આઠ વર્ષમાં 28 ફિલ્મ્સ અને 2259 કરોડનો બિઝનેસ, આથી જ અક્ષય કુમારને કહેવામાં આવે છે બોલિવૂડનું હિટ મશીન

last 10 years, akshay kumar's 28 films released and earned 2259 cr only in india

divyabhaskar.com

Sep 11, 2018, 07:05 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર-રજનીકાંતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ '2.0'નું ટિઝર 13 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહ્યું છે. 2018માં અક્ષય કુમારની આ ત્રીજી ફિલ્મ રીલિઝ થઈ રહી છે. આ પહેલાં 'પેડમેન', 'ગોલ્ડ' રીલિઝ થઈ હતી અને બંને બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ઘણીવાર અક્ષય કુમારની એક વર્ષમાં ચાર-ચાર ફિલ્મ રીલિઝ થતી હોય છે. 2010 બાદ 'નામ શબાના' સિવાય અક્ષય કુમારની કુલ 28 ફિલ્મ્સ હતી. આ તમામ ફિલ્મે 2259 કરોડની કમાણી કરી હતી. એટલે એવરેજ એક ફિલ્મે 80.67 કરોડની કમાણી કરી છે. આથી જ અક્ષય કુમારને હિટ મશીન કહેવામાં આવે તો કંઈ જ ખોટું નથી. આ સમય દરમિયાન અક્ષયે તમામ પ્રકારની ફિલ્મ્સમાં કામ કર્યું છે. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી અક્ષય કુમાર દેશભક્તિની ફિલ્મ્સ વધુ કરે છે.


આઠ વર્ષમાં 28 ફિલ્મ્સઃ
છેલ્લાં 8 વર્ષમાં અક્ષય કુમારે 28 ફિલ્મ્સ કરી, જેમાં 9 ફિલ્મે 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો. જ્યારે 10 ફિલ્મે પોતાના બજેટથી બમ્પર કમાણી કરી છે. બિઝનેસના હિસાબે જોવામાં આવે તો અક્ષય કુમાર માત્ર નામનો જ નહીં પણ બોક્સ ઓફિસનો પણ રિયલ ખિલાડી સાબિત થયો છે. અક્ષય કુમારની આ 28 ફિલ્મ્સે 2259.65 કરોડની કમાણી કરી છે. ભારતમાં સલમાન ખાન બાદ જે એક્ટરની ફિલ્મે સૌથી વધુ કમાણી કરી હોય તો તે અક્ષય કુમાર છે. સલમાન ખાનની આઠ વર્ષમાં 14 ફિલ્મ્સ આવી અને 2603 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.


રજાઓ ના હોવા છતાંય હિટ રહી ફિલ્મ્સઃ
નવાઈની વાત એ છે કે અક્ષયની ઘણી ફિલ્મ્સ રજાના દિવસે રીલિઝ થઈ ના હોવા છતાંય બોક્સ-ઓફિસ પર સારી ચાલી છે. કરિયરની રીતે 2016 પછીના બે વર્ષ અક્ષય કુમાર માટે શાનદાર રહ્યાં હતાં. આ સમય દરમિયાન અક્ષયની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી નથી.


મેગા બજેટ છે '2.0'
અક્ષય કુમાર તથા રજનીકાંતની '2.0' મેગા બજેટ ફિલ્મ છે. આ ફિલ્મનું બજેટ 544 કરોડ હોવાનું ચર્ચાય છે. આ ફિલ્મના વીએફએક્સ એડવાન્સ ટેક્નોલોજીના બનાવ્યા હોવાનું કહેવાય છે. વીએફએક્સ પાછળ 3000 લોકોએ દિવસ-રાતની મહેનત કરી છે. આ ફિલ્મ બ્લોક-બસ્ટર સાબિત થાય તેમ માનવામાં આવે છે. આ ફિલ્મ 29 નવેમ્બર, 2018ના રોજ રીલિઝ થશે.

ફિલ્મનું નામ કમાણી કરોડ રૂ.(ભારતમાં)
હાઉસફૂલ 75.62
ખટ્ટા મીઠા 38.66
એક્શન રિપ્લે 29.06
તીસ માર ખાન 60.91
પટિલાયા હાઉસ 31.16
થેંક યૂ 46.57
દેસી બોય્ઝ 42.40
હાઉસફૂલ 2 106.00
રાઉડી રાઠોળ 133.25
જોકર 22.51
ઓએમજીઃ ઓહ માય ગોડ 81.46
ખિલાડી 786 70.00
સ્પેશ્યિલ 26 66.08
વન્સ અપોન અ ટાઈમ મુંબઈ દોબારા 61.00
બોસ 54.15
હોલિ ડે 112.45
એન્ટરટેઈન્મેન્ટ 72.02
બેબી 95.56
ગબ્બર ઈઝ બેક 87.55
બ્રધર્સ 82.47
સિંઘ ઈઝ બ્લિંગ 89.95
એર લિફ્ટ 128.1
હાઉસફૂલ 3 109.14
રૂસ્તમ 127.49
જોલી એલએલબી 2 117.00
ટોઈલેટ એક પ્રેમકથા 134.22
પેડમેન 81.82
ગોલ્ડ 104.05
કુલ 2259.65

અક્ષય કુમારની '2.0' છે ભારતની અત્યાર સુધીની મોંઘીદાટ ફિલ્મ, 3000 ટેકનિશયન્સે દિવસ-રાત જાગીને બનાવી ભવ્ય

X
last 10 years, akshay kumar's 28 films released and earned 2259 cr only in india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી