• Home
  • Bollywood
  • Film Release
  • બોબી તથા નીલમ વચ્ચે હતાં પાંચ વર્ષ સુધી સંબંધો, bobby deol and neelam broke up for this reason

સલ્લુની 'બહેન' સાથે પાંચ વર્ષ સુધી હતું બોબી દેઓલનું અફેર, ધરમપાજીને કારણે ના થયા લગ્ન

ધર્મેન્દ્રનો પુત્ર તથા એક્ટર બોબી દેઓલ ફિલ્મ 'રેસ 3'માં સલમાન ખાન સાથે જોવા મળશે.

divyabhaskar.com | Updated - May 30, 2018, 12:03 PM
બોબી તથા નીલમ વચ્ચે હતાં પાંચ વર્ષ સુધી સંબંધો, bobby deol and neelam broke up for this reason

મુંબઈઃ ધર્મેન્દ્રનો પુત્ર તથા એક્ટર બોબી દેઓલ ફિલ્મ 'રેસ 3'માં સલમાન ખાન સાથે જોવા મળશે. બોબી દેઓલે નોન-ફિલ્મી બેક ગ્રાઉન્ડ પરિવારની તાન્યા દેઓલ સાથે લગ્ન કર્યાં છે. જોકે, ઘણાં ઓછા લોકોને ખ્યાલ છે કે બોબીના સંબંધો સલમાનની ઓનસ્ક્રિન બહેન('હમ સાથ સાથ હૈં') તથા એક્ટ્રેસ નીલમ સાથે રહ્યાં હતાં. બંને વચ્ચે પાંચ વર્ષ સુધી સંબંધો હોવાનું માનવામાં આવે છે.

આ કારણે ના થયા લગ્નઃ
એક સમય હતો જ્યારે બોબી તથા નીલમ એકબીજા માટે ઘણાં જ સીરિયસ હતાં અને ક્લોઝ ફ્રેન્ડ્સ આજે પણ આ વાતનો સ્વીકાર કરે છે. આ બંનેના લગ્ન બોબીના પિતા ધર્મેન્દ્રને કારણે ના થયા તેમ કહેવાય છે. ધર્મેન્દ્ર આ સંબંધને લઈ વિરોધમાં હતાં. તેઓ પરિવારમાં એક્ટ્રેસને વહુ તરીકે લાવવા માંગતા નહોતાં અને તેથી જ તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું. નીલમે સ્ટાર-ડસ્ટ મેગેઝિનમાં બ્રેક-અપ તથા બોબી સાથેના સંબંધોને લઈ ખુલ્લા મનથી વાત કરી હતી. તેણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે તેમના વચ્ચેના સંબંધો માત્ર ને માત્ર તેમણે પરસ્પર સહમતિથી તોડ્યા હતાં અને આમાં ત્રીજી વ્યક્તિનો કોઈ હાથ નહોતો. નીલમે કહ્યું હતું કે એ વાત સાચી હતી કે બોબી અને તે અલગ થયા. તેને પોતાની પર્સનલ લાઈફ અંગે વાત પસંદ નથી પરંતુ તેના સંબંધોને લઈ અનેક વાતો કરવામાં આવતી હતી અને તેથી જ તેણે આ અંગે વાત કરવાનું નક્કી કર્યું હતું. તે નથી ઈચ્છતી કે લોકો તે વાત પર વિશ્વાસ કરે જે ખોટી છે. પૂજા ભટ્ટ તથા બોબી દેઓલની નિકટતાને કારણે તેમના સંબંધો તૂટ્યાં તે વાત પણ ખોટી છે.

(વાંચો, બ્રેક-અપના દર્દને નીલમે કહ્યું હતું કે ઈમોશનલ સર્જરી....)

બોબી તથા નીલમ વચ્ચે હતાં પાંચ વર્ષ સુધી સંબંધો, bobby deol and neelam broke up for this reason

ઈમોશનની સર્જરી છે બ્રેક-અપઃ નીલમ
નીલમે કહ્યું હતું કે અલગ થવું એક દર્દનાક પ્રોસેસ હોય છે. બંને વ્યક્તિ જ્યારે અલગ થાય છે, ત્યારે ઘણું જ દર્દ થાય છે. આ ઈમોશનની સર્જરી જેવું હોય છે, જેમાં એક જગ્યાને હટાવીને બીજી જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્થિતિમાં એક હિલિંગ પ્રોસેસ પણ હોય છે, જે સર્જરીને હેલ્થી રીતે ઠીક કરે છે. સમય એક એવી વસ્તુ છે, જે ધીમે ધીમે બધું જ ઠીક કરી છે. તે એવી જ વ્યક્તિમાં સામેલ છે, જે સમયની સાથે ઠીક થઈ. તેણે પોતાના જીવનમાં ઘણો જ વિચાર કર્યો અને પછી આ મોટું પગલું ભર્યું હતું. ત્યારબાદ તેણે એક નિર્ણય લીધો અને તે નિર્ણયમાં કાયમ કરી કારણ કે ત્યારપછી તેની પાસે રડવા સિવાય કોઈ વિકલ્પ નહોતી. તેણે લાઈફમાં આગવું વધવાનું હતું કારણ કે તેની પાસે લાંબી જિંદગી પડી હતી અને તેણે સહમતિથી આ નિર્ણય લીધો હતો.

બોબી તથા નીલમ વચ્ચે હતાં પાંચ વર્ષ સુધી સંબંધો, bobby deol and neelam broke up for this reason

નીલમને લાગ્યું કે તે બોબી સાથે ખુશ નથીઃ
નીલમે ઈન્ટરવ્યૂમાં આગળ કહ્યું હતું કે આ તેના જીવનનો સૌથી સેન્સીબલ ડિસિઝન હતું. આ નિર્ણયથી તેનો પરિવાર ઘણો જ ખુશ થયો હતો. ત્યારબાદ તેણે જીવનની એ વાતો પર ફોક્સ કરવાની શરૂઆત કરી, જેને તે ઈગ્નોર કરતી હતી. તેને લાઈફમાં ફ્રેશ સ્ટાર્ટ થવાની જરૂર હતી. ત્યારબાદ તેને લાગ્યું કે તે એ વ્યક્તિ સાથએ ક્યારેય ખુશ રહી શકશે નહીં. તેણે પાંચ વર્ષ યાદ છે, જ્યારે તે ખુશ રહેવાની વાતને રિયલાઈઝ કરવામાં સમય લાગ્યો હતો. તેને પછીથી એ વાત સમજમાં આવી ગઈ હતી. જોકે, તેને મોડે મોડે પણ આ વાત સમજમાં આવી હતી. જોકે, તે એકવાર નક્કી કરી લે તો તેને પૂરું કરીને જ રહે છે. તે 15 દિવસ માટે યુએસએ ચેરિટી ઈવેન્ટ માટે ગઈ હતી. ત્યારે તેને જીવન અંગે વિચારવાનો સમય મળ્યો હતો. તેણે ભૂતકાળ, વર્તમાન તથા ભવિષ્ય અંગે વિચાર્યું અને આ સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો. જ્યારે તે પાછી ફરી ત્યારે તેણે બોબીને આ અંગે વાત કરી અને બંનેએ આ નિર્ણયને માન આપ્યું.

બોબી તથા નીલમ વચ્ચે હતાં પાંચ વર્ષ સુધી સંબંધો, bobby deol and neelam broke up for this reason

દેઓલ તથા કોઠારી પરિવારની નથી થઈ મુલાકાતઃ
નીલમે કહ્યું હતું કે તેને ખ્યાલ નથી કે તેના પરિવારમાં તેને લઈને શું વાતો થતી હતી. સની અને તેણે ક્યારેય શૂટિંગ સમયે આ અંગે વાત કરી નથી. 1998માં તેઓ 'પાપા કી દુનિયા'ના શૂટિંગમાં વ્યસ્ત હતાં અને તેમની વચ્ચે સારું બોન્ડિંગ હોવા છતાંય તેણે આ અંગે વાત કરી નથી. તે ક્યારેય બોબીના પેરેન્ટ્સને મળી નથી અને તેને એ પણ ખ્યાલ નથી કે બોબીએ તેના પેરેન્ટ્સને આ અંગે વાત કરી હશે. પહેલાં એવી વાત હતી કે તેના પેરેન્ટ્સ તથા બોબીના પેરેન્ટ્સ એકબીજાને મળ્યાં પરંતુ આવું ક્યારેય બન્યું જ નહોતું. જોકે, બધાને ખ્યાલ હતો કે અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ.

બોબી તથા નીલમ વચ્ચે હતાં પાંચ વર્ષ સુધી સંબંધો, bobby deol and neelam broke up for this reason

આ છે નીલમ-બોબીના પાર્ટનરઃ
નીલમે બેવાર લગ્ન કર્યાં છે. પહેલાં લગ્ન યુકેના બિઝનેસમેન ઋષિ સેઠિયા સાથે કર્યાં હતાં અને તેનાથી ડિવોર્સ લીધા બાદ ટીવી એક્ટર સમીર સોની સાથે બીજા લગ્ન કર્યાં હતાં. બંનેએ દીકરી આહના દત્તક લીધી છે. સમીરના પણ આ બીજા લગ્ન છે. તેણે પહેલાં લગ્ન રાજલક્ષ્મી આર રાય સાથે કર્યાં હતાં. બોબી દેઓલે 1996માં તાન્યા સાથે લગ્ન કર્યાં હતાં. તાન્યા બિઝનેસ પરિવારમાંથી આવે છે. તે પોતાનો 'ધ ગુડ અર્થ' નામનો ફર્નિચર તથા હોમ ડેકોરનો શો-રૂમ ચલાવે છે. તાન્યાએ 'જુર્મ' તથા 'નન્હે જેસલમેર' માટે કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યાં હતાં. આ સિવાય ટ્વિંકલ ખન્ના 'વ્હાઈટ વિંડો' સ્ટોરમાં કામ કર્યું હતું.

X
બોબી તથા નીલમ વચ્ચે હતાં પાંચ વર્ષ સુધી સંબંધો, bobby deol and neelam broke up for this reason
બોબી તથા નીલમ વચ્ચે હતાં પાંચ વર્ષ સુધી સંબંધો, bobby deol and neelam broke up for this reason
બોબી તથા નીલમ વચ્ચે હતાં પાંચ વર્ષ સુધી સંબંધો, bobby deol and neelam broke up for this reason
બોબી તથા નીલમ વચ્ચે હતાં પાંચ વર્ષ સુધી સંબંધો, bobby deol and neelam broke up for this reason
બોબી તથા નીલમ વચ્ચે હતાં પાંચ વર્ષ સુધી સંબંધો, bobby deol and neelam broke up for this reason
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App