તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રગ્સમાં ફસાયેલા સંજુબાબાનું કરિયર હતું દાવ પર, જીજાજીએ આમ કરી'તી મદદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ 'લવ સ્ટોરી' (1981), 'તેરી કસમ'(1982) અને 'નામ'(1986) જેવી ફિલ્મ્સના એક્ટર કુમાર ગૌરવ 57 વર્ષનો થયો છે.11 જુલાઇ, 1960ના રોજ લખનઉ, ઉત્તરપ્રદેશમાં એક્ટર રાજેન્દ્ર કુમારના ઘરે જન્મેલો ગૌરવ સંજય દત્તનો બનેવી છે. 80ના દશકમાં જ્યારે ડ્રગ્સની લતમાં ફસાયેલા સંજય દત્તનું કરિયર પૂરું થવાની અણી પર હતું ત્યારે ગૌરવે તેને મદદ કરવા માટે ફિલ્મ 'નામ' પ્રોડ્યુસ કરી હતી.
 
મુશ્કેલીમાં હતું સંજય દત્તનું કરિયર
-સંજય દત્તે ફિલ્મ 'રેશમા ઔર શેરા'થી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર તેના પિતા સુનિલ દત્ત હતાં.
-આ પછીના 10 વર્ષ બાદ લીડ એક્ટર તરીકે સંજય દત્તની ફિલ્મ 'રોકી' રીલિઝ થઇ જેના ડિરેકટર પણ સુનિલ દત્ત હતાં. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ સાબિત થઇ હતી પરંતુ આ પછી સંજયને ડ્રગ્સની લત લાગી અને પાંચ વર્ષ સુધી તેની ફિલ્મ્સ ફ્લોપ થઇ હતી.
-આવા સમયમાં તેનો બનેવી કુમાર ગૌરવ તેની સાથે તો રહ્યો જ હતો પરંતુ ખરાબ સમયમાંથી બહાર નીકળવામાં પણ મદદ કરી હતી.
 
રાજેન્દ્ર કુમાર નહોતા ઇચ્છતાં કે ગૌરવ 'નામ' પ્રોડ્યુસ કરે
 
-બે સાવકા ભાઇઓ રવિ (કુમાર ગૌરવ) અને વિક્કી (સંજયદત્ત)ની સ્ટોરીને પડદા પર બતાવવાનો વિચાર મહેશ ભટ્ટનો હતો. આ દરમિયાન કુમાર ગૌરવે નિર્ણય કર્યો કે તે 'નામ'ને પ્રોડ્યુસ કરશે.
પરંતુ ગૌરવના પાપા એટલે કે રાજેન્દ્ર કુમાર એ વાતથી સહમત ના હતા કે બે હિરોવાળા પ્રોજેક્ટને પ્રોડ્યુસ કરે. કારણકે તે જાણતાં હતાં કે ઓડિયન્સની સિમ્પથી કુમાર ગૌરવ સાથે નહીં પરંતુ સંજય દત્ત મેળવશે. પરંતુ ગૌરવે તેમની વાત માની નહોતી અને જિદ પર કાયમ રહ્યો હતો. આ વાત મહેશ ભટ્ટે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવી હતી.
-નોંધનીય છે કે 1984માં કુમાર ગૌરવે સંજય દત્તની બહેન નમ્રિતા સાથે લગ્ન કર્યા હતાં.
 
સંજય દત્તનું ડેડિકેશન જોઇને ભટ્ટને થયું હતું આશ્ચર્ય
મહેશ ભટ્ટે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,"મેં આ પહેલા સંજુનું આવું ડેડિકેશન ક્યારેય નહોતું જોયું. પોતાના સ્ટનિંગ પર્ફોર્મન્સથી તેણે લોકોનું દિલ જીતી લીધું હતું. આ પછી અમે લાઇફટાઇમ માટે દોસ્ત બન્યા હતાં."
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, માના અવસાન પછી સંજય દત્તને લાગી હતી ડ્રગ્સની લત...
અન્ય સમાચારો પણ છે...