તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્ટિંગ છોડી અબજોનો બિઝનેસ સંભાળે છે આ એક્ટ્રેસ, SRK સાથે કર્યું'તું Debut

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ દેશમાં એવા અનેક બિઝનેસમેન છે. જેમણે બોલિવૂડ એક્ટ્રેસિસ સાથે લગ્ન કર્યા છે. તેમાંથી જ એક છે મહારાષ્ટ્રના બિઝનેસમેન વિકાસ ઓબેરોય. જેમણે ગાયત્રી જોશી સાથે લગ્ન કર્યા છે. ગાયત્રી જોશીએ પોતાની પહેલી ફિલ્મ 'સ્વદેશ' કરી હતી. જેમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. રિયલ એસ્ટેટ ટાયકૂન વિકાસ ઓબેરોયની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ ગાયત્રી જોશીએ તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ (20 માર્ચ) ઉજવ્યો હતો. divyabhaskar.com તમને જણાવી રહ્યું છે ગાયત્રી જોશી અંગે...
 
લગ્ન પછી સંભાળે છે અબજોનો બિઝનેસ
-વિકાસ ઓબેરોયને સમગ્ર દુનિયામાં રિયલ એસ્ટેટ ટાયકૂન તરીકે ઓળખવામાં આવે છે. તે મુંબઇમાં રિયલ એસ્ટેટ ફર્મ ચલાવે છે.
-રિપોર્ટ્સના મતે 46 વર્ષના વિકાસનું નેટવર્થ 1.6 અબજ ડોલર (10 હજાર કરોડ કરતા વધારે) છે.
-ગાયત્રી પોતાના પતિના વ્યવસાયને આગળ વધારવા માટે ખભે ખભો મિલાવીને સાથ આપે છે.
-ઓબેરોય ઇન્ડસ્ટ્રિમાં ગાયત્રીના પણ શૅર છે. ગાયત્રી પતિ વિકાસ ઓબેરોય સાથે બિઝનેસ મિટિંગમાં પણ જાય છે.
 
દેશભરમાં છે અનેક પ્રોજેક્ટ
-વિકાસ ઓબેરોય 'ઓબેરોય રિયાલિટી'નો ચીફ મેનેજિંગ ડિરેક્ટર છે. તેના મુંબઇમાં 40થી વધારે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે.
-મુંબઇ ઉપરાંત તેના ગોવામાં પણ અનેક પ્રોજેક્ટ્સ છે.
-નોંધનીય છે કે વિકાસે હાવર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
 
લગ્ન પછી છોડી એક્ટિંગ
-વિકાસ અને ગાયત્રીના લગ્ન 2005માં લાસ વેગાસમાં થયા હતાં. લગ્ન કર્યા પછી ગાયત્રીએ એક્ટિંગ કરિયરને અલવિદા કહ્યું હતું.
-તેને બે દીકરાઓ છે. પહેલા દીકરાનો જન્મ 1 સપ્ટેમ્બર 2006ના રોજ અને બીજા દીકરાનો જન્મ ઓગસ્ટ 2010માં થયો હતો.
 
શાહરૂખ સાથે કામ કરી ચૂકી છે ગાયત્રી
-ગાયત્રી જોશી 1999માં ફેમિના મિસ ઇન્ડિયાની ટોપ 5 કન્ટેસ્ટન્ટમાંથી એક હતી.
-2000માં જાપાનમાં થયેલી મિસ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
-ગાયત્રીએ 2004માં આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'સ્વદેશ'માં કામ કર્યું હતું.
-આ ફિલ્મમાં બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ તેનો હિરો હતો. ફિલ્મમાં તેણે ટીચરનો રોલ કર્યો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, અરબપતિ બિઝનેસમેન અને તેની પત્નીના કેટલાક અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો