• Gujarati News
  • National
  • કટ બોલ્યા બાદ પણ બિગ બી 15 મિનિટ સુધી ઉઠ્યા નહીં,

કટ બોલ્યા બાદ પણ બિગ બી 15 મિનિટ સુધી ઉઠ્યા નહીં, સેટ પર મચ્યો હતો હડકંપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ '102 નોટ આઉટ' ક્રિટિક્સ તથા ચાહકોને ઘણી જ પસંદ આવી છે. આ ફિલ્મમાં અમિતાભ 102 વર્ષની ઉંમરના દત્તાત્રેય વખારિયા બન્યા છે. જ્યારે તેમનો પુત્ર 75 વર્ષીય રીષિ બાબુલાલના રોલમાં છે. ડિરેક્ટર ઉમેશ શુક્લાએ હાલમાં જ ફિલ્મના સેટની કેટલીક રસપ્રદ વાતો શૅર કરી હતી. ઉમેશ શુક્લાએ કહ્યુ હતુ કે સેટ પર એક ઘટના બની હતી અને તેમાં બિગ બી 15 મિનિટ સુધી ઉભા થયા નહોતાં.


ઉંઘતા જ રહ્યા બિગ બીઃ
ડિરેક્ટર શુક્લાએ કહ્યુ હતુ કે એક સીનમાં અમિતાભ બચ્ચન એક સીનમાં સૂતા હોય છે અને રીષિ કંઈક માહિતી આપીને જતા રહ્યા છે. રીષિ આ રીતે સીન આપે છે અને ડિરેક્ટર કટ પણ બોલે છે. જોકે, તેમ છતાંય બિગ બી સૂતા જ રહે છે. તે 15 મિનિટથી વધુ સમય થયા બાદ પણ ઉઠતા નથી. આ વાતને કારણે સેટ પર તમામ લોકો ડરી ગયા હતાં. અને જ્યારે ડિરેક્ટરે તેમને ઉઠાડ્યા ત્યારે બિગ બીએ એમ કહ્યુ હતુ કે તેમને રિયલમાં ઉંઘ આવી ગઈ હતી. બિગ બીની આ વાત સાંભળીને હાજર રહેલા તમામે રાહતનો દમ લીધો હતો.


(વાંચો, ફિલ્મની રસપ્રદ વાતો...)