તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BJP લીડરનો પુત્ર છે આ એક્ટર, તાઈક્વાન્ડોમાં મળ્યો છે Black Belt

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ છેલ્લે અક્ષય કુમારની ફિલ્મ 'રૂસ્તમ'માં જોવા મળેલો અર્જન બાજવાનો 3 સપ્ટેમ્બરના રોજ 38મો જન્મદિવસ છે. અર્જનની પહેલી તેલુગુ ફિલ્મ 'Sampangi' હતી. ચાર તેલુગુ ફિલ્મ્સમાં કામ કર્યા બાદ તેણે 2003માં બોલિવૂડ ફિલ્મ 'વો તેરા નામ થા'માં કામ કર્યું હતું. ચાર વર્ષ સુધી સ્ટ્રગલ કર્યા બાદ 2007માં અર્જનની ત્રણ ફિલ્મ્સ 'ગુરૂ', 'સમર 2007' તથા 'ફેશન' રીલિઝ થઈ હતી. અર્જુન હજી પણ પોતાની અલગ ઓળખ બનાવી શક્યો નથી.

દિલ્હીના એક્સ ડેપ્યુટી મેયરનો પુત્રઃ
દિલ્હીમાં જન્મેલા અર્જને ક્યારેય વિચાર્યું નહોતું કે તે એક્ટર બનશે. અર્જુનના પિતા સવિંદરજીત સિંહ બાજવા દિલ્હીના ડેપ્યુટી મેયર હતાં. તે ભાજપમાં લીડર છે. આટલું જ નહીં અર્જને એગ્રીકલ્ચરમાં ડિગ્રી લીધી હતી. આ સાથે જ તે તાઈક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ પણ છે. ત્યારબાદ તેણે બોલિવૂડમાં કરિયર બનાવવા અંગે વિચાર્યું હતું. સ્પોર્ટી લુક હોવાને કારણે અર્જુનને યંગ ડેઝમાં મોડલિંગની શરૂઆથ કરી હતી. અનેક ફેશન શો તથા ડિઝાઈનર્સ કલેક્શનને પ્રેઝન્ટ કર્યાં બાદ અર્જને અનેક બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી હતી. પછી ધીમે ધીમે તેની એક્ટિંગ કરિયર શરૂ થઈ હતી. 

22 ફિલ્મ્સમાં કર્યું કામઃ
અર્જન હજી પણ અનમેરિડ છે. 16 વર્ષની કરિયરમાં અર્જને 22 ફિલ્મ્સમાં કામ કર્યું છે. જેમાં તેલુગુ, તમિલ, પંજાબી તથા હિંદી ફિલ્મ્સ છે. 

(જુઓ, અર્જુનની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...