તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિધન પહેલાં રાજેશ ખન્નાએ જમાઈ અક્ષય કુમારને આપી હતી આ સલાહ...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ 18 જુલાઈ, 2012ના રોજ વરસાદ વરસી રહ્યો હતો પરિવારે રાજેશ ખન્નાના નિધનની જાહેરાત કરી હતી. મુંબઈમાં ભારે વરસાદ તો નહોતો પડતો પરંતુ કાર્ટર રોડ, બ્રાંદ્રા વેસ્ટમાં આવેલા આર્શીવાદ બંગલામાંથી રડવાનો અવાજ આવતો હતો. આ રડવાના અવાજ પરથી લાગી રહ્યું હતું કે બોલિવૂડે પોતાનો પહેલો સુપરસ્ટાર ગુમાવી ચૂક્યો છે. આ સિવાય વરસતા વરસાદમાં એવું લાગી રહ્યું હતું કે બોલિવૂડના પ્રથમ સુપરસ્ટારના જવાથી ઉપરવાળો પણ રડી રહ્યો છે.

માથું હલાવીને આગવા અંદાજમાં કરતાં એક્ટિંગઃ
60ના દાયકામાં રાજેશ ખન્નાએ બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. તે સમયે દિલીપ કુમાર, રાજ કપૂર તથા દેવઆનંદ છવાયેલા હતાં. આ સિવાય ધર્મેન્દ્ર, શમ્મી કપૂર અને મનોજ કુમાર પણ હતાં. જોકે, આમાંથી કોઈને પણ રાજેશ ખન્નાને મળી એટલી લોકપ્રિયતા ક્યારેય મળી શકી નહીં. રાજેશ ખન્નાનું દેખાવ જ આ તમામથી અલગ હતો. રોઝી કોમ્પ્લેક્શન, તોફાની હાસ્ય, માસૂમ આંખો, ફેશનેબલ ઈન્ડિયન ક્લોથ્સ, મેલોડ્રામેડિટક એક્ટિંગ અને વારંવાર માથું હલાવવાની આગવી અદા..

જમાઈ અક્ષયને આપી સલાહઃ
જોકે, તેમનો સમય તો વરસતા વરસાદમાં મુંબઈમાં બપોરના પૂરો થયો હતો. ખરાબ તબિયત, અડધું જીવન ડિપ્રેશનમાં પસાર કર્યું, આ વિચિત્ર અને તરંગી ઈન્ડસ્ટ્રિઝે સ્ટારડમ આપ્યું અને પાછું પણ લઈ લીધું..રાજેશ ખન્ના આર્શીવાદમાં પરિવારની વચ્ચે 'આનંદ' ફિલ્મની જેમ જ નિરાંતે પોઢી ગયાં હતાં. ભારતના પહેલાં સુપરસ્ટારે જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે બોલિવૂડનો હાલનો સુપરસ્ટાર અક્ષયકુમાર સાથે હતાં. અક્ષયકુમારને એકવાર રાજેશ ખન્નાએ કહ્યું હતું કે ડાન્સ, એન્ટરટેઈન્ટ અને સારી એક્શન કરવી પરંતુ ફિલ્મ કરવાનો મુખ્ય ધ્યેય તો એક્ટિંગ જ હોવી જોઈએ અને ખિલાડી સીરિઝ ટાઈપની ફિલ્મ્સમાં વધુ કામ કરવું નહીં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, રાજેશ ખન્નાના જીવન સાથે સંકળાયેલી ખાસ વાતો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો