અક્ષય કુમારે માત્ર આ પાંચ નિકટના ફ્રેન્ડ્સ સાથે કરી ધમાકેદાર પાર્ટી, ફોટો શૅર કરી બોબી દેઓલે કહ્યું, ''હેપ્પી બર્થડે અક્ષય ભૈયા''

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે નવ સપ્ટેમ્બરના રોજ પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો

divyabhaskar.com | Updated - Sep 09, 2018, 04:23 PM
akshay kumar 51st birthday on 9th September

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે નવ સપ્ટેમ્બરના રોજ પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અક્ષયે શનિવાર(આઠ સપ્ટેમ્બર)ના રોજ પોતાનો જન્મદિવસ નિકટના ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કર્યો હતો. મુંબઈની હોટલની બહાર ટ્વિંકલ ખન્ના તથા પાંચ નિકટના ફ્રેન્ડ્સ બોબી-તાન્યા દેઓલ, ફરાહ ખાન અલી, સની-અનુ દિવાન સાથે જોવા મળ્યો હતો. જોકે, અક્ષયકુમારના સંતાનો આરવ તથા નિતારા જોવા મળ્યાં નહોતાં. ટ્વિંકલ ખન્નાએ પાર્ટીની એક ઈનસાઈડ તસવીર પણ શૅર કરી હતી, જેમાં બધા પાર્ટી મૂડમાં જોવા મળ્યાં હતાં.

ટ્વિંકલે નહોતું કર્યું પતિના જન્મદિવસનું પ્લાનિંગઃ
ટ્વિંકલે પાર્ટીની તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું હતું, ''જ્યારે અમે કંઈ પણ પ્લાનિંગ નથી કરતા ત્યારે બધુ જ આપો-આપ ઠીક થઈ જાય છે. હેપી બર્થડે માય લવલી મિસ્ટર K" આ જ ફોટોને બોબી દેઓલે પણ શૅર કર્યો હતો અને અક્ષય કુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું હતું, "Happy happy birthday Akshay Bhaiya"

'2.0'માં મળશે જોવાઃ
2018માં અક્ષય કુમારની બે ફિલ્મ 'પેડમેન' તથા 'ગોલ્ડ' રીલિઝ થઈ ચૂકી છે. બંને બોક્સ ઓફિસ પર હિટ રહી છે. અક્કી-રજનીકાંતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ '2.0'નું ટિઝર 13 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે. ફિલ્મ 27 નવેમ્બરે રીલિઝ થાય તેમ માનવામાં આવે છે.

51ની ઉંમરમાં પણ આ નવ નિયમોને કારણે આટલો ફિટ છે ખિલાડી કુમાર અક્ષય

akshay kumar 51st birthday on 9th September
akshay kumar 51st birthday on 9th September
akshay kumar 51st birthday on 9th September
X
akshay kumar 51st birthday on 9th September
akshay kumar 51st birthday on 9th September
akshay kumar 51st birthday on 9th September
akshay kumar 51st birthday on 9th September
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App