• Gujarati News
  • National
  • બળબળતા તાપમાં શર્ટલેસ થઈને બોબી દેઓલે આ રીતે શૂટ કર્યો હતો એક્શન સીન્સ, Bobby Deol Shoot In Abu Dhabhi

બળબળતા તાપમાં શર્ટલેસ થઈને બોબી દેઓલે આ રીતે શૂટ કર્યો હતો એક્શન સીન્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 'રેસ 3'નો મેકિંગ વીડિયો રીલિઝ થઈ ગયો છે. આ વીડિયો સલમાન ખાન ફિલ્મ્સના યુ ટ્યૂબ ચેનલ પર છે. વીડિયોમાં ડિરેક્ટર રેમો ડિસોઝા બતાવે છે કે તેણે કેવી રીતે તમામ અસલી લક્ઝૂરિયસ કાર્સને બ્લાસ્ટમાં ઉડાવી દીધી, જેથી સીન વધુ વાસ્તવિક લાગે. આ સાથે જ વીડિયોમાં બળબળતા તાપમાં બોબી દેઓલ તથા અનિલ કપૂર કેવી રીતે શૂટિંગ કરે છે, તે પણ બતાવ્યું છે.


અબુ ધાબીમાં કર્યું છે શૂટિંગઃ
અબુ ધાબીની ગરમીમાં બોબી દેઓલે શર્ટલેસ થઈને શૂટિંગ કર્યું હતું. બોબી તથા અનિલ કપૂરે સાથે શૂટિંગ કર્યું હતું. અનિલ કપૂર તથા બોબીનો જ્યારે પણ શોટ પૂરો થાય એટલે બાજુમાં ઉભેલી રોલ્સ રોય્સ કારમાં બેસીને જતા અને એસી ઓન કરી દેતા.


ગરમીથી બચવા માટે મૂકવામાં આવી હતી કારઃ
સેટ પર ગરમીથી બચવા માટે લક્ઝૂરિયસ કાર્સ મૂકવામાં આવી હતી. જેમાં રોલ્સ રોય્સ ખાસ અનિલ કપૂર તથા બોબી દેઓલ માટે રાખવામાં આવી હતી.