સુપરસ્ટાર રાજેન્દ્ર કુમારે આર્થિક તંગીને કારણે વેચ્યો હતો લકી બંગલો, ઘર વેચાતા રડ્યા હતા આખી રાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ જ્યૂબલી હિરોના નામથી લોકપ્રિય રાજેન્દ્ર કુમારની ગુરૂવાર(12 જુલાઈ)ના રોજ 19મી ડેથ એનિવર્સરી છે. તેમણે અનેક સુપરહિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. બોલિવૂડમાં તેઓ કંજૂસના નામથી ઓળખાતા હતા. તેઓ ક્યારેય પોતાની પર કે મિત્રો પર પૈસા ખર્ચ કરતા નહોતાં. જ્યારે તેમની આર્થિક પરિસ્થિતિ ઘણી જ ખરાબ થઈ ત્યારે તેમણે પોતાનો લકી બંગલો રાજેશ ખન્નાને વેચી દીધો હતો. જ્યારે તેમણે બંગલો છોડીને જવું પડ્યુ ત્યારે તેઓ આખી રાત રડ્યા હતાં.


માત્ર 50 રૂ. લઈ આવ્યા હતા મુંબઈઃ
બોલિવૂડમાં રાજેન્દ્ર કુમારે ઘણો જ સંઘર્ષ કર્યો હતો. હિરો બનવા માટે જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે માત્ર 50 રૂપિયા હતાં. જે તેમણે પિતાની ઘડિયાળ વેચીને મળ્યા હતા. ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણની મદદથી તેમને ડિરેક્ટર એચ એસ રવૈલના આસિસ્ટન્ટની નોકરી મળી હતી અને તેમનો પગાર 150 રૂપિયા હતો. 1950માં આવેલી ફિલ્મ 'જોગન'માં રાજેન્દ્ર કુમારને કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મમાં દિલીપ કુમાર લીડ રોલમાં હતા. 1950થી 1957 સુધી રાજેન્દ્ર કુમારે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો. 1957માં ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં નાનકડો રોલ કરીને રાજેન્દ્ર કુમાર ઘણાં જ લોકપ્રિય થયા હતાં. 1959માં આવેલી ફિલ્મ 'ગૂંજ ઉઠી શહેનાઈ' લીડ એક્ટર તરીકે રાજેન્દ્ર કુમારની પહેલી હિટ ફિલ્મ હતી. ત્યારબાદ તેમણે અનેક હિટ ફિલ્મ્સમાં આપી, જેમાં 'ધૂલ કા ફૂલ', 'મેરે મહેબૂબ', 'આઈ મિલન કી બેલા', 'સંગમ', 'આરઝૂ', 'સૂરજ' વગેરેનો સમાવેશ થાય છે. તેમની ફિલ્મ્સ 25 અઠવાડિયા ચાલતી હોવાથી ચાહકો તેમનું નામ જ્યૂબલી કુમાર રાખ્યું હતું. 1970 બાદ રાજેન્દ્ર કુમારની ફિલ્મ્સ ફ્લોપ જતી હતી.


ખરાબ થઈ આર્થિક પરિસ્થિતિઃ
70ના દાયકામાં જ્યૂબલી કુમારનો રંગ ફિક્કો પડવા લાગ્યો હતો અને આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ હતી. આ જ કારણથી તેમણે પોતાનો બંગલો 'ડિમ્પલ' વેચવો પડ્યો હતો. 1960ના શરૂઆતના દાયકામાં રાજેન્દ્ર કુમારે બાંદ્રા કાર્ટર રોડ પર સમુદ્ર કિનારે બનેલા આ બંગલાને 60 હજારમાં એક્ટર ભારત ભૂષણ પાસેથી ખરીદ્યો હતો. રિનોવેશન કરાવીને આ બંગલાનું નામ દીકરી ડિમ્પલના નામ પરથી રાખવામાં આવ્યો હતો. આ બંગલામાં રહેવા આવ્યા બાદ રાજેન્દ્ર કુમાર સફળ થયા હતા. આથી જ તે બંગલાને લકી માનતા હતા. રાજેશ ખન્નાને જ્યારે જાણ થઈ કે રાજેન્દ્ર કુમાર આ બંગલો વેચી રહ્યા છે તો 3.5 લાખ રૂપિયામાં આ બંગલો ખરીદ્યો હતો અને તેનું નામ આશીર્વાદ રાખ્યું હતું. જોકે, રાજેશ ખન્નાના નિધન બાદ તેમની પત્ની ડિમ્પલ તથા જમાઈ અક્ષય કુમારે આ બંગલો વેચી દીધો છે.


સાયરાબાનો સાથે હતું અફેરઃ
રાજેન્દ્ર કુમારે સૌથી હિટ ફિલ્મ્સ 'આઈ મિલન કી બેલા', 'ઝૂક ગયા આસમાન' તથા 'અમન' સાયરાબાનો સાથે કરી હતી. તે સમયે બોલિવૂડમાં ચર્ચા હતી કે સાથે કામ કરવાને કારણે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતાં.

 

ગૌરી ખાને સજાવ્યું બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીનનું ઘર, તસવીરોમાં માણો ખાસ