કરિશ્મા-કરીના હિટ તો મલાઈકા-અમૃતા ફ્લોપ, આ છે ફેમસ બોલિવૂડ સિસ્ટર જોડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડમાં અનેક સિસ્ટર્સ જોડીઓ છે. જેમાંથી કોઈ હિટ તો કોઈ ફ્લોપ છે. આવી જ એક જોડી છે કરિશ્મા કપૂર અને કરીના કપૂરની. 25 જુનના રોજ 43 વર્ષની થઈ ચૂકેલી કરિશ્માએ અનેક સુપરહિટ ફિલ્મ્સ આપી છે. તો બીજી તરફ તેની બહેન કરીના કપૂરે પણ અનેક હિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. આ સિવાય મલાઈકા અરોરા-અમૃતા અરોરાની કરિયર સરેરાશ રહી છે. જ્યારે  શ્રુતિ અને અક્ષરા હસન ફ્લોપ જોડી છે. આ છે હિટ અને ફ્લોપ સિસ્ટર્સ જોડી

કરિશ્મા કપૂર અને કરીના કપૂર
કરીના અને કરિશ્મા બન્નેએ બોલિવૂડમાં ખૂબ નામ અને દામ કમાયા છે. બન્ને બહેનોએ અનેક સુપરહિટ ફિલ્મ્સ આપી છે. જોકે કરિશ્મા હાલ ફિલ્મ્સથી દૂર છે, પણ કરીના તો હજુ પણ એક્ટિવ જ છે. કરિશ્માએ 'રાજા બાબૂ' (1994), 'સુહાગ' (1994), 'કુલી નં.1' (1995), 'ગોપી કિશન' (1994), 'સાજન ચલે સસુરાલ'(1996)સહિત અનેક હિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. તો બીજી તરફ કરીના 'અજનબી' (2001), 'કભી ખુશી કભી ગમ'(2001),'ચમેલી' (2004), 'હલચલ' (2004), 'ક્યોંકિ' (2005), 'જબ વી મેટ' (2007)સહિત અનેક સુપરહિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં બોલિવૂડમાં કઈ સિસ્ટર જોડી રહી હિટ અને કઈ રહી ફ્લોપ તે અંગે જાણો
અન્ય સમાચારો પણ છે...