તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજીવાર મા બનવાને લઈ રાનીએ આપ્યો જવાબ, ફેન્સ સાથે કરી વાતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ રાનીએ બર્થ ડેની પૂર્વ સંધ્યાએ પોતાના ફેન્સ સાથે ફેસબુક પર લાઈવ વાતચીત કરી હતી. ચાલુ વર્ષે હું મુંબઈમાં નહોતી, મને ખબર છે તમે લોકોએ મને 2 વર્ષથી મિસ કરી છે અને હું મારી દીકરી આદિરાના ઉછેરમાં વ્યસ્ત હતી.
 
આગામી ફિલ્મ્સ?
હાં, હું 'હિચકી' ફિલ્મ કરી રહી છું, જેનું શૂટિંગ આગામી મહિને શરૂ થશે. ફિલ્મમાં સારું કામ કરી શકું તે માટે તમે લોકો શુભકામનાઓ આપો.

એક એક્ટર તરીકે શું સારું લાગે છે?
અમુક રોલ્સ માટે તૈયારી ઘણી હોય છે. નવી ભાષા, નવી ટેકનિક શીખવી પડે છે અને મારો પ્રયાસ હોય છે કે, તે ક્ષણે જ તાત્કાલિક કંઈક અલગ કરી જાઉં.
 
આદિરાના આવવાથી શું પરિવર્તન આવ્યું?
આદિરાએ મારી અંદર એક માને જન્મ આપ્યો છે. તેણે મને ઘણી બદલી છે, હું ખૂબ સ્ટ્રોંગ થઈ ગઈ છું. અમેઝિંગ ફીલિંગ છે, આદિરાને મોટી કરવાની જર્નીમાં છું. આશા છે બધું સારું રહેશે.
 
ફેશન સ્ટેટમેન્ટ?
હંમેશા એવું પહેરું જેમાં પોતાને કમ્ફર્ટેબલ ફીલ કરું છું, સારું લાગે છે. ભારતીય પરિધાન વધુ પહેરું છું. પોતાના વજનના વધુ વિચારોથી વધુ પરેશાન થવાની જરૂર નથી. આત્મવિશ્વાસ કેળવો.
 
આદિરાના ભાઈ કે બહેન હશે કે નહીં?
હું મારા ફેન્સ માટે અમુક ફિલ્મ્સ કરીશ, બાદમાં બ્રેક લઈશ અને પછી જણાવીશ. હાલ કંઈ કહી શકું નહીં.
 
એક્ટિંગ ટિપ?
હંમેશા દિલથી પર્ફોર્મન્સ કરો. ક્યારેય ફેક ના બનો, કારણ કે કેમેરા બધું કેદ કરે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો રાની મુખર્જીએ કરેલી દીકરી અને આગામી ફિલ્મ્સ અંગેની વાતો
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો