અક્કીથી લઈ સુનિલ શેટ્ટી સુધી, પતિનો પડછાયો બનીને નથી રહી બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ, કરે છે કરોડોની કમાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ' 15 ઓગસ્ટે રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં ફરી એકવાર અક્ષય કુમારનો દેશભક્ત અંદાજ જોવા મળશે. સામાન્ય રીતે બોલિવૂડ સ્ટાર્સ પોતાની સફળતાની ક્રેડિટ પત્નીને આપે છે. આમાંથી ઘણાં સ્ટાર્સની પત્ની પોતે પણ સફળ છે. તેઓ સફળ બિઝનેસ વુમનની આગવી ઓળખ ધરાવે છે. ભલે મોટાભાગના ચાહકો તેમને સ્ટાર્સની પત્ની તરીકે ઓળખતા હોય પણ તેઓ પોતે બિઝનેસ પણ ચલાવે છે. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની ગણતરી પણ એક સફળ બિઝનેસ વુમનમાં થાય છે. જ્યારે અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના ઇન્ટીરિયર ડેકોરેશનનો બિઝનેસ કરે છે.


ગૌરી ખાનઃ
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન બોલિવૂડમાં ક્વિન ખાન તરીકે લોકપ્રિય છે. જોકે, ગૌરીને આ ટાઈટલ તેના બિઝનેસને કારણે મળ્યું છે. ગૌરી ખાન રેડ ચિલીઝ તથા કોલકાતા નાઈટ રાઈડર્સની કો-ઓનર છે. આ સિવાય ગૌરી ખાન ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે કામ કરે છે. ટૂંક સમયમાં જ ગૌરી ખાન પોતાનો શો-રૂમ 'ગૌરી ખાન ડિઝાઈન' મુંબઈમાં શરૂ કરવાનું છે. ગૌરી ખાન ડેકોરની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.


ટ્વિંકલ ખન્નાઃ
અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ એક્ટ્રેસ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. જોકે, એક્ટિંગ ફિલ્ડમાં વાત ના જામતા તેણે ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે 'ધ વ્હાઈટ વિન્ડો' નામનો શો રૂમ મુંબઈમાં શરૂ કર્યો છે. આ સિવાય તે પ્રોડ્યુસર પણ છે. ટ્વિંકલ ખન્નાએ અત્યાર સુધીમાં બે બુક્સ બહાર પાડી છે. આટલું જ નહીં તે અખબારોમાં નિયમિત રીતે બ્લોગ પણ લખે છે.


(વાંચો, બોબી દેઓલથી લઈ ચંકી પાંડેની પત્નીઓ કરે છે પોતાનો અલગ બિઝનેસ....)

 

જ્યારે પહેલીવાર પાપા બન્યો હતો સૈફ અલી ખાન, ત્યારે કરિના કપૂર હતી માત્ર 13 વર્ષની