84ની ઉંમરમાં પ્રાણને પૂછવામાં આવ્યું હતું, પડદાં પર કઈ હિરોઈન સાથે રેપનો સીન આપશો, જવાબ મળ્યો, ''કોઈ પણ ચાલશે બસ સુંદર હોવી જોઈએ''

on the 5th death anniversary of pran, check out his old interview

divyabhaskar.com

Jul 12, 2018, 03:38 PM IST

મુંબઈઃ પોતાના જબરજસ્ત અંદાજ, ડાયલોગ ડિલિવરી તથા ચહેરા પરના એક્સપ્રેશનને કારણે સ્ક્રિન પર અલગ જ ઓળખ બનાવનાર પ્રાણની ગુરૂવાર(12 જુલાઈ)ના રોજ પાંચમી ડેથ એનિવર્સરી છે. ચાહકો આજે પણ પ્રાણને એક ક્રૂર વિલન તરીકે ઓળખે છે. પ્રાણની તબિયત ખરાબ થતા તેમણે બોલિવૂડમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. 84ની ઉંમરમાં પણ પ્રાણ પાસે અનેક ફોન આવતા હતા પરંતુ બીમારીને કારણે તેમણે ક્યારેય બોલિવૂડમાં કમબેક કર્યું નહીં. 84ની ઉંમરમાં પ્રાણે એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને તેમાં તેમણે અનેક વાતો કરી હતી.


સવાલઃ વિલનનું કામ જ કેમ પસંદ કર્યું?
જવાબઃ
''મેં મારી કરિયરની શરૂઆત 'યમલા જાટ'થી કરી હતી. આમાં મેં વિલનની ભૂમિકા ભજવી હતી. ત્રીજી ફિલ્મ 'ખાનદાન'માં હિરો તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ ક્યારેય હિરો તરીકે કામ કરવાની ઈચ્છા થઈ નહીં. હિરોએ ઝાડની ફરતે ગીતો ગાવના હતા, જે ગમતું નહોતું''


સવાલઃ લોકો બાળકોના નામ પ્રાણ નહોતા રાખતા તો તમને કેવી લાગણી થતી?
જવાબઃ
''સારું તો નહોતું લાગતું પરંતુ હવે ચાહકો નામ રાખે છે. મને ફોન કરીને નામકરણ પર બોલાવે છે. અનેક લોકો પત્ર પણ લખે છે.''


સવાલઃ લોકો તમારાથી ડરે ત્યારે કેવું લાગે?
જવાબઃ
''લોકો ડરે તો સારું ના લાગે. તે સમયે હું જ્યારે ઘરની બહાર નીકળતો તો લોકો ગાળો આપતો. ત્યારે ઘણી જ મજા આવતી હતી. એમ લાગતું કે મારું ભજવેલું પાત્ર લોકોને યાદ છે.''


સવાલઃ 84 વર્ષની વયે ફરીવાર ફિલ્મ્સમાં રેપનો સીન કરવા મળે તો કઈ હિરોઈનને પસંદ કરશો?
જવાબઃ
''આ ઉંમરમાં તો રેપ થઈ શકશે નહીં પરંતુ જો ખરાબ કામ કરવું જ છે તો કોઈ ફરક પડતો નથી કે હિરોઈન કોણ છે. બસ તે સુંદર હોવી જોઈએ.''


સવાલઃ એવો કોઈ કિસ્સો યાદ છે, જ્યારે રિયલ લાઈફમાં યુવતી તમારાથી ડરી ગઈ હોય?
જવાબઃ
''હું દિલ્હી એક મિત્રના ઘરે ચા પીવા ગયો હતો. તેની નાની બહેનને ખબર નહોતી કે હું તેના ભાઈનો ફ્રેન્ડ છું. કોલેજમાંથી તે ઘરે આવી તો ફ્રેન્ડે તેને મળવા માટે બોલાવી પરંતુ તે આવી જ નહીં. જ્યારે હોટલ આવ્યો ત્યારે ફ્રેન્ડનો ફોન આવ્યો અને તેણે કહ્યુ હતુ કે તેની બહેન કહેતી હતી કે આવા બદમાશ અને ગુંડાને ઘરે ના બોલાવવો જોઈએ.''


સવાલઃ વધુ પૈસા અને બદનામ થવા માટે વિલનનો રોલ કરતા હતા?
જવાબઃ
''મને ક્યારેય હિરો કરતા વધુ પૈસા મળ્યા નથી. ખલનાયકનુ કામ કર્યું તો પૈસા પણ ઓછા મળશે. એવું નથી કે બદનામ થવું સારું લાગે પરંતુ વિલનના કામમાં મજા આવતી હતી.''


સવાલઃ સૌથી યાદગાર ફિલ્મ અને ડાયલોગ કયો છે?
જવાબઃ
''મારી સૌથી ફેવરિટ ફિલ્મ 'હલાકૂ' છે. 'કાશ્મીર કી કલી'નો એક ડાયલોગ સૌથી ફેવરિટ છે. આમાં મારે 'શ' ને 'સ' અને 'સ' ને 'શ' બોલે છે. ફિલ્મમાં તે હિરોઈનને કહે છે, ''શતાલે શતાલે ચંપા, કભી તો અપના ભી શમય આયેગા..''

સુપરસ્ટાર રાજેન્દ્ર કુમારે આર્થિક તંગીને કારણે વેચ્યો હતો લકી બંગલો, ઘર વેચાતા રડ્યા હતા આખી રાત

X
on the 5th death anniversary of pran, check out his old interview
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી