તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ કારણે પતિને છોડી સલૂન ચલાવતી હતી રણબિર કપૂરની મા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર રીશી કપૂર 4 સપ્ટેમ્બરના રોજ 65 વર્ષનો થઈ ગયો છે. રીશીએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પહેલીવાર પાપા રાજ કપૂરની ફિલ્મ 'મેરા નામ જોકર'(1970)માં કામ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. જોકે રીશીએ લીડ એક્ટર તરીકે 1973માં ફિલ્મ 'બોબી'થી ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મથી તે રાતો રાત સ્ટાર બની ગયો હતો. બર્થ ડે નિમિત્તે અમે તમને રીશી કપૂરની લાઈફની અજાણી વાતો જણાવી રહ્યા છીએ. રીશીને છોડ્યા બાદ સલૂન ચલાવવા લાગી હતી નીતુ
 
-રીશી અને નીતુએ 1973 થી 1981 સુધી એક સાથે 12 ફિલ્મ્સમાં કામ કર્યું હતું.
- આ દરમિયાન બન્ને પ્રેમમાં પડ્યા અને લાંબા સમય સુધી ડેટિંગ બાદ 22 જાન્યુઆરી 1980માં લગ્ન કરી લીધા.
- લગ્ન બાદ બન્ને બે સંતાનો એવા દીકરી રિદ્ધિમા અને દિકરા રણબિરના પેરેન્ટ્સ બન્યા. 1990થી તેના સંબંધમાં મુશ્કેલી આવવા લાગી.
- આ મુશ્કેલીઓનું કારણ રીશીની દારૂ પીવાની આદત હતી. મીડિયા રિપોર્ટ્સ આવ્યા કે, રીશીએ નશામાં ધૂત થઈને નીતુ પર હાથ પણ ઉઠાવ્યો હતો.
- આ કારણે પરેશાન થઈને નીતુએ કાયદાકીય પગલું ભર્યું અને પતિ સામે ઘરેલું હિંસાનો કેસ કરી દીધો.
- માત્ર એટલું જ નહીં, નીતુ, રીશીથી એટલી તો પરેશાન થઈ ગઈ હતી કે, તેણે ઘર છોડી દીધું.
-નીતુએ લગ્ન બાદ કામ કરવાનું બંધ કરી દીધું હતું એવામાં તેણે સલૂન ખોલીને પૈસા કમાવવાનું શરૂ કર્યું હતું.
- થોડા સમય બાદ બન્નેના સંબંધોમાં પ્રોબ્લેમ થોડા હળવા થયા અને નીતુએ પાછા ફરીને રીશી તથા બાળકોને સંભાળવાનું યોગ્ય સમજ્યું.
 
આગળ વાંચો રીશી કપૂરની લાઈફની રોચક વાતો
અન્ય સમાચારો પણ છે...