વિજળી જતાં ચમક્યું રફીનું નસીબ, કિશોર કુમાર સાથે હતી ગાઢ મિત્રતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: બોલિવૂડ સિંગર મોહમ્મદ રફી)
મુંબઇ: 31 જુલાઇ, 1980ના રોજ દુનિયાને અલવિદા કહી જનાર મોહમ્મદ રફીના અવાજ વગર હિંદી સિનેમાની કલ્પના પણ થઇ શકતી નથી. તેમનો જન્મ 24 ડિસેમ્બર, 1924ના રોજ પંજાબના એક ગામ કોટલા સુલ્તાન સિંહમાં થયો હતો. રફીએ સંગીતની શિક્ષા ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન પાસેથી લીધી હતી. હંમેશા મોટા ભાઇની દુકાન પર ગાઇ લોકોની પ્રશંસા જીતનાર રફીએ તેમનું પહેલું પ્રદર્શન લાહોર આકાશવાણી પર આપ્યું હતું.
એ સમયના પ્રસિદ્ધ ગાયક કુંદન લાલ સહગલે સ્ટેજ પર વીજળી ન હોવાને લીધે ગાવાની ના પાડી હતી, આવામાં 13 વર્ષીય મોહમ્બદ રફીને ગાવાની તક આપવામાં આવી હતી. તેમનું ગીત સાંભળીને હિંદી સિનેમાના પ્રસિદ્ધ સંગીતકાર શ્યામ સુંદરે તેમને મુંબઇ આવવા માટે આમંત્રિત કર્યા હતા. આ રીતે મોહમ્મદ રફીની ફિલ્મી ગાયિકીની શરૂઆત થઇ હતી. તેમનું પહેલું ગીત પંજાબી ફિલ્મ 'ગુલ બલોચ'માં હતું, જ્યારે પ્રથમ હિંદી ગીત સંગીતકાર નૌશાદ માટે 'પહલે આપ' નામની ફિલ્મ માટે ગાયું હતું.
બેજૂ-બાવરામાં પ્લેબેક સિંગિંગ કર્યા પછી રફીને પાછળ વળીને જોયું નથી. નૌશાદ, શંકર-જયકિશન, એસ.ડી.બર્મન, ઓ.પી.નૈય્યર, મદન મોહન જેવા મ્યુઝિક ડિરેક્ટર્સની પહેલી પસંદ બની ચૂકેલા રફી અનેક અભિનેતાઓનો અવાજ બની ગયા હતા. રફી સમગ્ર કરિયર દરમિયાન 23 વાર ફિલ્મફેર એવોર્ડ્સ માટે નોમિનેટ થયા હતા અને છ એવોર્ડ મેળવ્યા હતા.
આગળ જુઓ, રફીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો...