ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યાએ પહેલી જ વાર જોઈ મોમની ફિલ્મ 'ફન્ને ખાન'

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની ફિલ્મ 'ફન્ને ખાન' 3 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મ બૉડી શેમિંગ પર આધારિત છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય પોપસ્ટાર બેબી સિંહની ભૂમિકામાં છે. હાલમાં જ ઐશ્વર્યાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, "મારી દીકરી આરાધ્યાએ પહેલી જ ફિલ્મ 'ફન્ને ખાન' જોઈ હતી. આમ તો તેણે મને ટીવી અને સોંગ્સમાં જોઈ છે પરંતુ થિયેટરમાં બેસીને આ રીતે આખી પહેલી તેણે 'ફન્ને ખાન' જોઈ હતી.


મોમની જોઈ પહેલી જ ફિલ્મઃ
ઐશ્વર્યાએ કહ્યું હતું, ''તમને ખ્યાલ છે કે આરાધ્યાએ તેની મોમની પહેલી ફિલ્મ કઈ જોઈ હતી? આમ તો તેણે મને ટીવીમાં જાહેરાતોમાં જોઈ છે અને સોંગ્સ કરતા પણ જોઈ છે પરંતુ મારી ફિલ્મ 'ફન્ને ખાન' તેણે આખી જોઈ છે. મને લાગે છે કે તેની હસતી આંખોએ જ બધું કહી દીધું છું. તેણે મને 'ફન્ને ખાન'ના ગીતના શૂટિંગ કરતા જોઈ હતી.''


ફિલ્મ જોવાની ઈચ્છા વ્યક્ત કરીઃ
ઐશ્વર્યાએ આગળ કહ્યું હતું, ''જ્યારે આરાધ્યાને ખબર પડી કે 'ફન્ને ખાન'નું સ્ક્રિનિંગ છે તો તેણે પોતાના ફ્રેન્ડ્સ તથા તેમના પેરેન્ટ્સ સાથે ફિલ્મ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો આરાધ્યાનાં ફ્રેન્ડ્સ તથા પેરેન્ટ્સ સાથે અમે લોકોએ 'ફન્ને ખાન' જોઈ હતી.


ફિલ્મમાં આપવામાં આવ્યો છે મહત્વનો મેસેજઃ
ઐશ્વર્યાએ વધુમાં ઉમેર્યું હતું, ''આરાધ્યાએ પહેલી જ વાર કોઈ ફિલ્મ જોઈ અને તે 'ફન્ને ખાન' હતી. આ વાતથી મને ઘણી જ ખુશી થઈ છે. આ ફિલ્મે હકારાત્મક સંદેશો દર્શકોને આપ્યો છે. આ ફિલ્મ તમામ ઉંમરના લોકો માટે છે. આ ફિલ્મમાં એવું કંઈ જ નથી કે બાળકો ના જોઈ શકી. જો આરાધ્યા મારા કે તેના પિતા કે પછી દાદાના ગીત પર ડાન્સ કરતી હોય અને ગીત ગાતી હોય તો અમે ઘરમાં શક્ય તેટલું સામાન્ય વાતાવરણ રાખવાનો પ્રયાસ કરીએ છીએ.''

 

Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, મોમ એશ સાથે આવી આરાધ્યા, તસવીરોમાં