તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

92 ફિલ્મ્સમાં રીશીએ કર્યો રોમેન્ટિક રોલ, ભાગ્યે જ જોયા હશે આ Photos

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ તાજેતરમાં રીશી કપૂર 65 વર્ષના થઈ ગયા છે. તેનો જન્મ 4 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં થયો હતો. તે 1970(મેરા નામ જોકર)થી ફિલ્મ જગતમાં કામ કરી રહ્યા છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીતે પહેલી ફિલ્મમાં જ નેશનલ એવોર્ડ મળ્યો હતો. જ્યારે 1973માં પાપા રાજ કપૂર નિર્દેશિત 'બોબી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. 92 ફિલ્મ્સમાં બન્યા રોમેન્ટિક એક્ટર
 
-ઈંટરનેટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ, 1973 થી 2000 દરમિયાન રીશીએ 92 ફિલ્મ્સમાં રોમેન્ટિક ફિલ્મ્સમાં લીડ એક્ટર તરીકે કામ કર્યું છે. જેમાં 41 મલ્ટીસ્ટારર હતી, જ્યારે 51 સોલો હીરો ફિલ્મ હતી.
 
પત્ની સાથે કરી 19 ફિલ્મ્સ
-રીશીએ પત્ની નીતુસિંહ સાથે 15થી વધુ ફિલ્મ્સમાં કામ કર્યું છે. જેમાં 'ખેલ ખેલ મેં' (1975), 'દૂસરા આદમી' (1977), 'અમર અકબર એન્થોની' (1977), 'લવ આજ કલ' (1989), 'દો દૂની ચાર' (2010) અને 'બેશરમ' (2013) સામેલ છે.
 
બેવાર મળી ચૂક્યો છે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
-રીશિ કપૂરના એવોર્ડ્સની વાત કરીએ તો તે એક નેશનલ (1970માં 'મેરા નામ જોકર' માટે) અને ચાર ફિલ્મફેર (1974માં 'બોબી' માટે બેસ્ટ એક્ટર, 2008માં લાઈફ ટાઈમ એચીવમેન્ટ, 2011માં 'દો દૂની ચાર' માટે ક્રિટિક્સનો બેસ્ટ એક્ટર અને 2017માં 'કપૂર એન્ડ સન્સ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર)એવોર્ડ્સ જીતી ચૂક્યા છે.
- ફિલ્મફેર સિવાય સ્ટાર સ્ક્રિન તરફથી રીશીને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ (2016) મળ્યો હતો.
 
રીશીનું ફેમિલી બેકગ્રાઉન્ડ
- રીશી કપૂર રાજ કપૂર અને કૃષ્ણા મલ્હોત્રા(કપૂર)ના પાંચ સંતાનોમાં ત્રીજા નંબરનું સંતાન છે. ભાઈ રણધીર અને બહેન રીતુ તેનાથી મોટા છે. જ્યારે બહેન રીમા અને રાજીવ તેનાથી નાના છે.
- 1980માં રીશીએ નીતુ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન દ્વારા તે રિદ્ધિમા અને રણબિર કપૂરના પેરેન્ટ્સ બન્યા હતા. રિદ્ધિમાના લગ્ન દિલ્હીના બિઝનેસમેન ભરત સાહની સાથે થયા છે. જ્યારે રણબિર હાલ જાણીતો ફિલ્મ સ્ટાર છે.
 
આગળ જુઓ રીશી કપૂરના ભાગ્યે જ જોયેલા ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...