એક સમયે સડક પર પેન વેચનારા જ્હોની પાસે છે 190 Crની પ્રોપર્ટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ આજે વિખ્યાત કોમેડિયન જ્હોની લિવરનો બર્થ ડે છે. 14 ઓગસ્ટ 1957ના રોજ આંધ્ર પ્રદેશના કનિગિરીમાં તેલુગુ ક્રિશ્ચિયન ફેમિલીમાં જન્મેલા જ્હોની નબળી આર્થિક સ્થિતિને કારણે વધુ અભ્યાસ કરી શક્યો નહીં. તેમણે આંધ્રની એક તેલુગુ સ્કૂલમાંથી માંડ સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ નાની વયે જ તે મુંબઈ આવી ગયો અને પેટ ભરવા મુંબઈના રસ્તાઓ પર પેન વેચવાનું શરૂ કર્યું હતું. તેઓ બોલિવૂડ સોંગ્સ પર ડાન્સ કરતા કરતા એક્ટર્સની નકલ સાથે પેન વેચતો હતો. જોકે એક સમયે પેન વેચનારા જ્હોની પાસે આજે કરોડો રૂપિયા છે. સેલિબ્રિટી નેટવર્થ ડોટકોમ મુજબ, જ્હોની લગભગ 30 મિલિયન ડોલર(190 કરોડ)ની પ્રોપર્ટીનો માલિક છે.
 
જ્હોનીએ આમ ડેવલપ કર્યું ટેલેન્ટ
-ઈન્ટરેસ્ટ અને લગનને લીધે તેણે પોતાનું મિમિક્રી ટેલેન્ટ વિકસાવ્યું હતું. આ કામમાં તેની મદદ મિમિક્રી આર્ટિસ્ટ પ્રતાપ જૈન અને રામ કુમારે કરી હતી.
- જ્હોનીએ હિંદુસ્તાન લિવર લિ. કંપનીમાં છ વર્ષ સુધી કામ કર્યું છે. અહીંના એન્યુઅલ ફંક્શનમાં જ્હોનીએ કેટલાંક સીનિયર્સ અધિકારીઓની મિમિક્રી કરી હતી. વાસ્તવમાં જ્હોની લિવરનું સાચું નામ જ્હોન રાવ છે. જોકે, કંપનીના કર્મચારીઓ તેને જ્હોની લિવરના નામથી બોલાવતા હતાં. જ્હોનીએ જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી જોઈન કરવાનું નક્કી કર્યું ત્યારે તેણે જ્હોની લિવર જ નામ રાખવાનું નક્કી કર્યું હતું. 1980માં જ્હોનીએ બોલિવૂડમાં કામ કર્યું હતું. અત્યાર સુધીમાં જ્હોનીએ 350 ફિલ્મ્સમાં કામ કર્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં જ્હોની લિવર અંગેની વધુ રોચક વાતો
અન્ય સમાચારો પણ છે...