ધર્મેન્દ્ર ગાયો-ભેંસો સાથે અહીં વિતાવે છે નવરાશની પળો, આવું લાગે છે ફાર્મ હાઉસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ આજે(8 ડિસેમ્બર) ધર્મેન્દ્ર 82 વર્ષના થઈ ગયા છે. 8 ડિસેમ્બર 1935ના રોજ જન્મેલા બોલિવૂડ હીમેન ધર્મેન્દ્ર આજે પણ ફિલ્મ્સમાં એક્ટિવ છે. તેની આગામી ફિલ્મ 'યમલા પગલા દીવાના 3' છે. હાલ તેઓ આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.  ઉલ્લેખનીય છે કે, ફેસબુક પર 'ધર્મેન્દ્ર-હીમેન' નામથી પેજ છે. તેના પર તેની લાઈફના અનેક ફોટો શેર કર્યા છે. જેમાં લોનાવાલા સ્થિત ફાર્મ હાઉસ પર તે નવરાશની પળોના ફોટોઝ પણ સામેલ છે. જેમાં ક્યાંક તેને ગાયનું દૂધ દોહતા જોઈ શકાય છે, તો ક્યાંક તે પાળીતા શ્વાન સાથે જોવા મળી રહ્યો છે. તેના આ ફોટોઝ આગળ જોઈ શકાય છે.

 

ધર્મેન્દ્ર ફાર્મ હાઉસ પર વિતાવે છે મોટા ભાગનો સમય
 
એક ઈન્ટરવ્યુ દરમિયાન ધર્મેન્દ્રએ કહ્યું હતું કે,''હું જટ છું અને જટ જમીન તથા પોતાના ખેતરોને પ્રેમ કરે છે. મારો મોટા ભાગનો સમય લોનાવાલા સ્થિત પોતાના ફાર્મ હાઉસ પર જ વીતે છે. અમારું ફોકસ ઓર્ગેનિક ખેતી પર છે અને અમે ચોખા ઉગાડીએ છીએ. ફાર્મ હાઉસમાં મારી અમુક ભેંસો પણ છે.''


છેલ્લે 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'માં જોવા મળ્યા હતા ધરમ


-ધર્મેન્દ્રએ પોતાની કરિયરમાં 'શોલે', 'માં', 'ચાચા ભતીજા', 'ધરમ વીર', 'રાજ તિલક', 'સલ્તનત' અને 'યકીન' જેવી અનેક પોપ્યુલર ફિલ્મ્સમાં કામ કર્યું છે.
- 82 વર્ષના થઈ ચૂકેલા ધર્મેન્દ્ર છેલ્લે 2015માં 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મથી ગોવિંદાની દીકરી ટીનાએ ડેબ્યૂ કર્યું હતું.

 

આગળ જુઓ ધર્મેન્દ્રના ફાર્મ હાઉસના અંદરના ફોટોઝ

અન્ય સમાચારો પણ છે...