1

Divya Bhaskar

Home » Bollywood » Flashback » bollywood actor raj kiran in us last 14 years

14 વર્ષથી ગુમનામ આ એક્ટર છે ગાંડાની હોસ્પિટલમાં, પત્ની-દીકરીએ છોડ્યો સાથ

Divyabhaskar.com | Last Modified - Apr 05, 2017, 12:04 AM IST

'અર્થ' અને 'કર્જ' જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલો એક્ટર રાજ કિરણ છેલ્લાં 14થી વધુ વર્ષથી બોલિવૂડમાં ગુમાન હતો

  • bollywood actor raj kiran in us last 14 years
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈઃ 'અર્થ' અને 'કર્જ' જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલો એક્ટર રાજ કિરણ છેલ્લાં 14થી વધુ વર્ષથી બોલિવૂડમાં ગુમાન હતો. વચ્ચે એવી ચર્ચા હતી કે તે અમેરિકામાં કૅબ ચલાવે છે પછી કહેવામાં આવ્યું કે તે મૃત્યુ પામ્યો છે. જોકે, થોડાં સમય પહેલાં જ રીષિ કપૂરને ખબર પડી કે તે અમેરિકાની એક મેન્ટલ હોસ્પિટલમાં છે અને પોતાની સારવાર કરાવી રહ્યો છે. જોકે, તેના પરિવારે સતત આ વાતનો ઈનકાર કર્યો હતો.

    રીષિએ કર્યો હતો આ ખુલાસોઃ
    - રાજકિરણે 30થી વધુ ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 1982માં સ્મિતા પાટિલ તથા શબાના આઝમી સાથે 'અર્થ'માં કામ કર્યું હતું. 1980માં 'કર્ઝ'માં રીષિ કપૂર તો 1988માં 'એક નયા રિશ્તા'માં રેખા સાથે કામ કર્યું હતું.
    - છેલ્લે 1994માં ફિલ્મ 'વારિસ' તથા શેખરસુમન સાથે ટીવી સીરિયલ 'રિપોર્ટર'માં જોવા મળ્યો હતો. 2003થી રાજ કિરણ ગુમ છે.
    - જ્યારે મીડિયામાં રાજ કિરણના મોતની વાત ચર્ચાઈ તો રીષિ કપૂરને આ વાત પર વિશ્વાસ થયો નહીં અને તેણે એક્ટરને શોધી નાખવાનો નિર્ણય લીધો હતો.

    રાજકિરણની અવદશાનું મુખ્ય કારણઃ
    - રાજકિરણને તેના સાલસ સ્વભાવને કારણે બોલિવૂડમાં કામ મળી રહેતું હતું. પરંતુ, તેની પત્ની એકના એક પુત્રને લઇને છોડી જતા તે ખૂબ હતાશ થઇ ગયો હતો.
    - તેના ભાઇઓએ પણ તેને માનસિક સધિયારો ન આપ્યો.

    (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, રાજકિરણના ભાઈએ કહ્યું નથી કોઈ નંબર...)
  • bollywood actor raj kiran in us last 14 years
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    યુએસમાં રાજ કિરણના ભાઈને મળ્યો હતો રીષિઃ
    - 2011માં રીષિ યુએસ ગયો હતો. પરત ફર્યા બાદ રીષિએ કહ્યું હતું કે તેણે રાજ કિરણને શોધી નાખ્યો છે. તે 10 વર્ષથી એટલાન્ટાની એક મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
    - રીષિએ કહ્યું હતું કે તે વિચારતો હતો કે રાજ ક્યા ગયો? તેને આ સવાલ વારંવાર મૂંઝવી રહ્યો હતો અને તેણે યુએસમાં રાજ કિરણને શોધવા માટે તેના મોટાભાઈ ગોવિદ મહેતાનીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેને કિરણ એટલાન્ટામાં હોવાની જાણ થઈ હતી. 
    - રાજ પોતાની સારવાર જાતે જ કરાવી રહ્યો છે. આથી તે હોસ્પિટલમાં જ કામ કરે છે.
    - જોકે, 2011 પછી રાજ કિરણના કોઈ પણ ન્યૂઝ આવ્યા નથી. રાજ કિરણના પરિવારે આ વાતનો ઈનકાર કર્યો હતો કે એટલાન્ટામાં તે સારવાર કરાવે છે. 
     
  • bollywood actor raj kiran in us last 14 years
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    - દિપ્તી નવલે સોશ્યિલ મીડિયામાં લખ્યું હતું કે ફિલ્મી દુનિયાના એક મિત્રની શોધ છે. તેનું નામ રાજકિરણ છે અને તેની કોઈ માહિતી નથી. 
    - છેલ્લે એવું સાંભળ્યું હતું કે તે ન્યૂયોર્કમાં કૅબ ચલાવે છે. આ સિવાય વધારાની માહિતી હોય તો બતાવવા વિનંતી..
    - દિપ્તી નવલે 'ઘર હો તો એસા' સહિત ચાર ફિલ્મમાં રાજ કિરણ સાથે કામ કર્યું હતું.
  • bollywood actor raj kiran in us last 14 years
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    'પતિતા'ના એક સીનમાં રાજકિરણ તથા શોમા આનંદ
    ભાઈએ કહ્યું હતું કે નથી નંબરઃ
    - રાજકિરણને બે ભાઈ છે. મોટી ગોવિંદ તથા નાનો અજીત મહેતાની. રીષિએ કહ્યું હતું કે જ્યારે તેણે ગોવિંદ પાસેથી રાજનો નંબર માંગ્યો તો તેણે એમ કહ્યું હતું કે તેની પાસે નંબર નથી.
    - રીષિએ કહ્યું હતું કે તે રાજ સાથે વાત કરવા માંગતો હતો અને તે ભારત પરત ફરે તેમ ઈચ્છતો હતો. 

    (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, દિપ્તી નવલે વ્યક્તિ કરી હતી ચિંતા....)
  • bollywood actor raj kiran in us last 14 years
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મહેશ ભટ્ટે આપ્યું હતું કામ આપવાનું વચનઃ
    - રાજકિરણના નિકટના સાથી મહેશ ભટ્ટે 2011માં કહ્યું હતું કે જ્યારે તે મુંબઈની હોસ્પિટલમાં તેને મળ્યા ત્યારે જ તેની હાલત ઠીક નહોતી. તે ડિપ્રેશનમાં હતો.
    - તે સમયે ભટ્ટે રાજને ફિલ્મ્સમાં કામ આપવાનું વચન આપ્યું હતું અને પ્રયાસ પણ કર્યાં હતાં. જોકે, મહેશ ભટ્ટનું માનવું છે કે જ્યારે ઈન્ડસ્ટ્રિઝમાં એકવાર કોઈના પાગલ હોવાની જાણ થાય ત્યારે કોઈ તેની સાથે કામ કરવા તૈયાર થતું નથી.
    - રાજકિરણ પછી પોતાના ભાઈને મળવા યુએસ જતો રહ્યો અને ત્યાં બિઝનેસ કરવા લાગ્યો હતો.
  • bollywood actor raj kiran in us last 14 years
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પત્ની-દીકરીએ છોડ્યો સાથઃ
    - બોલિવૂ઼ડમાં રાજ કિરણને ઓળખતા કેટલાંક લોકોનું માનવું છે કે ઈન્ડસ્ટ્રિઝ છોડ્યા બાદ પણ રાજ પાસે ક્યારેય પૈસાની કમી નહોતો. જોકે, ડિપ્રેશનની સારવારમાં તમામ પૈસા પૂરા થઈ ગયા હતાં. એવો પણ આરોપ છે કે રાજકિરણની તબિયત વધારે બગડી તો પત્ની રૂપા મહેતાની તથા દીકરી ઋષિકાએ પણ તેનો સાથ છોડી દીધો હતો. 
     
  • bollywood actor raj kiran in us last 14 years
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    જ્યારે રાજના પરિવારે રીષિ-દિપ્તીને કહ્યું, દૂર રહો...
    - એક જાણીતા વેબ પોર્ટલે 2016માં કહ્યું હતુ કે રાજ કિરણના પરિવારે રીષિ કપૂર તથા દિપ્તી નવલને આ મામલે દૂર રહેવાનુ કહ્યું હતું.
    - ફેમિલીએ રીષિનો દાવો ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે રાજ કિરણ એટલાન્ટામાં નથી અન ગાયબ છે.
    - રીષિ પર રાજના ભાઈનો ફોન આવ્યો હતો અને આ અંગે શાંત રહેવાની સલાહ આપી હતી.
    - આ ફોન અંગે રીષિએ જ્યારે દિપ્તી નવલને વાત કરી તો ફેમિલીની મુશ્કલી જોઈને બંનેએ ચૂપ રહેવાનો નિર્ણય કર્યો હતો. 
     
  • bollywood actor raj kiran in us last 14 years
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ફિલ્મ્સમાં કર્યું છે કામઃ
    'પ્યાર કા મંદિર', 'નાખુદા' 'અર્થ', 'રાજતિલક', 'ઈલ્ઝામ', 'ઘર હો તો એસા', 'કર્ઝ', 'તેરી મહેરબાનિયા', 'કિસ્સા કૂર્સી કા', 'વારિસ' જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યુ છે.
  • bollywood actor raj kiran in us last 14 years
    મેં ફિલ્મ‘અર્થ’માં તેની સાથે કામ કર્યું ત્યારે તેના કામ પર વારી ગઇ હતી. અર્થમાં તેના કામની પ્રશંસા થઇ હતી. હું તેને વર્ષો પહેલાં એક મેન્ટલ ઇિન્સ્ટટયૂટમાં મળી હતી. -શબાના આઝમી (અભિનેત્રી)

    દિગ્દર્શક સુભાષ ઘાઈ અને મહેશ ભટ્ટે કહ્યું હતું કે, જો રાજ કિરણને પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેઓ તેમાં સક્રિય ભાગ લેશે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending