જ્યારે આ એક્ટ્રેસિસે અચાનક જ છોડ્યું'તું બોલિવૂડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 28 જુલાઈના રોજ બોલિવૂડ એક્ટ્રેસ આયેશા ઝુલ્કા બર્થ ડે હતો. 45 વર્ષ પુરા કરનારી આયેશાનો જન્મ 28 જુલાઈના 1972ના રોજ શ્રીનગરમાં થયો હતો. આયેશાએ 11 વર્ષની ઉંમરમાં ફિલ્મ 'કૈસે કૈસે લોગ'(1983)થી પોતાની કરિયર શરૂ કરી હતી. વર્ષ 2010 સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કનારી આયેશાએ પોતાની 27 વર્ષની કરિયરમાં લગભગ 52 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. કરિયરની ઉંચાઇઓ પર આયેશાએ છોડ્યું હતું કરિયર

-90ના દાયકાની ફેમસ એક્ટ્રેસ આયેશા ઝુલ્કાએ પોતાના કરિયરની ઉંચાઇઓ પર પહોંચીને બોલિવૂડને અલવિદા કહ્યું હતું. આયેશાએ કહ્યું હતું કે, "કરિયર ખતમ કરવા માટે ફિલ્મ્સ ફ્લોપ થાય તે રાહ જોવા કરતા એજ સારૂ છે કે સાચા સમય પર આગળ વધી જાવું જોઇએ."
-આયેશાએ વર્ષ 2003માં બિઝનેસમેન સમીર વાશી સાથે લગ્ન કર્યા હતાં. 11 વર્ષે જ ડેબ્યૂ કરનાર આયેશાએ 'ખિલાડી', 'જો જીતા વોહી સિકંદર', 'બલમા', 'રંગ' અને 'વક્ત હમારા હૈ' જેવી સફળ ફિલ્મ આપી હતી. તેમણે આમિર, સલમાન, અક્ષય અને કમલ હાસન જેવા અનેક સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે.
 
એક્ટિંગ છોડીને યોગ ટિચર બની મંદાકિની
-રાજ કપૂરના ડિરેક્શનમાં બનેલી રામ તેરી ગંગા મેલીમાં મંદાકિનીએ મહત્વનો રોલ કર્યો હતો. આ ફિલ્મે તેના કરિયરને એક નવો જ પડાવ આપ્યો હતો. મંદાકિનીએ સફળતા મેળવવા માટે આ ફિલ્મમાં એવા સીન્સ આપ્યા જે આજે પણ ચર્ચા ઉત્પન્ન કરે છે.
-તે બોલ્ડ સીન્સ આપવા માટે પણ અચકાઇ ન હતી. એ જ કારણ હતું કે તેનું ફિલ્મી કરિયર ઝડપથી આગળ વધ્યું.
1985માં ફિલ્મ 'મેરા સાથી'થી  શરૂ થયેલું કરિયર 1996માં 'જોરદાર' સાથે પૂરૂં થયું. 80ના દશકમાં દર્શકોના દિલ પર રાજ કરનાર મંદાકિની હાલ તિબેટિયન યોગા ક્લાસિસ ચલાવે છે અને તે દલાઇ લામાની ફોલોઅર છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો અચાનક જ બોલિવૂડ છોડનારી એક્ટ્રેસિસ અંગે
અન્ય સમાચારો પણ છે...