• Gujarati News
  • National
  • ભાઈ અર્જુન કપૂરની જન્મદિવસની પાર્ટીમાં જાહન્વીનો કૂલ લુક, Step Sister Janhvi Kapoor Cool Look At Her Brother Birthday Party

ભાઈ અર્જુન કપૂરની જન્મદિવસની પાર્ટીમાં જાહન્વીનો કૂલ લુક, આવ્યા બોલિવૂડ સેલેબ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરનો 26 જૂનના રોજ 33મો જન્મદિવસ હતો. અર્જુને 25મી જૂનના રાતના 12 વાગે સાવકી બહેનો તથા પિતા સાથે સેલિબ્રેટ કર્યો હતો. જન્મદિવસ પર અર્જુન કપૂરે પોતાના ઘરે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં પરિવાર સિવાય અર્જુનના ખાસ ફ્રેન્ડ્સ આવ્યા હતાં. બોલિવૂડ એક્ટર વરૂણ ધવન પોતાની પ્રેમિકા નતાશા દલાલ સાથે આવ્યો હતો. બંને એક જ કારમાં આવ્યા હતાં. વરૂણ સાથે તેનો મોટો ભાઈ રોહિત ધવન પણ હતો.


આ સેલેબ્સ આવ્યા પાર્ટીમાં:
અર્જુન કપૂરની પાર્ટીમાં આદિત્ય રોય કપૂર, મોહિત મારવાહ, હર્ષવર્ધન કપૂર, સિકંદર ખેર, નિકિતન સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.


જાહન્વીએ પહેલી જ વાર ભાઈને પાઠવી શુભેચ્છાઃ
જાહન્વીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અર્જુન કપૂરને પહેલી જ વાર જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું, “You are the reason for our strength. Love you, happy birthday Arjun bhaiya”

 

મોમ શ્રીદેવીનું નામ સાંભળતા જ Emotional થઈ જાહન્વી, ભાઈએ મુશ્કેલથી સંભાળી