જે ટીવીએ બનાવ્યા સ્ટાર, છોડતાં જ કરિયર થઈ બરબાદ, 'પ્રેરણા'થી લઈ રાજીવ ખંડેલવાલ સુધીના સ્ટાર્સની કહાની

એક ટીવી સ્ટારે તો 12-12 ફિલ્સમાં કર્યું કામ છતાંય ના મળી સફળતા.

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 08:04 PM
રાજીવ ખંડેલવાલ(ડાબે), પ્રાચી દેસાઈ, કરણ સિંહ ગ્રોવર.
રાજીવ ખંડેલવાલ(ડાબે), પ્રાચી દેસાઈ, કરણ સિંહ ગ્રોવર.

મુંબઈઃ લોકપ્રિય ટીવી એક્ટ્રેસ પ્રાચી દેસાઈ 30 વર્ષની થઈ ચૂકી છે. 12 સપ્ટેમ્બર 1988માં સુરતમાં જન્મેલી પ્રાટીની ગણતરી એવા ટીવી સેલેબ્સમાં થાય છે જે ટીવી પર હિટ રહ્યાં પરંતુ સિલ્વર સ્ક્રિન પર ફ્લોપ સાબિત થયા. પ્રાચીએ કરિયરનો પ્રારંભ ટીવી સીરિયલ ‘કસમ સે’થી કર્યો હતો. 2006માં તેણે એકતા કપૂરના આ શોમાં લીડ રોલ કર્યો હતો. 2008માં તેને અભિષેક કપૂરની ફિલ્મ ‘રૉક ઑન’માં લીડ એક્ટ્રેસના રોલની ઓફર મળી હતી. ફિલ્મ માટે તેણે સીરિયલ ‘કસમ સે’ છોડી દીધી હતી.

પ્રાચીએ ફિલ્મમાં કર્યો હતો ફરહાનની પત્નીનો રોલ


- ફિલ્મ ‘રૉક ઑન’માં પ્રાચી દેસાઈએ ફરહાન અખ્તરની પત્નીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ ઉપરાંત તેણે ‘લાઈફ પાર્ટનર’ (2009), ‘વન્સ અપૉન અ ટાઈમ ઈન મુંબઈ’ (2010), ‘તેરી મેરી કહાની‘ (2012), ‘બોલ બચ્ચન’ (2012), ‘આઈ મી ઔર મૈં’ (2013), ‘પુલિસગિરી’ (2013), ‘એક વિલન’ (2014), ‘અઝહર’ (2016) જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. જોકે ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવવામાં સફળતા મેળવી શકી નથી.

કરન સિંહ ગ્રોવર


- બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુનો પતિ કરન સિંહ ગ્રોવરે પણ ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે પરંતુ તેનો જાદૂ ટીવી પર ચાલ્યો નહીં.
- તેણે ‘ભ્રમ’ (2008), ‘આઈએમ’ (2012), ‘અલોન’ (2015), ‘હેટ સ્ટોરી 3’ (2015) જેવી ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું પરંતુ તેને ટીવી જેવી સફળતા મળી નહીં.
- કરને ‘કિતની મસ્ત હૈ જીંદગી’ (2006), ‘પરિવાર’ (2007), ‘દિલ મિલ ગયે’ (2010), ‘કુબૂલ હૈ’ (2013) સહિત ઘણી લોકપ્રિય સીરિયલ્સમાં કામ કર્યું છે.

(આગળની સ્લાઈડ્સમાં જાણો TV પર હિટ રહ્યાં પરંતુ બોલિવૂડમાં ફ્લોપ થનારા સ્ટાર્સ વિશે...)

સોનમ કપૂર કઈ વસ્તુઓથી થાય છે એક્સાઈટેડ?

શ્વેતા તિવારી.
શ્વેતા તિવારી.

- શ્વેતાએ જેટલી લોકપ્રિયતા ટીવી સીરિયલ્સમાં મેળવી તેટલી તે ફિલ્મ્સમાં મેળવી શકી નથી. શ્વેતાએ હિંદી ઉપરાંત અન્ય ભાષાની 12 ફિલ્મ્સમાં કામ કર્યું પરંતુ કંઈ જ ફાયદો થયો નહીં.
- ટીવી સીરિયલની વાત કરીએ તો શ્વેતાએ ‘કહીં કિસી રોજ’ (2001), ‘કસૌટી જીંદગી કી’ (2008), ‘જાને ક્યા બાત હુઈ’ (2008), ‘નાગિન’ (2007), ‘પરવરિશ’ (2011), ‘બાલવીર’ (2014) સહિત અન્યમાં કામ કરી ચૂકી છે.
- તેની ફિલ્મ્સની વાત કરીએ તો તેમાં ‘મદહોશી’ (2004), ‘અપની બોલી અપના દેસ’ (2009), ‘બિન બુલાયે બારાતી’ (2011), ‘મિલે ના મિલે હમ’ સામેલ છે.

 

પુલકિત સમ્રાટ
પુલકિત સમ્રાટ

- પુલકિત સમ્રાટે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ (2006) અને ‘કહો ના પ્યાર હૈ’(2008)માં કામ કરી લોકપ્રિયતા મેળવી. ફિલ્મ્સમાં કામ કરવા તેણે ટીવી વર્લ્ડ છોડી દીધું. જોકે તેને ફિલ્મ્સમાં સફળતા મળી નહીં.
- તેણે ‘બિટ્ટૂ બોસ’ (2012), ‘ફુકરે’ (2013), ‘જય હો’ (2014), ‘ઓ તેરી’ (2014), ‘ડૉલી કી ડોલી’ (2015), ‘સનમ રે’ (2016) સહિતની ફિલ્મ્સ કરી હતી.

 

રાજીવ ખંડેલવાલ
રાજીવ ખંડેલવાલ

- રાજીવે ઘણા ફેમસ ટીવી સીરિયલ્સમાં કામ કર્યું પરંતુ તે પણ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી શક્યો નહીં.
- તેણે ટીવી શો ‘ક્યા હાદસા ક્યા હકીકત’ (2002), ‘કહીં તો હોગા’ (2005), ‘ડીલ યા નો ડીલ’ (2006), ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ (2007)માં કામ કર્યું છે.
- તેણે ફિલ્મ ‘આમિર’ (2008), ‘ટેબલ નં. 21’(2013), ‘ફીવર’ (2016), ‘પીટર ગયા કામ સે’ (2014) સહિત અન્ય ફિલ્મ્સમાં કામ કર્યું છે.

ગ્રેસી સિંહ
ગ્રેસી સિંહ

- ગ્રેસીએ ટીવી સીરિયલ ‘અમાનત’ (1997)થી પોતાના એક્ટિંગ કરિયરનો પ્રારંભ કર્યો હતો. આ સાથે તેણે ‘પૃથ્વીરાજ ચૌહાણ’ (1998), ‘હૂતૂતૂ’ (1999) સીરિયલમાં કામ કર્યું.
- 2001માં તેને ફિલ્મ ‘લગાન’માં લીડ રોલ મળ્યો અને તેને ટીવી સીરિયલ્સમાં કામ કરવાનું છોડી દીધું. 
- લગના ઉપરાંત તેણે ‘અરમાન’ (2003), ‘ગંગાજલ’ (2003), ‘મુન્નાભાઈ એમબીબીએસ’ (2004), ‘મુસ્કાન’ (2004), ‘યે હૈ જીંદગી’ (2005) સહિતની ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેણે સાઉથની ફિલ્મ્સમાં પણ કામ કર્યું જોકે તેને ફિલ્મ્સમાં સફળતા મળી નહીં.

આમના શરીફ
આમના શરીફ

- આમનાએ પણ ટીવીની સાથે ફિલ્મ્સમાં કામ કર્યું છે. પરંતુ ટીવી જેવી લોકપ્રિયતા બોલિવૂડમાં મળી નહીં.
- આમનાએ ટીવી સીરિયલ ‘કહીં તો હોગા’ (2007), ‘હોંગે ના જુદા હમ’ (2013), ‘એક થી નાયિકા’ (2013)માં કામ કર્યું છે.
- તેણે ‘આલૂ ચાટ’ (2009), ‘આઓ વિશ કરેં’ (2009), ‘શક્લ પે મત જા’ (2011), ‘એક વિલેન’ (2014) જેવી ફિલ્મ્સ કરી છે.

ગુરમીત ચૌધરી
ગુરમીત ચૌધરી

- એક્ટર ગુરમીતે ‘રામાયણ’ (2008), ‘ગીત-હુઈ સબસે પરાઈ’ (2009), ‘પુનર્વિવાહ’ (2013), જેવી સીરિયલ્સને કારણે લોકપ્રિયતા મેળવી હતી.
- બોલિવૂડમાં તેણે ફિલ્મ ‘કોઈ આપ સા’ (2005), ‘ખામોશિયાં’ (2015), ‘મિસ્ટર એક્સ’ (2015), ‘વજહ તુમ હી હો’ (2016), ‘લાલી કી શાદી મેં લડ્ડુ દીવાના’ (2017)માં કામ કર્યું, જોકે તેને ફિલ્મ્સમાં સફળતા મળી નહીં.

X
રાજીવ ખંડેલવાલ(ડાબે), પ્રાચી દેસાઈ, કરણ સિંહ ગ્રોવર.રાજીવ ખંડેલવાલ(ડાબે), પ્રાચી દેસાઈ, કરણ સિંહ ગ્રોવર.
શ્વેતા તિવારી.શ્વેતા તિવારી.
પુલકિત સમ્રાટપુલકિત સમ્રાટ
રાજીવ ખંડેલવાલરાજીવ ખંડેલવાલ
ગ્રેસી સિંહગ્રેસી સિંહ
આમના શરીફઆમના શરીફ
ગુરમીત ચૌધરીગુરમીત ચૌધરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App