજુ' 200 કરોડ ક્લબમાં સામેલ થતાં જ રણબિરની આ પહેલી ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અત્યાર સુધી રણબિર કપૂરની 'યે જવાની હૈ દિવાની'એ 190.03 કરોડ સાથે સૌથી કમાણી કરનાર મૂવી હતી.


3. નોન-હોલિડે પર 200 કરોડ કમાનાર બીજી ફિલ્મઃ
'સંજુ' નોન-હોલિડે વીકેએન્ડમાં 200 કરોડ કમાનારી બીજી ફિલ્મ બની છે. નંબર વન પર 'બાહુબલી 2' છે. જેણે નોન-હોલિડેમાં સાત દિવસની અંદર 247 કરોડની કમાણી કરી હતી.


4. એક દિવસમાં સૌથી વધુ કમાણી કરનારઃ
રણબિરની ફિલ્મે એક દિવસમાં સૌથી વધુ કમાણી કરવામાં 'બાહુબલી 2'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. 'બાહુબલી 2'એ ત્રીજા દિવસે 46.50 કરોડની કમાણી કરી હતી. જે એક રેકોર્ડ હતો. જોકે, 'સંજુ'એ ત્રીજા દિવસે 46.71 કરોડની કમાણી કરીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતમાં એક દિવસમાં આટલી કમાણી કરનાર 'સંજુ' પહેલી ફિલ્મ બની છે.


5. 2018ની બિગ ઓપનિંગઃ
'સંજુ' વર્ષ 2018ની હાઈએસ્ટ ઓપનર બની ગઈ છે. ફિલ્મે પહેલાં દિવસે 34.75 કરોડની કમાણી કરી હતી. 'રેસ 3' તથા 'બાગી 2'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. 'રેસ 3'એ પહેલાં દિવસે 29.17 તથા 'બાગી 2'એ 25.10 કરોડની કમાણી કરી હતી. 'પદ્માવત'એ પહેલાં દિવસે 19 કરોડની કમાણી કરી હતી.


6. 'પદ્માવત'ને માત આપી 'સંજુ' બની બિગ વીકેન્ડ ઓપનરઃ
2018માં 'પદ્માવત'ના નામે 114 કરોડનો રેકોર્ડ હતો. આ ફિલ્મે પાંચ દિવસની અંદર આટલી કમાણી કરી હતી. જોકે, આ રેકોર્ડ 'સંજુ'એ માત્ર ત્રણ દિવસની અંદર 120.06 કરોડના કલેક્શન સાથે તોડી નાખ્યો હતો. હવે, ટોપ વીકેન્ડ ઓપનરના લિસ્ટમાં એક નંબર પર 'સંજુ', બીજા પર 'પદ્માવત' તથા ત્રીજા નંબર પર સલમાનની ફિલ્મ 'રેસ 3(106.47 કરોડ) છે.


7. રણબિરની સૌથી મોટી વીક-એન્ડ ઓપનર બની 'સંજુ'
રણબિરની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની' બિગ વીકએન્ડ ઓપનર હતી. આ ફિલ્મે પહેલાં 61.87 કરોડની કમાણી કરી હતી. જેને 'સંજુ'એ માત્ર બે જ દિવસમાં તોડી નાખ્યો હતો.


8. હિરાનીની સૌથી બિગ ઓપનર ફિલ્મઃ
અનુષ્કા શર્મા તથા આમિર ખાનની ફિલ્મ 'પીકે' રાજકુમાર હિરાનીની બિગ ઓપનર હતી. 'પીકે'એ પહેલાં દિવસે 25.45 કરોડની કમાણી કરી હતી. જોકે, હવે હિરાનીની 'સંજુ'એ 34.75 કરોડની કમાણી કરી છે. 'પીકે'એ ત્રણ દિવસમાં 93.82 કરોડની કમાણી કરી હતી. જ્યારે 'સંજુ'એ 120 કરોડની કમાણી કરી છે.

 

 

અડધી રાત્રે જાગીને પ્રોટિન શેક પીતો હતો રણબિર, મહેનત બાદ મળી છે 'સંજુ'