17 વર્ષ મોટો હતો આ બોલિવૂડ એક્ટ્રેસનો પહેલો પતિ, 25 વર્ષ બાદ આપ્યા ડિવોર્સ, 45ની ઉંમરમાં કર્યાં બીજા લગ્ન

ડાબે, સોનમ, પહેલો પતિ રાજીવ, બીજા પતિ સાથે સોનમ
ડાબે, સોનમ, પહેલો પતિ રાજીવ, બીજા પતિ સાથે સોનમ

divyabhaskar.com

Sep 02, 2018, 07:28 PM IST

મુંબઈઃ 'ઓયે ઓયે ગર્લ' નામથી લોકપ્રિય થયેલી સોનમે 2 સપ્ટેમ્બરના રોજ પોતાનો 46મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેનું સાચું નામ બખ્તાવર ખાન છે. સોનમે માત્ર 14ની ઉંમરમાં ફિલ્મ 'વિજય'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં માત્ર 25 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 19ની ઉંમરમાં સોનમે 17 વર્ષ મોટા ડિરેક્ટર રાજીવ રાય સાથે લગ્ન કર્યાં હતાં. ફિલ્મ્સમાં સેક્સ સિમ્બોલના નામથી લોકપ્રિય સોનમ પોતાની કરિયરના પીક ટાઈમ પર એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો હતો. ઘણાં ઓછા લોકોને ખ્યાલ છે કે સોનમ એક્ટર રઝા મુરાદની સંબંધી છે. 25 વર્ષના લગ્નજીવન બાદ સોનમે બીજા લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. પહેલા પતિને ડિવોર્સ આપ્યા બાદ સોનમે 45 વર્ષની ઉંમરે પોંડીચેરીના ઓર્થોપેડીક ડોક્ટર મુરલી પોડુવલ સાથે બીજા લગ્ન કર્યાં હતાં.


આ રીતે થઈ બીજા પતિ સાથે મુલાકાતઃ
14 એપ્રિલ, 2017ના રોજ સોનમે મુરલી પોડુવલ સાથે ઉટીમાં લગ્ન કર્યાં હતાં. નોંધનીય છે કે સોનમના પહેલા લગ્ન ડિરેક્ટર રાજીવ રાય સાથે 21 જાન્યુઆરી, 1991ના રોજ થયા હતાં. આશરે 25 વર્ષ સાથે રહ્યા પછી આ જોડીના ઓગસ્ટ 2016માં ડિવોર્સ થયા હતાં. સોનમ માત્ર 14 વર્ષે જ 1988માં આવેલી ફિલ્મ 'વિજય'માં બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવી હતી. સોનમ અને મુરલીની મુલાકાત પુડ્ડુચેરીમાં થઇ હતી. જ્યારે સોનમ તેના પહેલા પતિ અને ફિલ્મમેકર રાજીવ રાયથી અલગ થઇ હતી ત્યારે મુરલીએ જ તેને સપોર્ટ કર્યો હતો. આ મુલાકાત પછી તેઓ એકબીજાની નજીક આવ્યા હતાં અને એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. એક લિડિંગ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે એ પણ જણાવ્યું હતું કે તેના દીકરા ગૌરવ અને મુરલીનું બોન્ડિંગ પણ ખૂબ સારૂં છે.


ગત 26 વર્ષથી ગુમનામીની જિંદગી જીવી રહી છે સોનમ
'આખિરી અદાલત' અને 'ત્રિદેવ' જેવી ફિલ્મ્સમાં જોવા મળેલી સોનમે લગ્ન પછી ફિલ્મ્સમાં એક્ટિંગ કરવાનું છોડ્યું હતું. છેલ્લા 26 વર્ષથી સોનમ ગુમનામીની જિંદગી જીવી રહી છે. રાજીવ સાથે લગ્ન કર્યા પછી સોનમે બોલિવૂડને અલવિદા કહ્યું હતું. નોંધનીય છે કે રાજીવે ગુપ્ત (1994) જેવી સુપરહિટ ફિલ્મ બનાવી હતી. લગભગ આ જ સમયે રાજીવ અંડરવર્લ્ડના નિશાને આવ્યો હતો. તેની ઓફિસ સામે જ તેની પર એટેક થયો હતો. તેની પર હુમલો થતાં આ જોડીએ ભારત છોડીને વિદેશમાં સેટલ થવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા લોસ એન્જલસ પછી સ્વિત્ઝર્લેન્ડ અને થોડા વર્ષ પછી મુંબઇ પરત ફર્યા હતાં. જોકે, 2001થી તેઓ અલગ રહી રહ્યા હતાં.


પહેલા પતિ સાથેની લવ-સ્ટોરી આમ થઈ હતી શરૂઃ
એવું કહેવાય છે કે રાજીવ અને સોનમ ફિલ્મ 'ત્રિદેવ'(1989)ના મેકિંગ દરમિયાન નજીક આવ્યા હતાં. ત્રણ વર્ષ પછી 21 જાન્યુઆરી, 1991ના રોજ આ જોડીએ લગ્ન કર્યા હતાં. જ્યારે સોનમ કરિયરની ઉંચાઇએ હતી ત્યારે ડિરેક્ટર રાજીવ સાથે લગ્ન કર્યા હતાં. આ કપલનો દીકરો ગૌરવ 24 વર્ષનો છે.


આ ફિલ્મ્સમાં કર્યું છે કામઃ
સોનમે પોતાના કરિયરની શરૂઆત 1987માં આવેલી ફિલ્મ 'સમ્રાટ'થી કરી હતી. 1987-1994 વચ્ચે તેણે 'વિજય' (1988). 'આખિરી અદાલત' (1988), 'આખિરી ગુલામ' (1989), 'ત્રિદેવ' (1989), 'મિટ્ટી ઔર સોના' (1989), 'ગોલા બારૂદ' (1989), 'ચોર પે મોર' (1990), 'ક્રોધ' (1990), 'અજુબા' (1991), 'વિશ્વાત્મા' (1992) જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ 'ઇન્સાનિયત' 1994 માં રીલિઝ થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી તે ફિલ્મી પડદાથી દૂર છે.


બોલ્ડ અને બિકીની સીન્સ પણ આપ્યાઃ
સોનમની ગણતરી 90'sની બોલ્ડ એક્ટ્રેસમાં થાય છે. 1988માં આવેલી 'વિજય'માં તેણે બિકીની સીન્સ આપ્યા હતાં. ફિલ્મમાં તેની જોડી રિષિ કપૂર સાથે જામી હતી. આ ઉપરાંત તે જેકી શ્રોફ સાથે ફિલ્મ 'આખિરી અદાલત'માં પણ બોલ્ડ સીન્સ આપી ચૂકી છે.

પિતાના અંતિમ સંસ્કારમાં ધ્રૂસકે ધ્રૂસકે રડતો હતો Jr NTR, સંભાળવો બન્યો હતો મુશ્કેલ, પછી ભાઈ કલ્યાણે આપ્યો મુખાગ્નિ

X
ડાબે, સોનમ, પહેલો પતિ રાજીવ, બીજા પતિ સાથે સોનમડાબે, સોનમ, પહેલો પતિ રાજીવ, બીજા પતિ સાથે સોનમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી