ઘટના / જ્યારે ડેવિડ ધવનને મારવા માટે અજય દેવગને ઉપાડી હતી હોકી સ્ટિક, સંજય દત્તે વચ્ચે પડી બચાવ્યા હતા ડિરેક્ટરને

Director David Dhawan Abused With Fun Not Tolerated By Ajay Devgan On Film Set

divyabhaskar.com

Apr 02, 2019, 06:51 PM IST

મુંબઈઃ ફિલ્મ મેકર ડેવિડ ધવનને રમૂજી સ્વભાવના કારણે પણ ઓળખવામાં આવે છે. કોમેડી ફિલ્મ્સ બનાવવામાં તેમને મહારત હાંસલ છે. ડેવિડ ગોવિંદા સાથે કામ કરી રહ્યાં હોય કે સંજય દત્ત અને અજય દેવગન સાથે, સેટ પર તેઓ ઘણી મસ્તી કરતા હોય છે. આ તેમના કામ કરવાની પદ્ધતિમાં સામેલ હતું. અમુકવાર તેઓ મજાકમાં કલાકારોને કંઈપણ બોલી નાખતા હતા. આવી જ ઘટના એકવાર ડેવિડ ધવનને ભારે પડી હતી. ઉલ્લેખનીય છે કે, અજય દેવગને 2 એપ્રિલના રોજ પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો, આ સમયે તેણે પોતાની અપકમિંગ ફિલ્મ ‘દે દે પ્યાર દે’નું ટ્રેલર રીલિઝ કર્યું હતું. આ ફિલ્મમાં તે આધેડ વયે પોતાનાથી અડધાથી પણ ઓછી વર્ષની યુવતી સાથે રોમાન્સ કરતો જોવા મળશે અને ફિલ્મમાં આધેડ વયે ઈશ્ક કરવા નીકળેલા વ્યક્તિને સેન્ટરમાં રાખીને જ સ્ટોરી દેખાડવામાં આવી છે.

..જ્યારે ડેવિડ ધવનને મારવા અજયે ઉપાડી લીધી હોકી સ્ટિક
- આ ઘટના વર્ષ 2002માં અજય દેવગન ડેવિડ ધવન સાથે ‘હમ કિસી સે કમ નહીં’ ફિલ્મ કરી રહ્યો હતો. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત સંજય દત્ત, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ કામ કરી રહ્યાં હતા.
- ફિલ્મ માટે અજય દેવગન એક સીન શૂટ કરી રહ્યો હતો, આ સીન ઘણો મુશ્કેલ હોવાથી અજય વારંવાર રીટેક લઈ રહ્યો હતો. ઘણીવાર રીટેક લેવાના કારણે ડેવિડ અજયથી પરેશાન થવા લાગ્યો હતો. જે પછી ડેવિડ ધવન રોષે ભરાયા હતા. ડેવિડે આ સમયે મજાકમાં પણ ગુસ્સો દેખાડી અજયને ગાળ આપી હતી.
- અજય દેવગન ડેવિડે મજાકમાં આપેલી ગાળથી પણ રોષે ભરાયો હતો અને પાસે રહેલી હોકી સ્ટિક લઈ ડેવિડને મારવા આગળ વધ્યો હતો. આ સમયે સંજય દત્ત દોડી આવ્યો અને તેમણે વચ્ચે પડી અજયને અટકાવ્યો હતો. અજય દેવગનનો ગુસ્સો જોઈ ડેવિડ પણ ડરી ગયા હતા અને સંજય દત્ત પાછળ છુપાઈ ગયા.
- સ્થિતિની ગંભીરતાને પારખી સંજુબાબાએ અજયના હાથમાં રહેલી હોકીને પકડી ફેંકી દીધી હતી. તે પછી તેમણે અજયને સમજાવ્યો હતો અને ડેવિડ ધવને પણ અજયની માફી માગી હતી. જે પછી અજય-ડેવિડ ઘણા સારા મિત્રો બની ગયા હતા.

7 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે બોલિવૂડ એક્ટરની જોવા મળી સિઝલિંગ કેમિસ્ટ્રી, બીચ વેકેશનની તસવીરો થઈ રહી છે વાઈરલ

X
Director David Dhawan Abused With Fun Not Tolerated By Ajay Devgan On Film Set

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી