1

Divya Bhaskar

Home » Bollywood » Celebs B'day & Anniversary » aishwarya rai married to peepal tree before abhishek bachchan

ઐશ્વર્યાએ અભિ પહેલાં આની સાથે કર્યાં'તાં લગ્ન, શિલ્પાના Wedding આ હતી ખાસ વાત

Divyabhaskar.com | Last Modified - Aug 11, 2017, 12:11 PM IST

બોલિવૂડ સેલેબ્સના લગ્નને લઈ રસપ્રદ કિસ્સા છે. આજે આપણે આવા જ કેટલાંક કિસ્સા અંગે વાત કરીશું

  • aishwarya rai married to peepal tree before abhishek bachchan
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સના લગ્નને લઈ રસપ્રદ કિસ્સા છે. આજે આપણે આવા જ કેટલાંક કિસ્સા અંગે વાત કરીશું. કહેવાય છે કે અભિષેક બચ્ચનના રિસેપ્શનમાં 500 મહેમાનો આવ્યા હતાં. આટલું જ નહીં ફૂલો વરસાવવા માટે હેલિકોપ્ટર ભાડેથી રાખવામાં આવ્યું હતું. ઐશ્વર્યા માંગલિક હોવાને કારણે અમિતાભ બચ્ચને તેના પીપળાના ઝાડ સાથે લગ્ન કરાવ્યા હતાં. પછી તેના લગ્ન અભિષેક સાથે થયા હતાં. જોકે, અભિષેકે હંમેશાથી આ વાતનો ઈનકાર કર્યો હતો. અભિ-એશના 2007માં લગ્ન થયા હતાં.

    (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, શિલ્પાએ લગ્નમાં કાપી હતી 80 કિલોની કેક, પહેરી હતી ત્રણ કરોડની જ્વેલરી....)
  • aishwarya rai married to peepal tree before abhishek bachchan
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    100 વર્ષ જૂના ઝાડની નીચે લગ્નઃ
    અનુરાગ કશ્યપ તથા કલ્કી કોચલીને 2011માં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન સાદગીથી કરવામાં આવ્યા હતાં. બંનેએ 100 વર્ષ જૂના કેરીના ઝાડ નીચે લગ્ન કર્યાં હતાં. જોકે, હવે આ બંને અલગ થઈ ચૂક્યા છે. 
  • aishwarya rai married to peepal tree before abhishek bachchan
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    20 દિવસ ચાલ્યા હતાં લગ્નઃ
    રીષિ કપૂર તથા નીતુ સિંહે 1980માં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન બોલિવૂડની સૌથી ગ્રાન્ડ વેડિંગમાંથી એક છે. લગ્નના તમામ ફંક્શન આરકે સ્ટુડિયોમાં 20 દિવસ સુધી ચાલ્યા હતાં. અહીંયા જ રિસેપ્શન યોજાયું હતું. નુસરત ફતેહ અલી ખાને આમાં પોતાનો પ્રોગ્રામ રજૂ કર્યો હતો અને પછી તે બોલિવૂડમાં તેમને ગાવાની તક મળી હતી. જોકે, હવે તેઓ આ દુનિયામાં નથી. 
  • aishwarya rai married to peepal tree before abhishek bachchan
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ફિલ્મની પ્રિન્ટ મળી હતી ગિફ્ટમાં:
    મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગૌરે 1969માં લગ્ન કર્યાં હતાં. આ લગ્નને ડિરેક્ટર સત્યજીત રેની ગિફ્ટે ખાસ બનાવ્યા હતાં. શર્મિલાએ વેડિંગ ગિફ્ટ તરીકે ફિલ્મ 'આપુર સંસાર'ની 16 mmની પ્રિન્ટ આપી હતી. હવે, મન્સૂર અલી ખાન આ દુનિયામાં નથી. 
  • aishwarya rai married to peepal tree before abhishek bachchan
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સાત હજારનું વેડિંગ કાર્ડઃ
    વિવેક ઓબેરોય તથા પ્રિયંકા આલ્વાએ 2010માં બેંગ્લોરની ફાઈવસ્ટાર હોટલમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નની ખાસિયત વેડિંગ કાર્ડ હતું. આ વેડિંગ કાર્ડની કિંમત સાત હજાર રૂપિયા હતી. આ વેડિંગ કાર્ડ હાથથી બનાવવામાં આવ્યું હતું અને તે ઈકોફ્રેન્ડલી હતું. કાર્ડને જ્વેલરી બોક્સમાં મૂકવામાં આવ્યું હતું. કાર્ડ સિવાય એક મુગલ ગંજીફા પેઈન્ટિંગ, ચોકલેટ્સ તથા કાર પાર્કિંગનો પાસ હતો. 
  • aishwarya rai married to peepal tree before abhishek bachchan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સુનીલ શેટ્ટીએ વાઈફને આપી હતી BMW:
    સુનીલ તથા માનાએ 1991માં લગ્ન કર્યાં હતાં. સુનીલે લગ્નમાં માનાને બીએમડબલ્યૂ કાર ગિફ્ટમાં આપી હતી. કારની પાછળ લખવામાં આવ્યું હતું, 'BMW- Be My Wife'.
  • aishwarya rai married to peepal tree before abhishek bachchan
    રાજ-શિલ્પાએ કાપી હતી 9 સ્ટેજની કેકઃ
    રાજ તથા શિલ્પાએ 2009માં લગ્ન કર્યાં હતાં. લગ્નમાં શિલ્પાએ પાંચ લાખ રૂપિયાનો લહેંગો પહેર્યો હતો અને ત્રણ કરોડની જ્વેલરી કૅરી કરી હતી. લગ્નમાં રાજ-શિલ્પાએ 80 કિલોની કેક કટિંગ કરી હતી. 
     
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending