તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડ એક્ટ્રેસ રેખાને છે છ-છ બહેનો, પાંચ સાવકી અને એક સગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી, ડો. જયા શ્રીધર, રેવતી સ્વામીનાથન, ડો. કમલા સેલવરાજ, રેખા, રાધા ઉસ્માન સૈયદ, નારાયણી ગણેશ, વિજયા ચામુંડેશ્વરી - Divya Bhaskar
ડાબેથી, ડો. જયા શ્રીધર, રેવતી સ્વામીનાથન, ડો. કમલા સેલવરાજ, રેખા, રાધા ઉસ્માન સૈયદ, નારાયણી ગણેશ, વિજયા ચામુંડેશ્વરી

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રેખાનો 10 ઓક્ટોબરના રોજ 64મો જન્મદિવસ છે. રેખાની અંગત બાબતો આમ પણ ભાગ્યે જ ચાહકો જાણતા હોય છે. રેખાને છ બહેનો છે. જેમાંથી પાંચ સાવકી બહેનો અને એક સગી બહેનો છે. રેખાને પોતાની આ છએ છ બહેનો પ્રત્યે ઘણો જ પ્રેમ છે. રેખા પોતાની છ બહેનો સાથે હોય તેવી તસવીર ઘણી જ ઓછી છે. આવી જ એક તસવીર વર્ષ 2016માં એક હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે ક્લિક કરવામાં આવી હતી. જેમાં રેખા કાંજીવરમ સાડીમાં જોવા મળી હતી. તસવીરમાં રેખાની બહેન જયા શ્રીધર, રેવતી સ્વામીનાથન, કમલા સેલવરાજ, રાધા ઉસ્માન સૈયદ, નારાયણી ગણેશન અને વિજયા ચામુંડેશ્વરી જોવા મળી રહી છે.


રેખાના પિતાએ કર્યા હતા 3 લગ્નઃ
જેમિની ગણેશનની પ્રથમ પત્ની અલોમેલુથી 4 દીકરીઓ છે. બીજી પત્ની પુષ્પાવલીથી બે દીકરીઓ રેખા અને રાધા છે. જ્યારે ત્રીજી પત્ની સાવિત્રીથી દીકરી વિજયા ચામુંડેશ્વરી અને એક દીકરો સતીશ કુમાર છે. ભલે પિતા જેમિની ગણેશન સાથે રેખાના સારા સંબંધો ના રહ્યાં હોય પરંતુ સાતેય બહેનોમાં ઘણો પ્રેમ અને સારું બોન્ડિંગ જોવા મળે છે. તમામ એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. ઘરમાં રહેલા એક્ટિંગના માહોલની રેખા પર ઘણી અસર થઈ હતી.


ઘરની જવાબદારીને કારણે નાની ઉંમરમાં આવવું પડ્યું એક્ટિંગ વર્લ્ડમાં:
માતા અને ઘરની જવાબદારીને કારણે રેખાએ નાની વયે એક્ટિંગ વર્લ્ડમાં આવવું પડ્યું. પરિવારને સંભાળનાર કોઈ નહોતું એવામાં રેખાએ જ પોતાનો અને માતાનો સહારો બનવું પડ્યું. પરંતુ રેખાની બહેનો પણ કંઈ પાછળ નથી.  રેખાની તમામ બહેનો પોતાના ફિલ્ડમાં સારી એવી નામના મેળવી રહી છે. રેખાના પિતાએ તેની માતા સાથે લગ્ન કર્યા હતા કે નહીં તે હજીપણ રહસ્ય છે. ઘણા અહેવાલમાં જેમિની ગણેશને રેખાની માતા સાથે સિક્રેટ લગ્ન કર્યા હોવાની વાત સામે આવી હતી. જેમિની ગણેશનના રેખા અને તેની માતા સાથે સારા સંબંધો નહોતા. જોકે તેમછતાં તમામ બહેનોના પ્રેમમાં કોઈપણ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો નહીં. રેખાની સગી બહેન રાધા સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સમાં એક્ટ્રેસ હતી. લગ્ન બાદ રાધા અમેરિકા ચાલી ગઈ હતી.

 

કૃષ્ણા રાજ કપૂરની અંતિમ યાત્રામાં બોલિવૂડ વિલન ડેની મળ્યો જોવા, વધતી ઉંમરને કારણે ઓળખવો બન્યો મુશ્કેલ