Divya Bhaskar

Home » Bollywood » Flashback » kim sharma co actor nakul kapoor now a yoga teacher

એક ફિલ્મથી છવાયેલા આ સ્ટારની હાલત થઈ ખરાબ, આ કામ કરવા છે મજબૂર

Divyabhaskar.com | Updated - Oct 11, 2017, 06:04 PM

'તુમસે અચ્છા કૌન હૈ'માં નકુલ આરતી છાબરિયા અને કિમ શર્મા સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો

  • kim sharma co actor nakul kapoor now a yoga teacher
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી 'તુમસે અચ્છા કૌન હૈ' આરતી છાબરિયા સાથે અને હાલમાં નકુલ
    મુંબઈઃ વર્ષ 2002માં દીપક આનંદ નિર્દેશિત 'તુમસે અચ્છા કૌન હૈ' રીલિઝ થઈ હતી. આ ફિલ્મના સોંગ્સ 'આંખ હૈ ભરી ભરી...', 'યે ઉન દીનો કી બાત હૈ...' અને 'ચાંદ તારે ફુલ શબનમ...' ખૂબ જ હિટ રહ્યા હતા. તેમજ આ ફિલ્મનો હિરો પણ રાતોરાત દેશભરમાં જાણીતો બની ગયો હતો. જોકે આજે આ એક્ટર ક્યાં છે અને શું કરે છે, તે અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે.
    'તુમસે અચ્છા કૌન હૈ'થી કર્યું હતું ડેબ્યૂ
    વર્ષ 2002માં 'તુમસે અચ્છા કૌન હૈ'થી બોલિવૂડ ડેબ્યૂ કરનારા નકુલ કપૂરને આજે દુનિયા ભુલી ગઈ છે. પરંતુ એક સમયે આ એક્ટર પર લાખો યુવતીઓ આફરીન હતી. ફિલ્મ રીલિઝ થયા બાદ તે રાતોરાત દેશભરમાં જાણીતો બની ગયો હતો. ફિલ્મ પણ સારી એવી ચાલી હતી. પરંતુ તેની આ પહેલી ફિલ્મ કરિયરની છેલ્લી ફિલ્મ સાબિત થઈ હતી.
    આગળ જાણો નકુલ કપૂરની કરિયર અને હાલની લાઈફ અંગેની વધુ વાતો
  • kim sharma co actor nakul kapoor now a yoga teacher
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    'તુમસે અચ્છા કૌન હૈ'માં આરતી છાબરિયા સાથે નકુલ
    આરતી છાબરિયા અને કિમ શર્મા સાથે કર્યો રોમાન્સ
     
    નકુલે 'હો ગઈ હૈ મોહબ્બત તુમસે' આલ્બમમાં એક્ટ્રેસ શિબાની કશ્યપ સાથે કામ કર્યું હતું. આ આલ્બમ વર્ષ 1998માં રીલિઝ થયો હતો. આ આલ્બમ જોયા બાદ તેને ફિલ્મ્સની ઓફર મળવા લાગી હતી. 'તુમસે અચ્છા કૌન હૈ'માં નકુલ કિમ શર્મા અને આરતી છાબરિયા સાથે લીડ રોલમાં હતો.
  • kim sharma co actor nakul kapoor now a yoga teacher
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    'તુમસે અચ્છા કૌન હૈ'માં આરતી છાબરિયા સાથે નકુલ
    કેનેડામાં યોગા ટીચર બની ગયો છે નકુલ
     
    ફિલ્મના સોંગ્સ પણ સુપરહિટ સાબિત થયા હતા. જોકે આ ફિલ્મ બાદ નકુલે બોલિવૂડ સાથેનો સંબંધો તોડી નાંખ્યા અને હાલ તે કેનેડામાં યોગા ટીચર બની ગયો છે. નકુલ ડિવાઈન લાઈટ નામનું યોગા ઈન્સ્ટિટ્યુટ ચલાવે છે. અહીં આવનારા લોકોને તે યોગા શીખવે છે.
     
  • kim sharma co actor nakul kapoor now a yoga teacher
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    વધી ગઈ છે દાઢી અને વજન
     
    નકુલે દાઢી અને વજન બન્ને વધારી દીધા છે. એક સમયે તો તેના મોતની અફવા પણ ઉડી હતી. પરંતુ બાદમાં તેણે મીડિયા સામે આવીને કહ્યું હતું કે, તે ઠીક છે અને કેનેડામાં છે.પાસે અમુક ફિલ્મની ઓફર્સ છે, પણ તે બીજીવાર ભારત આવવાના મૂડમાં નથી. નકુલ દિલ્હીના બારાખંબા રોડનો રહેવાસી છે. નકુલના આ ફોટોઝથી સ્પષ્ટ થાય છે કે, તે પોતાના સ્ટારડમને બચાવી શક્યો નથી અને હવે ટીચર બની ગયો છે.
     
  • kim sharma co actor nakul kapoor now a yoga teacher
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ભારત આવવા નથી તૈયાર
     
    નકુલ પાસે અમુક ફિલ્મની ઓફર્સ છે, પણ તે બીજીવાર ભારત આવવાના મૂડમાં નથી. નકુલ દિલ્હીના બારાખંબા રોડનો રહેવાસી છે. નકુલના આ ફોટોઝથી સ્પષ્ટ થાય છે કે, તે પોતાના સ્ટારડમને બચાવી શક્યો નથી અને હવે ટીચર બની ગયો છે.
     
    આગળની સ્લાઈડ્સમાં નકુલના વધુ ફોટોઝ
  • kim sharma co actor nakul kapoor now a yoga teacher
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • kim sharma co actor nakul kapoor now a yoga teacher
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    યોગા શીખવી રહેલો નકુલ
  • kim sharma co actor nakul kapoor now a yoga teacher
    'તુમસે અચ્છા કૌન હૈ'ની પ્રમોશનલ ઈવેન્ટમાં કિમ શર્મા અને આરતી છાબરિયા સાથે નકુલ કપૂર
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending