Divya Bhaskar

Home » Bollywood » Celebs B'day & Anniversary » know about rekha personal life and her house security

આવી Royal Life જીવે છે એવરગ્રીન રેખા, આટલી સંપત્તિમાં આળોટે છે એક્ટ્રેસ

Divyabhaskar.com | Updated - Oct 11, 2017, 12:02 AM

બોલિવૂડ એક્ટ્રેસ રેખાએ 11 ઓક્ટોબરના રોજ પોતાનો 63મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

  • know about rekha personal life and her house security
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રેખાએ 11 ઓક્ટોબરના રોજ પોતાનો 63મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. રેખાનું સાચું નામ ભાનુરેખા ગણેશન છે. રેખાની પ્રોફેશનલ લાઈફ અંગે તો ચાહકોને ખ્યાલ જ છે પરંતુ તેનું અંગત જીવન ઘણું જ રહસ્યમય છે. રેખાના ઘરે પણ ઘણાં જ ઓછા લોકો જઈ શકે છે. રેખા માટે કેટલી સંપત્તિ છે, તેની જાણ પણ બહુ ઓછાને છે.

    લાઈફ સ્ટાઈલ છે રોયલઃ
    રેખા બોલિવૂડની સફળ એક્ટ્રેસિસમાંથી એક છે. તે બોલિવૂડ ફિલ્મ્સમાં છેલ્લે 2015માં 'શમિતાભ'માં કેમિયો કરતી જોવા મળી હતી. અલબત્ત, રેખા એવોર્ડ શો, લોન્ચિંગ કે પાર્ટીમાં જરૂરથી હાજરી આપે છે. આ સમયે રેખા ભારે ભરખમ સાડી તથા હેવી જ્વેલરી સાથે જોવા મળે છે. રેખા રોયલ લાઈફ જીવે છે.

    આટલી છે સંપત્તિઃ
    ઈન્ટરનેટ પર મળતી માહિતી મુજબ રેખા પાસે 40 મિલિયન ડોલરની સંપત્તિ છે. રેખા પાસે બીએમડબલ્યૂ સહિતની લક્ઝૂરિયસ કાર્સ છે.

    આવી છે હાઈ સિક્યોરિટીઃ
    રેખા ઘણી જ હાઈ સિક્યોરિટી વચ્ચે રહે છે. આટલું જ નહીં એમ પણ કહેવામાં આવે છે કે તેના ઘરના દરવાજાઓમાં એવા લોક લગાવવામાં આવ્યા છે, જે માત્ર મશીનથી ખુલે છે અને આ દરવાજા તમામ લોકો ખોલી શકે તેમ નથી. રેખા મુંબઈમાં બાંદ્રા સ્થિત ભવ્ય બંગલામાં રહે છે. રેખાએ કપિલ શર્માના શોમાં કહ્યું હતું કે તેના ઘરની અંદર અનેક બોડીગાર્ડ્સ છે. રેખાને જો કોઈ મળવા ઘરની અંદર સુધી આવે તો બોડીગાર્ડ્સ છેક સુધી આવે છે.

    એક સમયે આર્થિક સ્થિતિ નહોતી સારીઃ
    આજે તો રેખા રોયલ જીવન જીવે છે પરંતુ એક સમય એવો હતો કે તેની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હતી. તે સમયે રેખાએ તેલુગુની બી તથા સી ગ્રેડ ફિલ્મ્સમાં કામ કર્યું હતું.

    63 વર્ષેય લાગે સુંદરઃ
    રેખા 63 વર્ષની થવા છતાંય તેની ઉંમર વધવાની બદલે ઘટતી હોય તેમ લાગે છે. એક સમયે કાળી હોવાને કારણે બોલિવૂડમાં તેની ટીકા કરવામાં આવતી હતી. જોકે, આજે તો રેખાએ પોતાનું યૌવન બરકરાર રાખ્યું છે અને તેની સુંદરતાની પ્રશંસા બોલિવૂડમાં કરવામાં આવે છે.

    પિતાને કરતી હતી નફરતઃ
    રેખાનું અંગત જીવન ઘણું જ મુશ્કેલીથી ભરેલું છે. તેના પિતાએ ચાર લગ્ન કર્યાં હતાં. જોકે, રેખાની મોમ સાથે ક્યારેય લગ્ન કર્યાં નહોતાં. આ જ કારણથી રેખા તેના પિતાને ઘણી જ નફરત કરતી હતી. આ જ કારણથી રેખા તેના પિતાના અંતિમ સંસ્કારમાં પણ ગઈ નહોતી.

    (જુઓ, રેખાની ખાસ તસવીરો....)
  • know about rekha personal life and her house security
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • know about rekha personal life and her house security
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • know about rekha personal life and her house security
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • know about rekha personal life and her house security
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • know about rekha personal life and her house security
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • know about rekha personal life and her house security
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • know about rekha personal life and her house security
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • know about rekha personal life and her house security
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • know about rekha personal life and her house security
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • know about rekha personal life and her house security
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending