તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ ઉપરાંત કરોડો રૂપિયાની કમાણી કરે છે કિંગ ખાનથી દીપિકા-સલમાન સહિતના સેલેબ્સ, જાણો તેમના સાઈડ બિઝનેસ વિશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 11 ઓગસ્ટના રોજ બોલિવૂડના જાણીતા એક્શન હીરો સુનીલ શેટ્ટી 57મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. 90ના દાયકાથી અત્યારસુધીમાં તેણે ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે અને તેની આવકના દમે જ મોટો બિઝનેસ પણ શરૂ કરવામાં સફળ રહ્યો છે. સુનીલ શેટ્ટીના જન્મદિવસે અમે સુનીલ ઉપરાંત બોલિવૂડના અન્ય દિગ્ગજ સેલેબ્સના સાઈડ બિઝનેસ વિશે જણાવી રહ્યાં છીએ.

 

સુનીલ શેટ્ટી
બિઝનેસઃ
S2 રિયાલિટી એન્ડ ડેવલ્પર્સ પ્રાઈવેટ લિમિટેડ, આર હાઉસ, એચટુઓ, મિસચીફ ડાઈનિંગ અને હાકીમ આલિમ સલૂન


- સુનીલ શેટ્ટી બોલિવૂડ એક્ટર હોવાની સાથે, હોટેલિયર, પ્રોડ્યૂસર અને ફેશન તથા બુટીકનો માલિક છે. સુનીલ શેટ્ટી સેલિબ્રિટી હેર સ્ટાઈલિશ હાકિમ આલિમના સલૂનમાં 50 ટકા ભાગીદારી ધરાવે છે.

 

શાહરૂખ ખાન
બિઝનેસઃ
રેડચીલિઝ વીએફએક્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, કિડઝાનિયા


- ઘણા ઓછા લોકો જાણતા હશે કે ભારતનો સૌથી મોટી વિઝ્યુઅલ ઈફેક્ટ સ્ટુડિયોનો માલિક શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન છે. 

- આ વીએફએક્સ હાઉસ રેડચીલિઝ પ્રોડક્શનના વીએફએક્સ તૈયાર કરવાની સાથે અમુક અન્ય ફિલ્મ્સના પણ વીએફએક્સ તૈયાર કરે છે. આ ફિલ્મે 2011માં આવેલી ફિલ્મ Ra.oneના સ્પેશિયલ ઈફેક્ટ માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે. 

- આ સાથે જ શાહરૂખના ભારતની સૌથી ધનિક અને સફળ આઈપીએલ ટીમમાં પણ હિસ્સો છે. શાહરૂખ કિડઝાનિયામાં 26 ટકા ભાગ ધરાવે છે.

 

દીપિકા પાદુકોણ
બિઝનેસઃ
ધ લાઈવ લવ લાફ ફાઉન્ડેશન, ઓલ અબાઉટ યુ
- દીપિકાએ ફેશન પોર્ટલ મિંત્રા સાથે મળી પોતાની ‘All About You’ બ્રાન્ડ લોન્ચ કરી છે. 
- દીપિકાએ મેન્ટલ હેલ્થની જાગરૂકતા માટે ધ લાઈવ લવ લાફ ફાઉન્ડેશનનો પ્રારંભ પણ કર્યો છે. જોકે આ ફાઉન્ડેશનનો હેતુ નાણા કમાવવાનો નહીં પરંતુ મેન્ટલ હેલ્થથી પીડાતા લોકોની મદદ કરવાનો છે.

 

સલમાન ખાન
બિઝનેસઃ
યાત્રા, બીઈંગ હ્યુમન
- સલમાને 2011માં સલમાન ખાન બીઈંગ હ્યુમન પ્રોડક્શનની સ્થાપ્ના કરી હતી. આ ઉપરાંત બીઈંગ હ્યુમનના ટ્રસ્ટ હેઠળ સલમાન ખાન જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. 

- સલમાન ખાને ગુરગાંવ બેઝડ ઓનલાઈન કંપની ‘Yatra.com’માં 5 ટકાથી ઓછો ભાગ ધરાવે છે.

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય બોલિવૂડ સેલેબ્સના સાઈડ બિઝનેસ વિશે.......)

 

 

સલમાન ખાનથી અક્ષય કુમાર સુધી, અંદરથી આવી દેખાય છે બોલિવૂડ સેલેબ્સની વેનિટી વેન