તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ એક્ટરને 15 વર્ષ મોટી પાકિસ્તાની સાથે થયો'તો પ્રેમ, પુત્રી થતાં લીધા ડિવોર્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર નસરૂદ્દીન શાહ 20 જુલાઈના રોજ પોતાનો 66મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. નસીરની યુપી સાથે ઘણી જ યાદો જોડાયેલી છે. તેમનો લખનઉથી 39 કિમી દૂર આવેલા બારાબંકી સાથે સંબંધ છે. આટલું જ નહીં નસીરે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. નસીરે પહેલાં લગ્ન પોતાનાથી 15 વર્ષ મોટી પાકિસ્તાની યુવતી સાથે કર્યાં હતાં પરંતુ આ લગ્ન લાંબુ ટકી શક્યા નહોતાં. નસરૂદ્દીન શાહના જન્મદિવસ પર divyabhaskar.com તેમની પર્સનલ લાઈફ અંગેના ફેક્ટ્સ જણાવી રહ્યું છે.

- નસીર નાનપણથી જ અભ્યાસમાં નબળાં હતાં.
- આ વાતને લઈને તેમના પિતા સાથે અણબનવા રહેતો હતો.
- 19 વર્ષની ઉંમર નસીરે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આર્ટ્સ સ્ટ્રિમમાંથી ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન લીધું હતું.
- અહીંયા તેમની મુલાકાત પાકિસ્તાનમાંથી મેડિકલનો અભ્યાસ કરતી પરવીન મુરાદ સાથે થઈ હતી.
- પરવીન ઉંમરમાં નસીર કરતાં 15 વર્ષ મોટી હતી. જોકે, તો પણ બંને વચ્ચે પ્રેમી કેમેસ્ટ્રી જામી ગઈ હતી.
- નસીરે પોતાની કરિયરની ચિંતા કર્યાં વગર પરવીન સાથે નિકાહ કર્યાં હતાં.

સંબંધોને ભારરૂપ ગણવા લાગ્યાં...
- ત્યારે નસીરમાં કંઈક કરી બતાવવાનો જુસ્સો હતો.
- તેમણે એક્ટિંગમાં કરિયર બનાવવા માટે પિતાની વિરૂદ્ધ જઈને દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાં એડમિશન લીધું હતું.
- પરવીન સાથેના નિકાહને 10 મહિના થયા હતાં આ સમયે દરમિયાન પરવીને પુત્રી હિબાને જન્મ આપ્યો હતો.
- પત્ની અને પુત્રીને યુવા નસીર ભારરૂપ માનવા લાગ્યાં હતાં.
- દિલ્હી ગયા બાદ નસીરે પરવીન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યાં હતાં.
- નસીરનું વર્તન જોયા બાદ પરવીન પુત્રી સાથે લંડન અને પછી ઈરાન જતી રહી હતી.

પરવીનને નથી ભૂલ્યાઃ
- નસીરે પોતાની ઓટોબાયોગ્રાફીમાં પહેલાં પ્રેમનો ઉલ્લેખ ડિટેઈલ્સમાં કર્યો છે.
- તેમણે કહ્યું હતું કે તેમને એક્ટિંગને કરિયર બનવવા માટે સૌ પહેલો સપોર્ટ પરવીને જ કર્યો હતો.
- પરવીન સાથે ડિવોર્સ લીધા બાદ નસીરે રત્ના પાઠક સાથે 1982માં લગ્ન કર્યાં હતાં.

6 વર્ષ પહેલાં આવ્યાં હતાં પૈતૃક હવેલીએઃ
- નસીરનો જન્મ બારાબંકીના ઘોસિયાનામાં રહેતા અલી મોહમ્મદ અને તેમની પત્ની ફાર્રૂખ સુલ્તાનાન ઘરે 20 જુલાઈ, 1950માં થયો હતો.
- 2010માં પત્ની રત્ના પાઠકની સાથે પોતાના પૈતૃક ઘરને જોવા આવ્યાં હતાં.
- નસીરનું ઘર રાજા જહાંગીરાબાદની કોઠીના નામથી ફેમસ હતું.
- નસીરના વડવાઓ જહાંગીરાબાદની સેનામાં અધિકારી હતી.
- નસીરનો આ જ કોઠીમાં જન્મ થયો છે.
- 2010ની વિઝિટ સમયે તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

35 વર્ષથી રોકાય છે આ હોટલમાં:
- 1978-79માં નસીરે લખનઉ ફિલ્મ 'જૂનુન' ફિલ્મના શૂટિંગ માટે અહીંયા આવ્યાં હતાં.
- 1980માં ફિલ્મેફેર એવોર્ડમાં 'જૂનુન'માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના રોલ માટે નોમિનેટ થયા હતાં. નસીર પહેલી જ વાર ફિલ્મફેર માટે નોમિનેટ થયા હતાં.
- ત્યારે તેઓ લખનઉની ક્લાર્ક અવધ હોટલમાં રોકાયા હતાં.
- ત્યારથી નસીર જ્યારે પણ લખનઉ આવે ત્યારે આ જ હોટલમાં રોકાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો