59 વર્ષની વયે પણ આટલી ફિટ છે રણબિર કપૂરની MOM, આ છે ફિટનેસ સિક્રેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ નીતૂ સિંહ અને ઋુષિ કપૂરની આજે 38મી મેરેજ એનિવર્સરી છે. બંનેએ 22 જાન્યુઆરી, 1980ના રોજ લગ્ન કર્યા હતા. ઋુષિ કપૂર 65 વર્ષના છે અને નીતૂ 59 વર્ષના. ઉલ્લેખનીય છે કે, નીતૂ પોતાને ફિટ રાથે છે. તેમનું ફિટનેસ મંત્ર એક્ટિવ રહેવું અને માત્ર જીમ પાછળ ન દોડવાનું છે. ઉલ્લેખનીય છે કે, નીતૂએ 1966માં બોલીવૂડમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યૂ કર્યું હતું. અમુક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યા બાદ તેમણે ફિલ્મ ‘રિક્ષાવાલા’થી લીડ એક્ટ્રેસ તરીકે કામ કરવાની શરુઆત કરી હતી. તેમનો દીકરો રણબિર કપૂર ફિલ્મોમાં એક્ટિવ છે અને દીકરી રિદ્ધિમા ફેશન ડિઝાઈનર છે.

 

કઈંક આવો છે નીતૂનો ફિટનેસ પ્રોગ્રામ...


- પોતાને ફિટ રાખવા માટે નીતૂ પ્રોપર શેડ્યૂલને ફોલો કરે છે. તે રોજ 10 હજાર ડગલા ચાલે છે.
- અમુક સમય પહેલા તેમણે ફિટનેસ પર વાત કરતા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,‘જ્યારે યુવા હતી ત્યારે પોતાને વધુ ફિટ અનુભવતી. ફિલ્મ કરતા સમયે વજન 68 કિલો હતું. જીનત અમાન અને પરવીન બોબી બોલિવૂડમાં સ્લિમ બોડી કલ્ચર લઈને આવી હતી.’
- તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બે પ્રેગ્નેન્સી બાદ તેમનું વજન આશરે 25 કિલો જેટલું વધી ગયું હતું. પ્રેગ્નન્સી દરમિયાન જ વજન સૌથી વધુ વધે છે. 
- જે પછી તમારે આ વજન ઓછું કરવું પડે અને આ માટે ટ્રેનરની મદદ લેવી જોઈએ.

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો નીતૂ સિંહના સ્લિમ રહેવાના ફંડા વિશે......)

અન્ય સમાચારો પણ છે...