તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિકા પાસે છે શાનદાર ફાર્મ હાઉસથી લઈ હમર, શ્વાન, ઘોડા-ઉંટ, જીવ છે King size Life

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ આજે બોલિવૂડ સિંગર મિકાસિંહનો જન્મ દિવસ છે. મિકાનો જન્મ 10 જુન 1977ના રોજ થયો હતો. આમ તેણે 40 વર્ષ પુરા કરી લીધા છે. તે હંમેશથી વિવાદોમાં રહ્યો છે. તેની હરકતો સતત મીડિયામાં પણ ચમકતી રહે છે. પરંતુ તેને જેટલો સિંગિંગ પ્રત્યે પ્રેમ છે એટલો જ પ્રાણીઓ પ્રત્યે છે. તે સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે પોતાના ગુરૂગ્રામ સ્થિત ફાર્મ હાઉસમાં સમય વિતાવવા ચાલ્યો જાય છે. જેમાં તળાવથી લઈ સ્વિમિંગ પૂલ સહિતની સુખ-સુવિધાઓ છે. અહીં તેને તેના પ્રાણીઓ કંપની આપે છે. ફાર્મ હાઉસમાં છે 50 જેટલા પ્રાણીઓ
 
આ ફાર્મ હાઉસમાં 12 શ્વાન, 4 ગાય, બે ઉંટ(શંકર અને શંભુ) અને ઘોડાઓ છે. તેની લાઈફ સ્ટાઈલ ભલભલા બિલિયોનર્સને પણ ઈર્ષા કરાવે એવી છે. તેની પાસે લગભગ 50 જેટલા એનિમલ્સ છે. આ પ્રાણીઓ તેણે માત્ર પાળ્યા નથી, પણ તેની સંભાળ પણ ખૂબ સારી રીતે રાખે છે. આ સિવાય તે હમર અને એસયુવી જેવી લક્ઝરીયસ કાર્સમાં ફરવાનો પણ શોખીન છે.  તેની લાઈફ સ્ટાઈલ સમ્રાટોને પણ શરમાવી દે એવી છે. મિકા તેના ફાર્મ હાઉસથી લઈ કાર્સ અને એનિમલ્સના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ શેર કરતો રહે છે.
 
મિકાના પોપ્યુલર સોંગ્સ
'એ ગણપત.. ચલ દારૂ લા...' (ફિલ્મ 'શૂટ આઉટ એટ લોખંડવાલા' 2007) 'બિટ્ટૂ સબકી લેગા રે..' (ફિલ્મ 'બિટ્ટુ બોસ', 2012), 'ઇબ્ને બતૂતા..' (ફિલ્મ 'ઇશ્કિયા', 2010), 'ઢિંકા ચિકા...'( ફિલ્મ 'રેડી', 2011), આજ કી પાર્ટી મેરી તરફ સે(બજરંગી ભાઈજાન, 2015) અને 440 વોલ્ટ(સુલતાન, 2016)જેવા ગીતના કારણે મિકા ફેમસ છે.
 
આગળની સ્લાઈડ્સમાં મિકા સિંહની કિંગ સાઈઝ લાઈફનો પુરાવો આપતા શાનદાર ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...