સંજય-જેકી સહિતના સ્ટાર્સની દીકરીઓ છે લાઈમલાઈટથી દૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 27 જુલાઈના રોજ રાજેશ ખન્નાની દીકરી અને એક સમયની એક્ટ્રેસ રિંકી ખન્નાનો બર્થ ડે હતો. રિંકીએ વર્ષ 1999માં ફિલ્મ 'પ્યાર મેં કભી-કભી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યો હતો. જોકે ફિલ્મ્સમાં તે ઓળખ બનાવી શકી નહોતી. આથી તેણીએ વર્ષ 2003માં બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કરી લીધા અને હંમેશને માટે લાઈમ લાઈટથી દૂર થઈ ગઈ. આમ તો રિંકીએ ફિલ્મ્સમાં આવી હતી, પણ ઘણી સ્ટાર ડોટર્સ તો ફિલ્મમાં પણ નથી અને લાઈમ લાઈટથી પણ દૂર છે.
 
સંજય દત્તની દીકરી ત્રિશાલા
બોલિવૂડ અભિનેતા સંજય દત્ત અને તેની પહેલી પત્ની રીચા શર્માની દીકરી ત્રિશાલા લગભગ 28 વર્ષની છે. તે ફેશન ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવી રહી છે. ગયા વર્ષે તેણે પહેલી ડ્રીમ હેર એક્સટેન્શ લાઇન ખોલી હતી. તે ન્યૂયોર્કની જોન જે કોલેજ ઓફ ક્રિમિનલ જસ્ટિસમાંથી લોમાં ગ્રેજ્યુએશન કરી ચૂકી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો લાઈમ લાઈટથી દૂર રહેનારી બોલિવૂડ સ્ટાર્સની દીકરીઓ અંગે
અન્ય સમાચારો પણ છે...