તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરીર પર બે ગોળીઓ વાગવા છતા બચી ગયો’તો આ એક્ટર, એક્ટિંગ કરિયર રહ્યું સુપરફ્લોપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર રાકેશ રોશન આજે(6 સપ્ટેમ્બર)પોતાનો 68મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. રાકેશે અનેક સુપરહિટ ફિલ્મ્સનું ડિરેક્શન કર્યુ છે. એક ડિરેક્ટર તરીકે તેમને સફળતા મળી પંરતુ એક એક્ટર તરીકે તે પોતાની ઓળખ બનાવવામાં અસફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2000માં રાકેશ રોશન પર અંડરવર્લ્ડના કહેવા પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ માટે મારવામાં આવી હતી ગોળીઓ.......
 
21 જાન્યુઆરી, 2000ની વાત છે, રાકેશ રોશન તિલક રોડ સ્થિત પોતાની ઓફિસમાંથી બહાર આવી રહ્યાં હતા ત્યારે બે શૂટરે તેમને ગોળીઓ મારી હતી. એક ગોળી તેમના ખંભા પર અને બીજી ગોળી તેમની છાતી પર વાગી હતી. જોકે, તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનો જીવ બચી ગયો હતો. આ ગોળીઓ રાકેશને મારવા માટે નહીં પરંતુ તેમને ધમકાવવા માટે મારવામાં આવી હતી. તેમને ધમકી આપવામાં આવી હતી. કે તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ના પ્રોફિટમાં ભાગ આપે.
 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, રાકેશ રોશન સાથે જોડાયલી કેટલીક બીજી વાતો.......
અન્ય સમાચારો પણ છે...