પૂજા ભટ્ટથી અક્ષય ખન્ના સુધી, 21 વર્ષમાં આટલી બદલાઈ ગઈ ‘બોર્ડર’ની સ્ટારકાસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 90'sની લોકપ્રિય એક્ટ્રેસિસમાંથી એક પૂજા ભટ્ટ 46 વર્ષની થઈ ગઈ છે. પૂજાએ એક્ટિંગ જ નહીં પણ પ્રોડ્યૂસર-ડિરેક્ટર તરીકે પણ ઓળખ મેળવી છે. 24 ફેબ્રુઆરી 1972ના રોજ મુંબઈમાં જન્મેલી પૂજા ભટ્ટના કરિઅરનો પ્રારંભ ફિલ્મ ‘ડેડી’થી થયો હતો. તે પછી 1991માં આમિર ખાન સાથેની ફિલ્મ ‘દિલ હૈ કિ માનતા નહીં’ તેના કરિઅરની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ. આમ તો પૂજા ભટ્ટે ઘણી યાદગાર ફિલ્મો આપી પરંતુ 1997માં આવેલી ‘બોર્ડર’માં કમલાના રોલથી તે ઘણી લોકપ્રિય થઈ હતી.

 

તે સમયે બોર્ડરે કરી હતી 40 કરોડ રૂપિયાની કમાણી.....


- બોર્ડર ફિલ્મને આવ્યે 21 વર્ષ થઈ ગયા છે. આટલા લાંબા સમયગાળા બાદ ફિલ્મના કલાકારોનો લૂક હવે ઘણો જ બદલાય ગયો છે. આ પેકેજમાં અમે પૂજા ભટ્ટ સહિતના એક્ટર્સનો તે સમય અને હાલનો લુક દેખાડી રહ્યાં છીએ.
- 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બનેલી ફિલ્મ ‘બોર્ડર’ 13 જૂન, 1997ના રીલિઝ થઈ અને સુપરહિટ સાબિત થઈ.
- અંદાજે 10 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે તે સમયમાં 39.5 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની સફળતાના આધારે જેપી દત્તાએ સિકવલ બનાવવાની જાહેરાત કરી હતી.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ અત્યારસુધી કેટલી બદલાઈ ગઈ છે ‘બોર્ડર’ની સ્ટાર કાસ્ટ)

અન્ય સમાચારો પણ છે...