તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટરે કર્યાં છે મંત્રીની દીકરી સાથે લગ્ન, Daddy ચલાવતા'તાં મેડિકલ સ્ટોર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય 3 સપ્ટેમ્બરના રોજ 41 વર્ષનો થઈ ગયો છે. હૈદરાબાદમાં જન્મેલા વિવેકે રામ ગોપાલ વર્માની ફિલ્મ 'કંપની'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. વિવેકે પોતાની 15 વર્ષની કરિયરમાં 'સાથિયા', 'મસ્તી', 'ઓમકારા', 'રક્તચરિત્ર', 'ક્રિશ 3', 'ગ્રાન્ડ મસ્તી' જેવી ફિલ્મ્સ કરી છે. 

પિતા ચલાવતા હતાં મેડિકલ સ્ટોરીઃ
વિવેકના પિતા સુરેશ ઓબેરોય તથા માતા યશોધરા છે. સુરેશ ઓબેરોયે પણ બોલિવૂડમા પોતાની ઓળખ બનાવી છે. ફિલ્મ્સમાં આવ્યા પહેલાં સુરેશ ઓબેરોય મેડિકલ સ્ટોર ચલાવતો હતો. મેડિકલ સ્ટોર તેમનો ફેમિલી બિઝનેસ હતો. 

ઐશ્વર્યા રાયને કારણે રહ્યો ચર્ચામાં:
એક સમયે ઐશ્વર્યા તથા વિવેક ઓબેરોય વચ્ચે સંબંધો હતો. 'ક્યો હો ગયા ના'માં બંનેએ સાથે કામ કર્યું હતું. જોકે, પછી વિવેકે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ઐશ્વર્યાના પૂર્વ પ્રેમી સલમાને તેને ધમકી આપી છે અને તેને અનેકોવાર ફોન કર્યાં છે. અલબત્ત, એશે આ અંગે કંઈ જ કહ્યું નહોતું. ત્યારબાદ બંને અલગ થઈ ગયા હતાં.

મંત્રીની દીકરી સાથે લગ્નઃ
વિવેકે 29 ઓક્ટોબર, 2010માં કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાની દીકરી પ્રિયંકા સાથે લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્ન બેંગ્લોર તથા રિસેપ્શન મુંબઈમાં યોજાયું હતું. બંનેને એક દીકરો વિવાન તથા પુત્રી અમેયા છે. 

(જુઓ, વિવેક ઓબેરોયની પરિવાર સાથેની તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...