Home » Bollywood » Film Release » every raksha bandhan, jaya bachchan sent a rakhi to arvind pandya

અમિતાભની એક ઝલક માટે રોજ હજારો ચાહકો ઉભા રહે છે બંગલે, એક ગુજરાતી ફૅન માટે બિગ બીએ પૂરા પરિવાર સાથે દરવાજે ઉભા રહીને જોઈ હતી રાહ

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 03:48 PM

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' રીલિઝ થઈ ચૂકી છે

 • every raksha bandhan, jaya bachchan sent a rakhi to arvind pandya

  મુંબઈઃ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' રીલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં આમિર ખાન, કેટરિના કૈફ તથા ફાતિમા સના શેખ છે. 300 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મને વિજય કૃષ્ણ આચાર્યે ડિરેક્ટર કરી છે. 76ની ઉંમરમાં પણ અમિતાભના ચાહકો બહોળા પ્રમાણમાં છે. આજે પણ તેમની એક ઝલક માટે તેમના બંગલાની બહાર હજારો ચાહકો ઉભા રહે છે. ઘણાં ઓછા ચાહકોને ખ્યાલ હશે કે અમિતાભે પોતાના એક ચાહક માટે પૂરા પરિવાર સાથે ઉભા રહીને દરવાજા આગળ રાહ જોઈ હતી.


  ઊંધા દોડવાનો કર્યો નિર્ણયઃ
  1982માં 'કુલી'ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ થયા હતાં. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા અમિતાભ બચ્ચન માટે આખા દેશમાં પ્રાર્થનાઓ થતી હતી. આ સમયે વડોદરા સ્થિત એક ગુજરાતી યુવાને એક મુશ્કેલ પ્રતિજ્ઞા કરી, અને તે પ્રમાણે કરી પણ બતાવ્યું. એ યુવાનનું નામ હતું અરવિંદ મોરારભાઇ પંડ્યા, તેણે અમિતાભના સ્વસ્થ થઇ જવાની મનોકામના સાથે પ્રતિજ્ઞા કરી કે અમિતાભજી સ્વસ્થ થઇ જશે તો તે અહીં વડોદરાના દાંડિયા બજાર સ્થિત સિદ્ધિવિનાયકના મંદિરેથી ઊંધા દોડતા મુંબઇ ખાતે સિદ્ધિ વિનાયકના મંદિરે પહોંચશે. વડોદરાના અરવિંદ પંડ્યાની આકરી બાધા ફળી અને અમિતાભ સ્વસ્થ બની તેમના ઘરે પહોંચ્યા અને અરવિંદ પંડ્યા નીકળી પડ્યો તેની એ પ્રતિજ્ઞા પુરી કરવા. અરવિંદ પંડ્યા વડોદરાથી મુંબઇનું ૫૦૦ કિમી.નું અંતર ઊંધા દોડતા પુરુ કરવા નીકળ્યો ત્યારે સૌની આંખોમાં સવાલ હતો, શું આ શક્ય બનશે..? ઊંધા દોડતા ૫૦૦ કીમી.નું અંતર કપાશે ખરું..? પરંતુ ૧૩ દિવસ સુધી તે દોડ્યો, વહેલી સવારથી બપોર સુધી,તે બાદ આરામ કરી, ક્યારેક પગમાં મસાજ કરાવે તો વળી ક્યારેક કલાકો સુધી પાણીમાં પગ મુકી રાખી વેદના દબાવી રાખીને પણ તે દોડતો રહ્યો. તેની સાથે કારમાં હતા તેના માતા-પિતા અને બહેન.


  જયા બચ્ચને અરવિંદને માન્યો ભાઈઃ
  13માં દિવસે મહામુસીબતે તે મુંબઇ સિદ્ધિ વિનાયકના મંદિરે પહોંચી ગયો હતો. ગણેશજીના દર્શન કરી પ્રભુનો પાડમાની અમિતાભના ઘરે પહોંચ્યો, ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ખુદ અમિતાભ,તેમના પિતા હરિવંશરાય બચ્ચન, તેમની માતા તેજી બચ્ચન તેમના બંગલાની મુખ્ય દરવાજાની બહાર આવી ગયા. અમિતાભ આ પ્રસંગે એટલાં ભાવવિભોર અને ગદગદિત થઇ ગયા કે તેઓ અરવિંદપંડ્યા પગ સમક્ષ ઝૂકી પડ્યા હતા, કોઇ યુવાન વડીલ પાસે લાગણીવશ બની ઝૂકી જાય એમ અમિતાભ ગુજરાતી યુવાન અરવિંદ પંડ્યા સામે ઝુકી પડ્યા હતા. અમિતાભ બચ્ચને ગદગદિત કંથે કહ્યું હતું કે ભાઇ આવી કઠિન પ્રતિજ્ઞા ન લેવાય, પ્રભુનો પાડ માનું છું કે પ્રતિજ્ઞા પુરી કરાવવાની કૃપા પ્રભુએ કરતા તને જરૂરી શક્તિ આપી, તારી હિંમત દાદ માગી લે છે. તેમના પિતા હરિવંશરાય બચ્ચને પણ અરવિંદનો આભાર માન્યો હતો. આટલું જ નહીં જયાએ અરવિંદ પંડ્યાની આરતી પણ ઉતારી હતી. બાદમાં અમિતાભ, તેમના પત્ની જયા બચ્ચન સહિતના કુંટુંબીઓ અરવિંદ પંડ્યાના માતા-પિતા સાથે મુંબઇ ખાત સિદ્ધિ વિનાયકના મંદિરે પહોંચી પ્રભુ ગણેશજીના દર્શન કરી ભગવાનના આશિર્વાદ લઇ પરત ફર્યા હતા. અરવિંદ સહિતનાને અમિતાભે તેમના ઘરે બોલાવ્યા હતા. અમિતાભની પત્ની જયા બચ્ચને વડોદરાના અરવિંદની અતુલ્ય કામગીરી અને અમિતાભ પ્રત્યેની ભાવનાની કદર કરતા અરિંવદ પંડ્યાને રાખડી બાંધી ભાઇ બનાવ્યો હતો. ત્યારથી આજ સુધી જયા બચ્ચન દ્વારા અરવિંદ પંડ્યાને રાખડી મોકલવાનો સિલસિલો ચાલુ રાખવામાં આવ્યો છે.


  હાલમાં લંડનમાં:
  વડોદરાના અરવિંદ પંડ્યા હાલ યુ.કેમાં પણ પોતાનું ઘર ધરાવે છે અને અવાર-નવાર થોડો સમય ભારત અને યુ.કે.માં પસાર કરે છે.

  સતત બીજા વર્ષે અમિતાભ બચ્ચને ના આપી દિવાળી પાર્ટી, માત્ર લક્ષ્મી પૂજા કરી

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ