તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિનોદ ખન્ના બર્થડેઃ જ્યારે પિતાને કહ્યું હતું કે- એક્ટિંગ કરવી છે, ત્યારે જવાબ મળ્યો હતો ‘ગોળી મારી દઈશ’, એક શરતે આપી હતી મંજૂરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ વિનોદ ખન્નાની આજે (શનિવારે) 72મી બર્થ એનિવર્સરી છે. તેમનો જન્મ 6 ઓક્ટોબર, 1946ના પેશાવરમાં થયો હતો. વિનોદ માટે ફિલ્મ્સમાં એન્ટ્રી સરળ નહોતી રહી. પિતાનો ટેક્સટાઈલનો બિઝનેસ હતો અને તેઓ દીકરો આ ફિલ્ડમાં જ આગળ વધે તેમ ઈચ્છતા હતા. પરંતુ વિનોદ ખન્નાએ કોલેજમાં ભણતા સમયે જ એક્ટિંગ ફિલ્ડમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આ પિતાને ખબર પડી તો તેઓ નારાજ થયા અને દીકરા પર બંદૂક તાણી કહ્યું હતું કે,‘એક્ટિંગ ફિલ્ડમાં ઉતર્યો તો ગોળી મારી દઈશ.’ જોકે વિનોદ પિતાને મનાવવામાં સફળ રહ્યો અને બોલિવૂડના સુપરસ્ટાર બન્યા.

 

પિતાએ એક શરતે આપી હતી મંજૂરી


- પિતા વિનોદના ફિલ્મ્સમાં કામ કરવાના વિરોધી હતા. જોકે વિનોદની માતાએ તેમને તૈયાર કર્યા હતા. પિતાએ વિનોદને 2 વર્ષનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે, 2 વર્ષ સુધી કંઈ ના કરી શક્યો તો ફેમિલી બિઝનેસમાં જોડાઈ જજે.
- વિનોદે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, એક પાર્ટીમાં તેમની સુનીલ દત્ત સાથે મુલાકાત થઈ હતી. એક ફિલ્મ માટે તેઓ નવા એક્ટરની શોધમાં હતા. તેમણે તેને રોલ ઓફર કર્યો, પરંતુ આ વાતની જાણ તેના પિતાને થઈ તે પછી જ તેમણે દીકરા પર બંદૂક તાણી હતી. જોકે પછીથી તેમણે દીકરાને ફિલ્મ્સમાં કામ કરવા મંજૂરી આપી હતી.

 

‘મન કા મીત’થી કર્યું ડેબ્યૂ


- વિનોદે 1968માં ફિલ્મ ‘મન કા મીત’થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મને મિક્સ રિસ્પોન્સ મળ્યો. જોકે એક અઠવાડિયામાં જ વિનોદને 15 ફિલ્મ્સ મળી ગઈ હતી.

 

કોલેજમાં શરુ થઈ હતી લવ સ્ટોરી


- ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ વિનોદનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. મુંબઈ અને દિલ્હીમાં સ્કૂલના અભ્યાસ બાદ કોલેજમાં એડમિશન લીધું.
- કોલેજ સમયે જ વિનોદે થિએટરમાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં તેમની મુલાકાત ગીતાંજલિ સાથે થઈ હતી. ગીતાંજલિ વિનોદની પ્રથમ પત્ની હતી. તેમની લવ સ્ટોરીનો પ્રારંભ કોલેજમાં જ થયો હતો.

 

ઓશોથી થયા પ્રભાવિત


- સફળતા મળ્યા બાદ 1982માં વિનોદ ખન્નાએ અચાનક આધ્યાત્મિક ગુરુ રજનીશ (ઓશો)ની શરણમાં જવાનો નિર્ણય કર્યો,
- રિપોર્ટ્સ અનુસાર, વિનોદ ખન્નાના નિક્ટના વ્યક્તિએ જણાવ્યું હતું કે, એક્ટરને ઈન્ડસ્ટ્રી વિશે બેચેની થતી હતી અને અહીં બધુ નકલી લાગતું હતું. 
- એક સમય હતો જ્યારે પત્ની ગીતાંજલિ અને બંને દીકરા રાહુલ અને અક્ષયને સમયે આપવા વિનોદ રવિવારે કામ કરતા નહોતા. પરંતુ ઓશોના પ્રભાવમાં તેમણે ફેમિલીને પણ છોડી દીધી. ઓશોના આશ્રમમાં જવા વિશે પત્નીને પૂછ્યું પણ નહીં. 1982માં વિનોદ પત્ની અને બંને બાળકોને છોડી ઓશોના આશ્રમમાં જતા રહ્યાં હતા.

 

5 વર્ષ બાદ પરત ફર્યા તો પત્નીએ આપ્યા છૂટાછેડા


- 5 વર્ષ બાદ ઓશો આશ્રમમાં રહ્યાં બાદ વિનોદ પરત ફર્યા તો પત્ની ગીતાંજલિએ તેમને સ્વીકાર્યા નહીં અને છૂટાછેડા આપી દીધા.
- પત્નીથી અલગ થયા બાદ 1987માં વિનોદે ‘ઈન્સાફ’ ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કર્યું. વિનોદે 1990માં કવિતા સાથે લગ્ન કર્યા. બંનેને એક દીકરો અને દીકરી છે. 
- 2017માં વિનોદ ખન્નાનું કેન્સરના કારણે નિધન થયું હતું.

 

લંડનમાં રજા માણી રહી છે ‘ભાભીજી ઘર પર હૈ’ની ગોરી મેમ, ભારતમાં ચાલી રહી છે પ્રેગ્નન્સીની વાતો, શોમાંથી સૌમ્યાના બ્રેક અંગે પ્રોડ્યૂસરે આપ્યો અલગ જ જવાબ