દરેક મહિલા પર શંકા કરતાં હતાં સંજીવ કુમાર, એક ખાસ કારણે નહોતાં કર્યાં લગ્ન

વિતેલા સમયના સ્ટાર સંજીવ કુમારનું નિધન છ નવેમ્બર, 1985ના રોજ થયું હતું.

divyabhaskar.com | Updated - Nov 06, 2018, 05:31 PM
after sanjeev kumar death, his 10 films released

મુંબઈઃ વિતેલા સમયના સ્ટાર સંજીવ કુમારનું નિધન છ નવેમ્બર, 1985ના રોજ થયું હતું. નિધન સમયે સંજીવ કુમારની ઉંમર માત્ર 47 વર્ષ હતી અને હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. 25 વર્ષની ફિલ્મી કરિયરમાં સંજીવ કુમારે અનેક સુપરહિટ ફિલ્મ્સ આપી હતી. જોકે, કહેવાય છે કે તેઓ મહિલાઓ પર ઘણી જ શંકા કરતાં હતાં. સંજીવ કુમારના સંબંધો જ્યારે પણ કોઈ એક્ટ્રેસ સાથે બંધાય તો તેમને એમ જ થતું કે આ તેમની સંપત્તિ પાછળ તો નહીં ભાગતી હોય ને.


47ની ઉંમરમાં નિધનઃ
સંજીવ કુમારે એ કારણથી લગ્ન નહોતા કર્યાં કારણ કે તેમને હાર્ટની બીમારી હતી. તેમના પરિવારના મોટાભાગના સભ્યોના અવસાન અંદાજે 50ની ઉંમરની આસપાસ થયા છે. તેમના નાના ભાઈ નકુલનું નિધન તેમના કરતાં પહેલાં થયું હતું. જ્યારે અન્ય એક ભાઈ કિશોરનું મોત સંજીવ કુમારના નિધનના છ મહિના બાદ જ થયું હતું.


હેમાનાં પ્રેમમાં પાગલ હતાં સંજીવઃ
સંજીવ કુમાર એક્ટ્રેસ હેમાનાં પ્રેમમાં પાગલા હતાં તો સિંગર તથા એક્ટ્રેસ સુલક્ષણા પંડિત સંજીવ કુમારને પ્રેમ કરતી હતી. સંજીવ કુમારે સુલક્ષણાનો પ્રેમ પ્રસ્તાવ નકારી દીધો હતો. એક્ટ્રેસ સંજીવને ઘણાં જ મનાવ્યા હતાં કે તે તેની સાથે લગ્ન કરે પરંતુ આમ થયું નહીં. સંજીવના મોત બાદ સુલક્ષણા ડિપ્રેશનમાં જતી રહી હતી.


નિધન બાદ રીલિઝ થઈ આ ફિલ્મ્સઃ
સંજીવ કુમારના નિધન બાદ 10 ફિલ્મ્સ રીલિઝ થઈ હતી. વાર્તામાં ફેરફાર કરીને આ ફિલ્મ રીલિઝ કરવામાં આવી હતી. 1993માં તેમની અંતિમ ફિલ્મ 'પ્રોફેસર કી પડોસન' રીલિઝ થઈ હતી. 'કાતિલ', 'હાથો કી લકીરે', 'બાત બન જાયે', 'કાચ કી દિવાર', 'લવ એન્ડ ગોડ', 'રાહી', 'દો વક્સ કી રોટી', 'નામુમકિન', 'ઉંચ નીચ બીચ' સંજીવ કુમારના નિધન બાદ રીલિઝ થઈ હતી.


'હમ હિંદુસ્તાની'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતીઃ
સંજીવ કુમાર માત્ર 'શોલે'નાં ઠાકુર જ નહીં તેમણે 'ત્રિશુલ'નાં આર.કે ગુપ્તા અને 'નયા દિન નઈ રાત'માં એક સાથે નવ-નવ ભૂમિકા ભજવી હતી. તેમણે 1960માં 'હમ હિંદુસ્તાની'થી ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. તેમણે 'અનુભવ', 'સીત ઔર ગીતા', 'કોશિશ', 'અનામિકા', 'આંધી', 'શોલે', 'મૌસમ', 'ઉલઝન', 'નૌકર', 'સિલસિલા' સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું છે. લેઉવા પટેલ માતાનાં પેટે જન્મેલો ગુજરાતી ભાયડો સંજીવ કુમારનું મોસાળ પલસાણા તાલુકાનું નિયોલ ગામ હતું. જ્યાં તેમનો જન્મ 9 જુલાઇ, 1938ના રોજ થયો હતો. સંજીવ કુમારનું સાચું નામ હરિભાઇ જરીવાલા હતું.

X
after sanjeev kumar death, his 10 films released
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App