બર્થડે સ્પેશ્યિલ / પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે રાની મુખર્જીએ કર્યું હતું ડિનર, એક્ટ્રેસને સ્પેશ્યિલ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવી હતી, આ હતું કારણ

રાની મુખર્જી પરવેઝ મુશર્રફ તેમની પત્ની અને મનમોહન સિંહ સાથે.
રાની મુખર્જી પરવેઝ મુશર્રફ તેમની પત્ની અને મનમોહન સિંહ સાથે.
રાની મુખર્જી પિતા સાથે.
રાની મુખર્જી પિતા સાથે.
રાની મુખર્જી.
રાની મુખર્જી.
રાની મુખર્જી માતા સાથે.
રાની મુખર્જી માતા સાથે.
રાની મુખર્જી.
રાની મુખર્જી.
રાની મુખર્જી પિતા સાથે.
રાની મુખર્જી પિતા સાથે.
રાની મુખર્જી.
રાની મુખર્જી.
રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય.
રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય.
રાની મુખર્જી-અભિષેક બચ્ચન.
રાની મુખર્જી-અભિષેક બચ્ચન.
રાની મુખર્જી.
રાની મુખર્જી.
પ્રિટી ઝિન્ટા અને રાની મુખર્જી.
પ્રિટી ઝિન્ટા અને રાની મુખર્જી.
માતા-પિતા અને ભાઈ સાથે રાની મુખર્જી.
માતા-પિતા અને ભાઈ સાથે રાની મુખર્જી.

divyabhaskar.com

Mar 21, 2019, 04:12 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી આજે 41 વર્ષની થઈ ચૂકી છે. રાનીનો જન્મ 21 માર્ચ 1978ના મુંબઈમાં થયો હતો. રાનીએ પોતાની કરિયરનો પ્રારંભ 1997માં રીલિઝ થયેલી ડિરેક્ટર અશોક ગાયકવાડની ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’થી કરી હતી. જોકે ઘણા ઓછા લોકો જાણે છે કે રાનીએ પહેલા પોતાના પિતા રામ મુખર્જીની બંગાળી ફિલ્મ ‘બિયેર ફૂલ’માં કામ કર્યું હતું. ફિલ્મમાં રાનીએ લીડ એક્ટ્રેસ ઈન્દ્રાણી હલદરની નાની બહેનનો રોલ કર્યો હતો.

પાકિસ્તાની રાષ્ટ્રપતિ સાથે ડિનર કરી ચૂકી છે રાની
- વર્ષ 2005માં જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ભારત આવ્યા હતા ત્યારે મનમોહન સિંહે દિલ્હીની હોટલ અશોકમાં એક ડિનરનું આયોજન કર્યું હતું. આ ડિનર પર રાની મુખર્જીને પણ બોલાવવામાં આવી હતી.
- આ ડિનરમાં રાની એકમાત્ર બોલિવૂડ હસ્તી હતી. આ ઘટનાના 5 મહિના પહેલા રાનીની ફિલ્મ ‘વીર ઝારા’ રીલિઝ થઈ હતી, જેમાં રાનીએ પાકિસ્તાની હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટનો રોલ કર્યો હતો. એવું કહેવામાં આવે છે કે ફિલ્મ બાદથી રાની મુશર્રફની પત્ની સાહિબાની ફેવરિટ એક્ટ્રેસ બની ગઈ હતી.

પિતાના કારણે સલમાનના પિતાની ઓફર ફગાવી હતી..
- સલમાનના પિતા અને રાઈટર સલીમ ખાને રાની મુખર્જીને ફિલ્મ ‘આ ગલે લગ જા’ (1994) ઓફર કરી હતી. તે સમયે રાની માત્ર 14 વર્ષની હતી અને તેના પિતા નહોતા ઈચ્છતા કે દીકરી આટલી નાની વય એક્ટિંગ ફિલ્ડમાં પ્રવેશ કરે. એવામાં પિતાના ઈન્કાર બાદ રાનીએ ઓફર ઠુકરાવવી પડી.
- ઉલ્લેખનીય છે કે, હામિદ અલી ખાનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મની સ્ટોરી સલીમ ખાને લખી હતી. રાનીએ ઈન્કાર કરતા ઉર્મિલા માર્તોંડકરને સાઈન કરવામાં આવી.

પ્રથમ ફિલ્મ બાદ છોડવા માગતી હતી બોલિવૂડ
- રાની પ્રથમ ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ બોક્સ ઓફિસ પર સફળ ના રહેતા તે એક્ટિંગ છોડી કોલેજ પૂર્ણ કરવા જવા લાગી હતી. જે પછી પિતરાઈ બહેન કાજોલની સફળતાથી પ્રેરિત થઈ રાનીએ કમબેકનો નિર્ણય કર્યો.
- 1998માં તેણે વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘ગુલામ’માં આમિર ખાન સાથે લીડ રોલ કર્યો હતો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર એવરેજ રિસ્પોન્સ મળ્યો હતો. જોકે આ ફિલ્મ બાદ રાની માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા દરવાજાઓ ખુલવા લાગ્યા હતા.

એક જ વર્ષમાં 2 ફિલ્મફેર જીતનારી એક્ટ્રેસ
- રાનીને એક જ વર્ષમાં બે ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. વર્ષ 2005માં તેને ફિલ્મ ‘હમ તુમ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અને ‘યુવા’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

2 ફિલ્મ્સ જઈ ચૂકી છે ઓસ્કારમાં
- રાની મુખર્જીની બે ફિલ્મ ભારતની તરફથી એકેડમી એવોર્ડ્ઝ (ઓસ્કાર)માં એન્ટ્રી કરી ચૂકી છે. વર્ષ 2000માં આવેલી કમલ હાસનના ડિરેક્શનમાં બનેલી ‘હે રામ’ ઓસ્કારની રેસમાં સામેલ થઈ હતી. આ ફિલ્મમાં રાનીએ કમલ હાસનની પત્ની અપર્ણાનો રોલ કર્યો હતો. જે પછી વર્ષ 2005માં અમોલ પાલેકરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘પહેલી’ ઓસ્કારમાં પહોંચી હતી. આ ફિલ્મમાં રાનીએ શાહરૂખની પત્નીનો રોલ કર્યો હતો.

3 હિટ ફિલ્મ્સ ઠુકરાવી, જે પછી બીજી એક્ટ્રેસે કરી
- મણિરત્નમના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘દિલ સે’ (1998), આશુતોષ ગોવારિકરની ‘લગાન’ (2001) અને રાજકુમાર હિરાનીની ‘મુન્નાભાઈ એમબીબીએસ’(2003) માટે ડિરેક્ટર્સની પ્રથમ પસંદ રાની મુખર્જી હતી. પરંતુ ડેટની સમસ્યાના કારણે રાનીએ તે સાઈન કરી નહીં.
- જે પછી ‘દિલ સે’મનિષા કોઈરાલાને, ‘લગાન’ અને ‘મુન્નાભાઈ એમબીબીએસ’ગ્રેસી સિંહને મળી હતી. ત્રણેય ફિલ્મ્સને ક્રિટિક્સે વખાણવાની સાથે બોક્સ ઓફિસ પર પણ જબરદસ્ત સફળતા મળી હતી.

હોલિવૂડ ફિલ્મની ઓફર ફગાવી ચૂકી છે રાની
- રાની મુખર્જીને 2006માં મીરા નાયરની હોલિવૂડ ફિલ્મ ‘ધ નેમસેક’ની ઓફર મળી હતી. આ સમયે રાની ધર્મા પ્રોડક્શનની ‘કભી અલવિદા ના કહના’નું શૂટિંગ કરી રહી હતી. બંને ફિલ્મની ડેટ ક્લેશ થવાના કારણે રાનીએ હોલિવૂડ ફિલ્મ છોડી જે તબુને મળી અને તેને ફિલ્મની સફળતા પર ક્રિટિક્સે પણ વખાણી હતી.

2014માં આદિત્ય ચોપરા સાથે કર્યા હતા લગ્ન
- રાનીએ બોલિવૂડમાં ‘કુછ-કુછ હોતા હૈ’ (1998), ‘હેલો બ્રધર’ (1999), ‘હદ કર દી આપને’ (2000), ‘સાથિયા’ (2002), ‘કલ હો ના હો’ (2003), ‘યુવા’ (2004), ‘બ્લેક’ (2005), ‘નો વન કિલ્ડ જેસિકા’ (2011) જેલી ફિલ્મ્સમાં શાનદાર એક્ટિંગ કરી હતી.
- રાનીએ 21 એપ્રિલ 2014માં ફિલ્મ મેકર આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા. જોકે ઘણા વર્ષોસુધી તેમના અફેરની ચર્ચા મીડિયામાં થતી રહેતી હતી. બંનેની દીકરી આદિરા છે જેનો જન્મ 9 ડિસેમ્બર 2015ના રોજ થયો હતો.

આ પ્રકારના વધુ ન્યૂઝ વાંચવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ.

હોળીના દિવસે કિન્નરો સાથે રંગ ઉડાડતા-ડાન્સ કરતા રાજકપૂર, પોતાની ફિલ્મ્સના ગીતોનું ટેસ્ટિંગ પર આમની પાસે જ કરાવતા

X
રાની મુખર્જી પરવેઝ મુશર્રફ તેમની પત્ની અને મનમોહન સિંહ સાથે.રાની મુખર્જી પરવેઝ મુશર્રફ તેમની પત્ની અને મનમોહન સિંહ સાથે.
રાની મુખર્જી પિતા સાથે.રાની મુખર્જી પિતા સાથે.
રાની મુખર્જી.રાની મુખર્જી.
રાની મુખર્જી માતા સાથે.રાની મુખર્જી માતા સાથે.
રાની મુખર્જી.રાની મુખર્જી.
રાની મુખર્જી પિતા સાથે.રાની મુખર્જી પિતા સાથે.
રાની મુખર્જી.રાની મુખર્જી.
રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય.રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય.
રાની મુખર્જી-અભિષેક બચ્ચન.રાની મુખર્જી-અભિષેક બચ્ચન.
રાની મુખર્જી.રાની મુખર્જી.
પ્રિટી ઝિન્ટા અને રાની મુખર્જી.પ્રિટી ઝિન્ટા અને રાની મુખર્જી.
માતા-પિતા અને ભાઈ સાથે રાની મુખર્જી.માતા-પિતા અને ભાઈ સાથે રાની મુખર્જી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી