તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંજૂસી માટે લોકપ્રિય હતાં આ એક્ટર, બંગલો વેચાયો તો રડ્યાં હતાં ધ્રૂસકે-ધ્રૂસકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડમાં જ્યુબલી હિરોના નામથી જાણીતા રાજેન્દ્ર કુમારની 18મી ડેથ એનિવર્સરી(12 જુલાઈ, 1999)ના રોજ હતી. અનેક સુપરહિટ ફિલ્મ્સમાં કામ કરનાર રાજેન્દ્ર કુમાર કંજૂસી માટે જાણીતા છે. તે ના તો પોતાની જાત માટે કે ના તો ફ્રેન્ડ્સ માટે ખર્ચ કરતાં હતાં. જ્યારે રાજેન્દ્ર કુમારની હાલત ખરાબ થઈ ત્યારે તેમણે તેમનો લકી બંગલો જેનું નામ 'ડિમ્પલ' હતું, તે રાજેશ ખન્નાને વેચ્યો હતો. જે દિવસે તેમણે બંગલો છોડ્યો તેની આગલી રાત્રે રડી-રડીને રાત કાઢી હતી. 

50 રૂ. લઈને મુંબઈ આવ્યા હતાં:
રાજેન્દ્ર કુમારે ફિલ્મ્સમાં કામ કરવા માટે ઘણો જ સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે તે મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં ખાલી 50 રૂપિયા હતાં. પિતાની ઘડિયાળ વેચીને આ રૂપિયા લીધા હતાં. ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણની મદદથી તેમને ડિરેક્ટર એચ એસ રવૈલના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે 150 રૂ.ની નોકરી મળી હતી. 1950માં આવેલી 'જોગન'માં રાજેન્દ્ર કુમારને કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મમાં દિલીપકુમાર લીડ રોલમાં હતો. 1950થી 1957 સુધી રાજેન્દ્ર કુમાર પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરતાં રહ્યાં હતાં. 1957માં 'મધર ઈન્ડિયા'માં નાનકડાં રોલ માટે પસંદ કરવામાં આવ્યા હતાં. 

'ગૂંજ ઉઠી શહેનાઈ' હતી પહેલી હિટ ફિલ્મઃ
1959માં આવેલી 'ગૂંજ ઉઠી શહેનાઈ'માં લીડ એક્ટર તરીકે રાજેન્દ્ર કુમાર આવ્યા હતાં અને આ ફિલ્મ હિટ રહી હતી. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. 'ધૂલ કા ફૂલ', 'મેરે મહેબૂબ', 'આઈ મિલન કી બેલા', 'સંગમ', 'આરજૂ', 'સૂરજ' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. ફિલ્મ્સની સફળતા જોઈને ચાહકોએ તેમનું નામ 'જ્યૂબલી કુમાર' રાખ્યું હતું. 1970 બાદ રાજેન્દ્ર કુમારની કરિયરની પડતી શરૂ થઈ હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, રાજેન્દ્ર કુમારની ખાસ વાતો.....)
અન્ય સમાચારો પણ છે...