Bollywood / અનુષ્કા શર્માની આ ફિલ્મ્સે બોક્સ ઓફિસ પર મચાવી હતી ધમાલ, જાણો પ્રથમ દિવસે ZEROએ કેટલી કરી કમાણી!

divyabhaskar.com

Dec 22, 2018, 12:47 PM IST
Box office list of anushka sharmas highest grosser films of all time

મુંબઈઃ અનુષ્કા શર્માને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ થઈ ચૂક્યા છે. આ 10 વર્ષમાં અનુષ્કા શર્માના કરિયરનો ગ્રાફ સતત ઉપર જ ગયો છે. અનુષ્કા શર્મા બોલિવૂડની ટોચની એક્ટ્રેસિસની લિસ્ટમાં સામેલ છે. તેણે એક પછી એક હિટ ફિલ્મ્સ આપી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. હવે તેની શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથેની ફિલ્મ ZERO રીલિઝ થઈ ચૂકી છે. ‘ઝીરો’ના ટ્રેલરે ઘણી લોકપ્રિયતા મેળવી હતી અને તે બોક્સ ઓફિસ પર પણ ધમાકેદાર પ્રદર્શન કરશે તેવી આશા છે. ફિલ્મ પહેલા ડિરેક્ટર આનંદ એલ.રાયે ફેન્સને વચન આપ્યું હતું કે તે શાહરૂખને નવા અવતારમાં દર્શકો સામે રજૂ કરશે. પરંતુ તે આમા સફળ થયા લાગતા નથી. આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી મિક્સ રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મના પ્રથમ દિવસની કમાણીની વાત કરીએ તો તેમાં પણ ઠીક-ઠાક કલેક્શન કર્યું હોય તેવું કહી શકાય છે. હવે ફિલ્મની કમાણી માઉથ પબ્લિસિટી પર જ નિર્ભર છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા પોતાના રોલમાં ઢળવા માટે સેટ પર તો વ્હીલચેર પર ફરતી પરંતુ તેની સાથે ઘરમાં પણ વ્હીલચેર પર જ કામ કરતી હતી.

પ્રથમ દિવસે ફિલ્મે કરી 20.14 કરોડની કમાણી


- ફિલ્મ ‘ઝીરો’એ પ્રથમ દિવસે 20.14 કરોડની કમાણી કરી હોવાનું ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જાહેર કર્યું હતું. આ સાથે આશા રાખવામાં આવી રહી છે કે ફિલ્મ શનિવાર અને રવિવારે સારો દેખાવ કરશે. ફિલ્મને ક્રિશમસની લાંબી રજાઓનો ફાયદો પણ મળશે.
- ફિલ્મમાં ભલે શાહરૂખ, કેટરીના અને અનુષ્કા શર્માએ શાનદાર એક્ટિંગ કરી હોય અને તેની પ્રશંસા થઈ રહી છે. પરંતુ દર્શકોને ફિલ્મની વાર્તા નથી ગમી રહી. જોકે ટ્રેડ પંડિતો જણાવી રહ્યાં છે કે ફિલ્મ 100 કરોડના કલબમાં સામેલ થવા 5 દિવસ લેશે. ક્રિસમસના દિવસે ફિલ્મ 25-30 કરોડની કમાણી કરી શકે છે.
- ફિલ્મ ‘ઝીરો’ 180 કરોડ જેટલા બજેટમાં બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેને વિશ્વભરમાં 5965 સ્ક્રિન પર રીલિઝ કરવામાં આવી છે અને ભારતમાં 4380 સ્ક્રિન્સ મળી છે.

અનુષ્કા શર્માના કરિયરની સૌથી સફળ ફિલ્મ્સ

ફિલ્મ વર્ષ કમાણી
પીકે 2014 339.50 કરોડ રૂપિયા
સુલતાન 2016 300.45 કરોડ રૂપિયા
જબ તક હૈ જાન 2012 120.65 કરોડ રૂપિયા
એ દિલ હૈ મુશ્કિલ 2016 112.50 કરોડ રૂપિયા
રબને બનાદી જોડી 2008 86 કરોડ રૂપિયા
સુઈ ધાગા 2018 79.02 કરોડ રૂપિયા
દિલ ધડકને દો 2015 76.88 કરોડ રૂપિયા
જબ હૈરી મેટ સેજલ 2017 62.05 કરોડ રૂપિયા
મટરુ કી બીજલી કા મંડોલા 2013 42.00 કરોડ રૂપિયા
લેડીઝ વર્સેઝ વિક્કી બહલ 2011 37.00 કરોડ રૂપિયા

સ્કૂલની બહાર સમોસા વેચતા સિંગર નેહા કક્કરના પિતા, રડતા-રડતા જણાવી હતી આ વાત, હવે 1 કરોડથી વધુની કિંમતના ઘરમાં રહે છે નેહા

X
Box office list of anushka sharmas highest grosser films of all time
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી