બર્થડે સ્પેશ્યિલ / રાનીએ માત્ર 2 ફિલ્મમાં જ કર્યું છે જીજા અને બોલિવૂડના ‘સિંઘમ’ સાથે કામ, જાણો એક્ટ્રેસની Lifeના રસપ્રદ ફેક્ટ્સ

ajay devgan is husband of kajol, who is cousin sister of rani mukerji

divyabhaskar.com

Mar 21, 2019, 08:28 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી 41 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 21 માર્ચ, 1978ના રોજ મુંબઈમાં થયો હતો. રાનીના જન્મદિવસે તેના જીવન સાથે જોડાયેલી અમુક રસપ્રદવાતો અહીં જણાવી રહ્યાં છીએ. બોલિવૂડના ‘સિંઘમ’ તરીકે ઓળખાતો અજય દેવગન રાનીના જીજા થાય છે. વાસ્તવમાં અજય, રાનીની પિતરાઈ બહેન કાજોલના પતિ થાય છે, જેથી અજય રાનીના જીજા થાય. 21 વર્ષના લાંબા ફિલ્મી કરિયરમાં રાનીએ પોતાના જીજા સાથે માત્ર 2 ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મ્સ 2003માં આવેલી ‘ચોરી-ચોરી’ અને ‘એલઓસી કારગિલ’ છે. આમ તો રાની અને અજયે ફિલ્મ ‘યુવા’માં સાથે કામ કર્યું હતું, જોકે આમા તેમની જોડી નહોતી.

રાની મુખર્જીના જીવન સાથે જોડાયેલી અન્ય રસપ્રદ વાતો....

- 1994માં રાની મુખર્જીને સલીમ ખાને ફિલ્મ ‘આ ગલે લગ જા’ માટે અપ્રોચ કર્યો હતો. પરંતુ રાનીના પિતા રામ મુખર્જી નહોતા ઈચ્છતા કે આટલી જલ્દી દીકરી ફુલટાઈમ એક્ટિંગમાં ઉતરે. તેથી તેમણે ઈન્કાર કરી દીધો.
- રાનીએ 14 વર્ષની વયે બંગાલી ફિલ્મ ‘બિયેર ફૂલ’થી ડેબ્યૂ કર્યું હતું. તે પછી તેણે બોલિવૂડમાં 1996માં આવેલી ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’માં લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું. જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. જેના લીધે રાની ફિલ્મ્સ છોડી કોલેજ જઈ અભ્યાસ પર ફોક્સ કરવા લાગી હતી. જોકે કઝિન બહેન કાજોલની સફળતાથી પ્રેરિત થઈ રાનીએ કમબેકનો નિર્ણય કર્યો હતો.
- ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં રાનીએ સેકન્ડ લીડ રોલ કર્યો હતો. જોકે આ ફિલ્મ માટે રાની ડિરેક્ટર કરન જોહરની પ્રથમ પસંદ નહોતી. રાની પહેલા આ ઓફર ટ્વિંકલ ખન્નાને આપવામાં આવી હતી, જોકે તેણે ઈન્કાર કરતા રોલ રાનીને મળ્યો હતો.
- રાની મુખર્જી બોલિવૂડની એકમાત્ર એવી એક્ટ્રેસ છે જેને એક જ વર્ષમાં બે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતા. 2005માં તેને ફિલ્મ ‘હમ-તુમ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ જ વર્ષે તેને ફિલ્મ ‘યુવા’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

કોણ અસલી, કોણ નકલી, ઓળખવું થયું મુશ્કેલ, પાડોશી દેશમાં રહે છે ઈમરાન હાશમી જેવો જ દેખાતો આ વ્યક્તિ

X
ajay devgan is husband of kajol, who is cousin sister of rani mukerji

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી