તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંગર બનવા ઘરેથી ભાગી'તી આ Actress, આવી રીતે બની ફેમસ Comedian

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ ઉત્તરપ્રદેશના નાના ગામમાં જન્મેલી ટુનટુન જો આજે આપણી વચ્ચે હોત તો 94 વર્ષની હોત. મોટાભાગના લોકોને એ વાતની જાણ નથી કે 11 જુલાઇ 1923ના રોજ જન્મેલી ટુનટુનનું અસલી નામ ઉમાદેવી ખત્રી હતું. નાનપણમાં જ ટુનટુનના પેરેન્ટ્સનું અવસાન થયું હતું. પેરેન્ટ્સના અવસાન પછી તેના કાકાએ તેની પરવરિશ કરી હતી.
 
સિંગર બનવા ઇચ્છતી હતી ટુનટુન
-આમ તો ટુનટુન સિંગર બનવા ઇચ્છતી હતી. આ કારણે તે માત્ર 13 વર્ષમાં જ ભાગીને મુંબઇ આવી હતી.
-મુંબઇ આવ્યા પછી ટુનટુનની મુલાકાત સંગીતકાર નૌશાદ સાથે થઇ હતી. જેમને તેણે ફિલ્મમાં ગીત ગાવાની રીક્વેસ્ટ કરી હતી.
-આટલું જ નહીં નૌશાદની સામે ટુનટુન જિદે ચડી કે જો તેને ગાવાની તક ના મળી તો તે બંગલાની સામે આવેલા સમુદ્રમાં કૂદી પડશે.
-આ પછી નૌશાદે ટુનટુનનું નાનુ ઓડિશન લીધું અને અવાજથી ઇમ્પ્રેસ થઇને તેને કામ આપ્યું હતું.
આ પછી તેણે પોતાનું પહેલું ગીત 'અફસાના લિખ રહી હૂં' ગાયું જે ખૂબ પસંદ કરવામાં આવ્યું. આ જ સોંગના કારણે તેને અનેક સોંગ ગાવાની તક મળી હતી.
 
જાડા શરીરે બનાવી કોમેડિયન
-ટુનટુને આશરે ફિલ્મ્સમાં 40-45 ગીત ગાયા હતાં. આ પછી આશા ભોસલે, લતા મંગેશકર અને નૂરજહાં જેવી ગાયીકાઓ આવવાને લીધે તેને કામ મળવું મુશ્કેલ થઇ ગયું હતું.
-કામ ના મળવાને કારણે ટુનટુનનો પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો. આ પછી તેણે એક્ટિંગમાં આવવાનું નક્કી કર્યું હતું.
-1950માં પહેલીવાર ટુનટુન 'બાબુલ'માં જોવા મળી હતી. ફિલ્મમાં તેને સાઇડ રોલ મળ્યો હતો. જે એક કોમિક રોલ હતો.
-એવું કહેવાય છે કે ટુનટુનને જાડા શરીરના કારણે એક્ટ્રેસને બદલે કોમિક રોલની ઓફર આવી હતી.
-ફિલ્મમાં તેના કોમિક રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો. આટલું જ નહીં ટુનટુને બે-ત્રણ ફિલ્મ્સમાં પોતાના જાડા શરીર અને કોમેડિયન અંદાજથી અલગ ઓળખ બનાવી હતી.
-આમ તો ફિલ્મમાં તેનો રોલ નાનો હતો. પરંતુ તેનો મસ્તમૌલા, બેપરવાહ કેરેક્ટર્સે ઓડિયન્સને ખૂબ હસાવ્યા હતાં.
-નોંધનીય છે કે ટુનટુન ભારતીય સિનેમાની પહેલી કોમેડિયન(એક્ટ્રેસ) હતી.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો કોણે આપ્યું ટુનટુન નામ...
અન્ય સમાચારો પણ છે...